________________
જૂનાં દેવાં પતાવવાની નવી રીત
૧૩૯
નાણાં ધીરે પણ છે. યુરોપના એ દેશ પાસે શસ્ત્રસરંજામ માટે ખરચવાનાં આટલાં બધાં નાણાં હતાં તે પછી અમેરિકાવાસીઓ તેમને દેવામાંથી શાને મુક્ત કરે ? જે તેઓ એમ કરે તે એ નાણાં પણ તેઓ શસ્ત્રસરંજામ માટે ખરચવાના. અમેરિકાએ આવી દલીલ કરી અને તે પોતાના લેણાના દાવાને વળગી રહ્યું.
યુદ્ધની નુકસાનીની રકમની પેઠે જ યુદ્ધને અંગેનું દેવું કઈ પણ રીતે પતાવવાનું કાર્ય પણ એટલું જ મુશ્કેલ હતું. આંતરરાષ્ટ્રીય દેવું તેનું કે માલ આપીને, અથવા તો માલની લાવલઈજા કરીને, અથવા વહાણવટું કે એવી બીજી કામગીરી દ્વારા પતાવી શકાય. એ જબરદસ્ત રકમે તેનાથી પતાવવી મુશ્કેલ હતી; એટલું સોનું મળી શકે એમ હતું જ નહિ. અને માલ આપીને કે કામગીરી દ્વારા યુદ્ધની નુકસાની ભરપાઈ કરવાનું કે દેવું પતાવવાનું પણ લગભગ અશક્ય હતું. કેમકે અમેરિકા તથા યુરોપના દેશોએ જકાતની જબરી દીવાલે ઊભી કરી હતી અને તેને લીધે પરદેશી માલ દેશમાં આવતું બંધ થઈ ગયે હતે. એથી કરીને ઉકેલ નીકળી ન શકે એવી અશક્ય પરિસ્થિતિ પેદા થઈ અને ખરી મુશ્કેલી એ જ હતી. અને આમ છતાંયે, કોઈ પણ દેશ જકાતની દીવાલ નીચી કરવા કે તેની લેણુ રકમ પેટે માલનો સ્વીકાર કરવા તૈયાર નહોતો કારણ કે એથી કરીને પિતાના હુન્નરઉદ્યોગોને નુકસાન થતું હતું. એ એક અજબ પ્રકારની અને જેને ઉકેલ કરી ન શકાય એવી વિષમ પરિસ્થિતિ હતી.
અમેરિકાનું માત્ર યુરોપ પાસે જ લેણું નહતું. અમેરિકાના શરાફ તેમ જ વેપારીઓએ કૅનેડા તથા લૅટિન અમેરિકા (એટલે કે દક્ષિણ અને મધ્ય અમેરિકા તથા મેકિસકે)માં મેટી મેટી રકમ રોકી હતી. મહાયુદ્ધ દરમ્યાન આ લેટિન અમેરિકાના દેશો ઉપર આધુનિક ઉદ્યોગ અને યંત્રના સામર્થની ભારે છાપ પડી. આથી પિતતાના દેશને ઔદ્યોગિક વિકાસ કરવામાં તેમણે પોતાનું સઘળું લક્ષ કેન્દ્રિત કર્યું અને યુનાઈટેડ સ્ટેટ્સમાં અઢળક નાણું પડેલું જ હતું. એટલે ઉત્તરમાંથી ત્યાં આગળ નાણુને ધેધ વહેવા લાગ્યા. એ દેશેએ એટલા મોટા પ્રમાણમાં દેવું કર્યું કે તેનું વ્યાજ પણ તેઓ ભાગ્યે જ પતાવી શકે એમ હતું. સર્વત્ર સરમુખત્યારો ઊભા થયા અને જેમ અમેરિકા જર્મનીને નાણાં ધીરતું રહ્યું ત્યાં સુધી યુરોપમાં ઠીક ચાલ્યું, તે જ પ્રમાણે અમેરિકા લૅટિન અમેરિકાને પણ નાણાં ધીરતું રહ્યું ત્યાં સુધી તેને વ્યવહાર પણ ઠીક રીતે ચાલે. પરંતુ લૅટિન અમેરિકાને નાણાંનું ધીરાણ બંધ થયું એટલે યુરોપની પેઠે ત્યાંની આર્થિક વ્યવસ્થા પણ કડાકાની સાથે તૂટી પડી.
લેટિન અમેરિકામાં અમેરિકાએ કરેલા રોકાણને તથા તે કેટલી બધી ત્વરાથી વધ્યું હતું તેને ખ્યાલ આપવા માટે હું તને બે આંકડા જણવીશ.