________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન ભાગ્યશાળી ઈગ્લેંડ જે સંતુષ્ટ ન હોય તે બીજાં રાષ્ટ્ર તે તેનાથી ઓછાં સંતુષ્ટ હતાં. મહાન સત્તાઓના મંડળમાં કંઈક પાછળથી દાખલ થનાર જર્મની વિશેષ કરીને અસંતુષ્ટ હતું, કેમ કે લેભાવનારાં પાકાં ફળ કોઈને કેઈને હાથમાં જતાં રહેલાં તેને માલૂમ પડ્યાં. વિજ્ઞાન, કેળવણી અને ઉદ્યોગના ક્ષેત્રમાં તેણે ભારે પ્રગતિ કરી હતી અને સાથે સાથે સુંદર સૈન્ય પણ તેણે ઊભું કર્યું હતું. પિતાના મજૂર અંગેના સામાજિક સુધારાના કાયદાઓ કરવાની બાબતમાં પણ ઈગ્લેંડ સહિત બીજાં બધાં રાષ્ટ્રને મોખરે તે હતું. જર્મની રંગમંચ ઉપર આવ્યું ત્યારે બીજી સામ્રાજ્યવાદી સત્તાઓએ દુનિયાના ઘણેખર પ્રદેશ કી લીધો હતો તથા શેષણના માર્ગ મર્યાદિત થઈ ગયા હતા છતાંયે અથાક પરિશ્રમ અને સ્વયંશિસ્તથી ઔદ્યોગિક મૂડીવાદના યુગની તે સૌથી વધારે કુશળ સત્તા બન્યું. તેનાં વેપારી જહાજો દુનિયાનાં બધાંયે બંદરમાં નજરે પડતાં હતાં અને હામબર્ગ તથા બેમેનનાં તેનાં બંદરોની દુનિયામાં સૌથી મેટાં બંદરેમાં ગણતરી થતી હતી. જર્મન વેપારી કાફેલે પિતાને માલ દૂર દૂરના દેશમાં લઈ જતું હતું એટલું જ નહિ પણ બીજા દેશોનો માલ લઈ જવાને રોજગાર પણ તેણે હાથ કર્યો હતે.
આવી સફળતા પ્રાપ્ત કરનાર અને પિતાના સામર્થની સંપૂર્ણ પિછાનવાળું આ નવું સામ્રાજ્યવાદી જર્મની પિતાના વધુ વિકાસના માર્ગમાં મૂકવામાં આવેલી મર્યાદાઓ સામે ચડભડે એમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. પ્રશિયા એ જર્મન સામ્રાજ્યનું આગેવાન હતું અને જેના હાથમાં સત્તાનાં સૂત્રો હતાં તે તેને જમીનદાર તથા લશ્કરી વર્ગ સારી પેઠે ઘમંડી હતે. એ વર્ગોના લેકે આક્રમણશીલ હતા અને નિષ્ફરપણે એવું વલણ રાખવામાં અભિમાન લેતા હતા. હેહેનોલન વંશને તેમને સમ્રાટ કૅઝર વિહેમ બીજે ધાર્યું અને મનમાં આવે તે કરવાની તેમની આ ભાવનાને યોગ્ય નેતા મળી ગયે. જર્મની આખી દુનિયાનું. આગેવાન બનવાનું છે, આ પૃથ્વી ઉપર તેને સ્થાન જોઈએ છે, તેનું ભાવિ દરિયા ઉપર નિર્ભર છે તથા આખી દુનિયા ઉપર પિતાની સંસ્કૃતિ ફેલાવવાનું તેનું મિશન છે વગેરે જાહેરાત કૅઝરે વારંવાર કરવા માંડી.
બીજી પ્રજાઓએ અને રાષ્ટ્રએ પણ આગળ આવી જ મતલબનું કહ્યું હતું. ઇંગ્લંડની “ગેરાએના બેજાની તથા ફ્રાંસની “સુધારાને પ્રચાર કરવાના મિશન”ની વાત પણ જર્મનીની “સંસ્કૃતિ ફેલાવવાના મિશનની વાતેના જેવી જ હતી. સમુદ્ર ઉપર પિતે સર્વોપરી હેવાન ઈંગ્લેંડને દાવો હતો અને હકીકતમાં તે સર્વોપરી હતું પણ ખરું. ઘણાયે અંગ્રેજોએ ઇંગ્લંડ માટે જે દાવ કર્યો હતા તે જ વસ્તુ કંઈક અણઘડ રીતે અને અતિશયોક્તિભર્યા શબ્દોમાં કૅઝરે કહી. બે વચ્ચે ફેર માત્ર એટલે જ હતો કે ઈંગ્લેંડ પાસે એ બધું હતું જ્યારે જર્મની પાસે નહોતું. આમ છતાં પણ કેઝરની બડાશેથી બ્રિટિશ લોકો સારી