________________
કેટલાક સુપ્રસિદ્ધ લેખકો સાહિત્યના ક્ષેત્રમાં ગેટેને સમકાલીન શિલર હતા. તે પણ કવિ હતા અને ગેટે કરતાં ઉંમરે નાને હતે. ઉંમરમાં તેનાથી એથી પણ ઘણો નાને હાઈનરિખ હાઈને હતા. તે જર્મન ભાષાને બીજે એક મહાન અને ચિત્તાકર્ષક કવિ હતે. તેણે અતિસુંદર ઊર્મિ કાવ્ય લખ્યાં છે. ગેટે, શીલર અને હાઈને એ ત્રણે કવિઓએ પ્રાચીન ગ્રીક સંસ્કૃતિ પૂરેપૂરી પચાવી દીધી હતી.
જર્મની એ ફિલસૂફના દેશ તરીકે જાણીતું છે. એટલે એક બે જર્મન ફિલસૂફેનાં નામનો ઉલ્લેખ પણ હું કરીશ. જોકે એમાં તને ઝાઝે રસ પડે એવો સંભવ નથી. જેમને એ વિષયમાં ભારે રસ હોય તેમણે તેમનાં પુસ્તક વાંચવા પ્રયત્ન કરવો જોઈએ. કેમ કે એ બહુ ગહન અને સમજવાં મુશ્કેલ છે. આમ છતાં પણ આ અને બીજા ફિલસૂફે આપણને આનંદ અને બોધ આપે છે; કેમ કે, તેમણે ચિંતનની જાત બળતી રાખી છે અને તેમની મારફતે આપણે વિચારોની પ્રગતિ અને વિકાસ સમજી શકીએ છીએ. ઈમૈન્યુઅલ કાન્ટ ૧૮મી સદીને મહાન જર્મન ફિલસૂફ હતો. ૧૮મી સદી પૂરી થતાં સુધી તે છવ્યો હતો. એ વખતે તેની ઉંમર ૮૦ વરસની હતી. ફિલસૂફીના વિષયમાં બીજું મોટું નામ હેગલનું છે. તે કાન્ટને અનુયાયી હતા અને સામ્યવાદના જનક કાર્લ માર્ક્સ ઉપર એના વિચારોની ભારે અસર પડી હતી એમ મનાય છે. ફિલસૂફેને માટે આટલું બસ છે.
૧૯મી સદીના આરંભમાં યુરોપમાં અને ખાસ કરીને ઇંગ્લંડમાં અનેક મહાન કવિઓ પાક્યા. રશિયાને સૈાથી વધારે નામી રાષ્ટ્રકવિ પુષ્કીન પણ એ જ અરસામાં થઈ ગયો. ઠંયુદ્ધને પરિણામે તે યુવાવસ્થામાં જ મરણ પામ્યો હતો. ક્રાંસમાં પણ એ વખતે ઘણું કવિઓ થઈ ગયા. પરંતુ હું માત્ર બે જ ઇંચ કવિઓનાં નામનો ઉલ્લેખ કરીશ. એમાં એક વિકટર હ્યુગે ૧૮૦૨ની સાલમાં જન્મ્યો હતો અને ગેટેની પેઠે તે પણ ૮૩ વરસ સુધી આવ્યું હતું. વળી ગેટેની પેઠે સાહિત્યના ક્ષેત્રમાં તેને પણ પિતાના દેશમાં દેવતાઈ પુરુષ તરીકે લેખવામાં આવતું હતું. લેખક તરીકે તેમજ રાજકારણના ક્ષેત્રમાં તેની કારકિર્દી વિવિધ હતી. રાજાશાહી અને આપખુદીના પક્ષકાર તરીકે તેણે પિતાનું જીવન શરૂ કર્યું, ધીમે ધીમે તે પિતાનું વલણ બદલતો ગયે અને ૧૮૪૮ની સાલમાં તે પ્રજાસત્તાવાદી બની ગયે. લૂઈ નેપોલિયન અલ્પજીવી બીજા પ્રજાસત્તાકનો પ્રમુખ બન્યા ત્યારે ઇંગેને તેણે તેના પ્રજાસત્તાકવાદી વિચારેને માટે દેશપાર કર્યો. ૧૮૭૧ની સાલમાં તેણે પેરિસ કોમ્યુનની તરફેણ કરી. સ્થિતિચુસ્તતાના એક અંતિમ છેડાથી ધીમે ધીમે પણ મક્કમપણે આગળ ખસતાં ખસતાં તે સમાજવાદના બીજા અંતિમ છેડા સુધી પહોંચ્યું હતું. ઘણુંખરા કે તેમની ઉંમર વધતી જાય છે તેમ તેમ સ્થિતિચુસ્ત અને પ્રત્યાઘાતી બનતા જાય છે. હૃગેની બાબતમાં એથી સાવ