________________
મહાયુદ્ધને આરંભ
૯૮૭ પેઠે ચિડાયા. બીજી કોઈ પ્રજા દુનિયાની અગ્રેસર પ્રજા બનવાનો વિચાર સરખે પણ કરે એ ખ્યાલ તેમને અતિશય અરૂચિકર હતું. બીજી પ્રજા પિતાને દુનિયાની અગ્રેસર પ્રજા માને એ તેમને મન એક પ્રકારની નાસ્તિકતા હતી
– ઇંગ્લંડ ઉપર દેખીતે હુમલો હતે. ૧૦૦ વરસ પૂર્વે તેણે નેપોલિયનને ટ્રફાલ્ગર આગળ હરાવ્યું ત્યારથી દરિયે તે ઈંગ્લંડને જ છે એમ માનવામાં આવતું હતું અને તેની આ સ્થિતિ સામે જર્મની કે બીજી કઈ પ્રજા વાંધો ઉઠાવે એ અંગ્રેજોને મન ભારે અઘટિત લાગતું હતું. દરિયા ઉપરનું ઈંગ્લેંડનું બળ ઘટી જાય તે પછી તેના દૂર દૂર સુધી વિસ્તરેલા સામ્રાજ્યની શી દશા થાય? .
કેઝરના પડકારો તથા ધમકીઓ તે બૂરાં હતાં જ પણ એ પછી તેણે પિતાના નૌકા કાફલે વધારવા માંડ્યો એ તે વળી એથીયે ઘણું ખરાબ હતું. એથી તે અંગ્રેજો પિતાનું સમતોલપણું અને સહનશીલતા ખાઈ બેઠા. અને તેમણે પણ પિતાને નૌકાકાફેલે વધારવા માંડયો. આમ બે દેશ વચ્ચે નૌકાકાફલાની સ્પર્ધા શરૂ થઈ અને ઉભય દેશનાં છાપાંઓએ વધારે ને વધારે યુદ્ધજહાજોની માગણી કરતું શોરબકેરભર્યું આંદોલન ચાલુ રાખ્યું તથા રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના દ્વેષને વધારી મૂક્યો.
યુરોપમાં આ એક ભયસ્થાન હતું. બીજાં પણ અનેક ભયસ્થાને ત્યાં હતાં. કાંસ અને જર્મની પુરાણ હરીફે હતા. ૧૮૭૦ને પરાજયનું શૂળ હજી ફ્રાંસવાસીઓને ડંખ્યા કરતું હતું અને તેઓ વેર લેવાની માગણી કરતા હતા. બાલ્કનના દેશે તે હમેશાં દારૂખાનાના કઠાર સમાન હતા. ત્યાં આગળ ભિન્ન ભિન્ન હિતેનું ઘર્ષણ ચાલ્યા કરતું હતું. પશ્ચિમ એશિયામાં પિતાની લાગવગ વધારવાના આશયથી જર્મનીએ તુક સાથે મૈત્રીને સંબંધ બાંધવાનો પ્રયાસ પણું શરૂ કર્યો. બગદાદ શહેરને કન્સ્ટાટિનેપલ તથા યુરેપ સાથે જોડતી રેલવે બાંધવાનું પણ સૂચવવામાં આવ્યું. એ દરખાસ્ત વધાવી લેવા જેવી હતી પરંતુ એ રેલવે ઉપર જર્મની કાબૂ રાખવા માગતું હતું એ કારણે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે ઈર્ષા પેદા થઈ
ધીમે ધીમે યુરોપમાં યુદ્ધને ડર ફેલાઈ ગયો અને સ્વરક્ષા માટે ત્યાંની સત્તાઓએ એકબીજીની મૈત્રી ખોળવા માંડી. મોટી સત્તાઓ બે સમૂહમાં વહેંચાઈ ગઈ, જર્મની, ઓસ્ટ્રિયા તથા ઈટાલીનું ત્રિપક્ષી જોડાણ થયું અને ઈંગ્લેંડ, ફ્રાંસ તથા રશિયાની ત્રિપક્ષી મૈત્રીના કરાર થયા. ઈટાલી ત્રિપક્ષી જોડાણનું બહુ મોળું સભ્ય હતું અને વાસ્તવમાં યુદ્ધ શરૂ થતાં વચનભંગ કરીને તે બીજા પક્ષ સાથે જોડાયું. ઓસ્ટ્રિયાનું સામ્રાજ્ય દૂબળું હતું. નકશા ઉપર તેને વિસ્તાર તે માટે હતું પરંતુ તે અનેક વિરોધી તત્ત્વોથી ભરેલું હતું. વિયેનાનું રમણીય નગર તેનું પાટનગર હતું અને તે વિજ્ઞાન, સંગીત તથા કળાનું મોટું ધામ હતું. આમ વાસ્તવમાં ત્રિપક્ષી જોડાણ એટલે એકલું જર્મની જ