________________
૧૨૩૮
જગતના ઈતિહાસનું રેખાદર્શન અમેરિકા જ એક એવો દેશ હતો કે જેને બીજા કોઈ પણ દેશનું દેવું નહોતું. તે વખતે તે મોટું લેણદાર રાષ્ટ્ર હતું. તેણે ઇંગ્લેંડનું પુરાણું સ્થાન પ્રાપ્ત કર્યું અને તે આખી દુનિયાનું શરાફ બન્યું. થેડા આંકડાઓ કદાચ આ વસ્તુ વધારે સ્પષ્ટતાથી બતાવશે. મહાયુદ્ધ પહેલાં અમેરિકા દેવાદાર દેશ હતું અને તેને બીજા દેશનું ત્રણસે કરડ પાઉંડનું દેવું હતું. પરંતુ યુદ્ધ પૂરું થતા સુધીમાં આ દેવું ભરી દેવામાં આવ્યું અને ઉપરાંત અમેરિકાએ જબરદસ્ત રકમે બીજા દેશને ધીરી. ૧૯૨૬ની સાલમાં અમેરિકા લેણદાર રાષ્ટ્ર હતું અને બીજાં રાષ્ટ્ર પાસે પચીસ કરોડ ડૉલરનું તેનું લેણું હતું.
- ઇંગ્લંડ, કાંસ અને ઈટાલી વગેરે દેવાદાર દેશ ઉપર યુદ્ધના આ દેવાને જબરદસ્ત બેજે હતા કેમ કે એ બધાં સરકારી દેવાં હતાં અને તેને માટે તે તે દેશની સરકાર જવાબદાર હતી. તેમણે અમેરિકા પાસે ખાસ પ્રકારની અનુકૂળ શરતે મેળવવા પ્રયત્ન કર્યો અને એ રીતે તેમને થોડી છૂટછાટો મળી પણ ખરી. પરંતુ એમ છતાંયે એ દેવાઓને જે તે ચાલુ જ રહ્યો. જ્યાં સુધી જર્મનીએ યુદ્ધની નુકસાની પેટેની રકમ (ખરી રીતે તે એ અમેરિકાએ ધીરેલી રકમ જ હતી.) ભરવાનું ચાલુ રાખ્યું ત્યાં સુધી દેવાદાર દેશોએ એ જ રકમ અમેરિકાને દેવા પેટે પાછી વાળી. પરંતુ નુકસાની પેટેની રકમ અનિયમિત રીતે આવવા લાગી અથવા આવતી બંધ થઈ ગઈ ત્યારે મિત્રરાને અમેરિકાનું દેવું ચૂકવવાનું મુશ્કેલ બની ગયું. યુરોપના દેવાદાર દેશોએ યુદ્ધની નુક્સાનીની રકમ તેમ જ યુદ્ધ અંગેના દેવાને જોડી દેવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે એ બંનેને એક સાથે વિચાર થવો જોઈએ અને જે એક બંધ થાય તે બીજું આપોઆપ બંધ થઈ જવું જોઈએ. પરંતુ અમેરિકાએ એ બંનેને જોડી દેવાની સાફ ના પાડી. અમેરિકાએ જણાવ્યું કે તેણે નાણાં ધીર્યા છે અને તે તેને પાછાં મળવાં જોઈએ છે. જર્મની પાસેથી યુદ્ધની નુકસાનીની રકમ મળે કે ન મળે તેની સાથે એને સંબંધ નથી; એ પ્રશ્નની ભૂમિકા સાવ જુદી જ છે. અમેરિકાના આવા વલણ સામે યુરોપમાં ભારે રોષ ફાટી નીકળ્યો અને તેને અનેક કડવી વાત સુણાવવામાં આવી. તેને વિષે કહેવાવા લાગ્યું કે, તે શાયક છે અને દેણદાર મરે કે જીવે તેની પરવા કર્યા વિના તેને તે કરેલી શરત . મુજબ શેર માંસ જોઈએ છે. ખાસ કરીને કાંસમાં એમ કહેવાવા લાગ્યું કે, અમેરિકા પાસે ઉછીનાં લેવામાં આવેલાં નાણાં એક સહિયારા કાર્યમાં એટલે કે યુદ્ધ લડવામાં વપરાયાં હતાં અને તેથી સામાન્ય પ્રકારના દેવાની પેઠે એને વિચાર થે ન ઘટે. આ બાજુ, અમેરિકા મહાયુદ્ધ પછીની યુરોપની હરીફાઈઓ અને કાવાદાવાઓથી કંટાળી ગયું. તેણે જોયું કે, ઈંગ્લેંડ, કાંસ તથા ઈટાલી તેમનાં લશ્કરે તથા નૌકાસૈન્યને અંગે હજીયે મેટી મોટી રકમ ખરચી રહ્યાં છે. એટલું જ નહિ પણ શસ્ત્રસજ્જ થવા માટે બીજા કેટલાક નાના દેશોને તેઓ