________________
થતી થતી રહી ગયેલી કાંતિ
૧૨૭ સુધ્ધાં કરી અને તેમણે કહ્યું કે એમ કરવું એ કોઈ પણ દેશને ખાલસા કર્યો નહિ ગણાય!
૧૯૧૯ની સાલના આરંભમાં બે શેવિકાએ યુરોપના મજૂરોને ઉદ્દેશીને કરેલી હાલની જર્મને મજૂરો ઉપર ભારે અસર થઈ અને દારૂગોળાનાં કારખાનાંઓમાં મોટી મોટી હડતાલ પડી. જર્મન સામ્રાજ્યની સરકાર માટે આ રીતે અતિશય ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ હતી અને એમાંથી વિનાશકારી પરિણામે આવવાને સંભવ હતું. આથી, હડતાલ સમિતિઓમાં જોડાઈ જઈ અંદરથી હડતાલ તેડીને સામ્રાજ્યવાદીઓએ બાજી હાથ પરથી જતી બચાવી લીધી.
૧૯૧૮ના નવેમ્બર માસની ૪ થી તારીખે ઉત્તર જર્મનીમાં કોલ આગળ નૌકાદળના સૈનિકે એ બળવો કર્યો. જર્મન નૌકાદળનાં જંગી યુદ્ધજહાજોને સમુદ્રમાં હંકારી જવાને હુકમ કરવામાં આવ્યો, પરંતુ ખલાસીઓ તથા એંજિનમાં કોલસા પૂરનારાઓએ તેમ કરવાનો ઇન્કાર કર્યો. તેમને દાબી દેવાને મોકલવામાં આવેલું સૈન્ય પણ તેમના પક્ષમાં ભળી ગયું અને તેમને પડખે ઊભું રહ્યું. અમલદારોને પદય્યત કરીને તેમની ધરપકડ કરવામાં આવી અને મજૂરો તથા સૈનિકની સમિતિઓ રચવામાં આવી. રશિયાની સોવિયેટ ક્રાંતિના આરંભકાળના જેવી જ એ સ્થિતિ હતી અને આખા જર્મનીમાં એ ફેલાઈ જશે એમ લાગતું હતું. તત્કાળ સામાજિક લેકશાહીવાદી નેતાઓ કીલ પહોંચી ગયા અને ખલાસીઓ તથા મજૂરેનું ધ્યાન બીજી બાજુએ વાળવામાં તેઓ સફળ થયા. પરંતુ એ ખલાસીઓ પોતપોતાનાં હથિયારો લઈને કી છડી ગયા અને આખા દેશમાં ફરી વળીને તેમણે સર્વત્ર ક્રાંતિનાં બીજ વાવ્યાં.
ક્રાંતિકારી ચળવળ દેશમાં ફેલાતી જતી હતી. બારિયા (દક્ષિણ જર્મની)માં પ્રજાસત્તાકની જાહેરાત કરવામાં આવી. આમ છતાંયે કેઝર તે પિતાને સ્થાને ચોંટી જ રહ્યો. નવેમ્બરની ૯મી તારીખે બર્લિનમાં સાર્વત્રિક હડતાલ શરૂ થઈ. બધું કામકાજ બંધ થઈ ગયું અને સહેજ પણ હિંસા થવા પામી નહિ કેમ કે શહેરમાંની લશ્કરની આખીયે પલટણ ક્રાંતિના પક્ષમાં ભળી ગઈ જૂની વ્યવસ્થા પડી ભાગી હોય એમ દેખાતું હતું અને હવે સવાલ માત્ર એ જ હતો કે એને સ્થાને શું આવશે. કેટલાક સામ્યવાદી નેતાઓ જર્મનીનું સેવિયેટ અથવા પ્રજાસત્તાક જાહેર કરવાની તૈયારીમાં હતા ત્યાં તે સામાજિક લેકશાહીવાદી પક્ષના એક આગેવાને પાર્લમેન્ટની પદ્ધતિથી ચાલતા પ્રજાસત્તાકની જાહેરાત કરીને તેમને થાપ આપી.
આ રીતે, જર્મનીનું પ્રજાસત્તાક ઊભું થયું. પરંતુ એ તે કેવળ છાયા સમાન પ્રજાસત્તાક હતું કેમ કે વાસ્તવમાં એથી કશેયે ફેરફાર થવા પામે નહોતે. પરિસ્થિતિને કાબૂ જેમના હાથમાં હતું તે સામાજિક લેકશાહીવાદીઓએ લગભગ બધું જ જેમનું તેમ રહેવા દીધું. તેમણે થેડી મોટી મોટી જગ્યાએ