________________
જૂનાં દેવાં પતાવવાની નવી રીત
૧૨૩૭ જણાતું હતું! લેણું વસૂલ કરવાને એ સિવાય બીજો ઉપાય જ નહોતું. પરંતુ લેણ-દેણના એ આખા વહેવારને આધાર એક જ વસ્તુ ઉપર હતું અને તે એ કે અમેરિકા જર્મનીને નાણાં ધીરવાનું હમેશાં ચાલુ રાખે. તે જ એમ કરતું બંધ થાય તે આખી વ્યવસ્થા તૂટી પડે.
પરંતુ આ લેણદેણમાં રોકડ નાણુની આપલે કરવામાં નહતી આવતી; એ તો કાગળ ઉપર જમા-ઉધાર કરવાની જ રમત હતી. અમેરિકાએ અમુક રકમ જર્મનીને ધીરી, જર્મનીએ તેને હવાલે મિત્રરાજ્યને આપે અને મિત્રરાજાએ તેને હવાલે પાછો અમેરિકાને આપે. વસ્તુતઃ નાણાંની લેવડદેવડ તે થઈ જ નહિ, માત્ર હિસાબના ચોપડાઓમાં એના હવાલા જ નંખાયા. જેઓ આગલા દેવાનું વ્યાજ સરખું પણ ન ભરી શકે એટલા બધા ગરીબ થઈ ગયા હતા તેવા દેશને અમેરિકા નાણાં ધીરનું કેમ ગયું? જેમ તેમ કરીને પણ તેમનો વ્યવહાર ચાલુ રાખવામાં મદદ કરવાને અર્થે તથા તેમને નાદાર બની જતા અટકાવવાને અમેરિકાએ એમ કર્યું; કેમ કે યુરોપની આર્થિક વ્યવસ્થા પડી ભાગશે એવો અમેરિકાને ડર લાગતું હતું, અને એમ થાય તે એનાં બીજાં માઠાં પરિણામની વાત તે બાજુએ રહી પણ અમેરિકાનું યુરોપ પાસેનું બધું લેણું ડૂબે એમ હતું. એથી કરીને, એક સમજુ શાહુકારની પેઠે અમેરિકાએ પોતાના દેણદારને જીવનવ્યવહાર ટકાવી રાખ્યા. પરંતુ થોડાં વરસો પછી અમેરિકા નિરંતર ધીરતા જવાની આ નીતિથી થાકયું અને તેણે તે બંધ કરી દીધી. તરત જ નુકસાની પેટે આપવાની રકમોની તથા દેવાની આખી ઇમારત કડાકાની સાથે તૂટી પડી, વાયદા પતાવાતા બંધ થયા અને યુરોપ તથા અમેરિકાનાં બધાં રાષ્ટ્ર ઊંડી ખાઈમાં જઈ પડ્યાં.
યુદ્ધ-નુકસાનીની રકમને પ્રશ્ન યુદ્ધ પછીનાં બાર ચૌદ વરસ સુધી યુરોપ ઉપર એક કારમી છાયાની પેઠે ઝઝૂમી રહ્યો હતે. એની સાથે સાથે જ યુદ્ધને અંગેના દેવાનો, એટલે કે, જર્મની સિવાયના દેશોના દેવાને પ્રશ્ન પણ હજી ઊભો હતે. મહાયુદ્ધ અંગેના પત્રમાં મેં તેને કહ્યું હતું તેમ શરૂઆતમાં ઈંગ્લેંડ તથા ફ્રાંસ યુદ્ધને ખરચ પૂરે પાડતાં હતાં તથા તેમનાં નાનાં મિત્રરાને તેઓ નાણાં ધીરતાં હતાં. પછીથી ક્રાંસનાં સાધનો ખલાસ થઈ ગયાં અને તેની નાણાં ધીરવાની શક્તિ રહી નહિ. પરંતુ ઈંગ્લડે હજી થોડા વખત સુધી નાણું ધીરવાનું ચાલુ રાખ્યું. પછીથી ઈંગ્લંડની આર્થિક વ્યવસ્થા પણ તૂટી પડી અને તે નાણાં ધીરી શક્યું નહિ. હવે માત્ર યુનાઈટેડ સ્ટેટ્સ નાણાં ધીરી શકે એમ હતું અને તેણે ઈગ્લેંડ, ફ્રાંસ તથા બીજા મિત્રરાજ્યોને ઉદાર હાથે નાણું ધીર્યા અને એ રીતે તેણે પોતે પણ લાભ ઉઠાવ્યો. આમ યુદ્ધ પૂરું થયા પછી થોડાક દેશો કાંસના દેવાદાર હતા, એથી વધારે દેશે ઈંગ્લંડના દેવાદાર હતા તેમ જ બધા મિત્રરાજ્યને અમેરિકામાં મોટી રકમનું દેવું હતું. માત્ર