________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન
ઉપાડી તે કુટુક અમે હૈ જતા આજ સર્વ, ગાણું ગાતા ગતરુચિરતાનું સુકઠે સગર્વ, ગાતા હસે મૃત લલિતતાનું અહે દૂર પર્વ. બાંધી લે તે પુનરપિ, શિશુ પૃથ્વીના હે મહાન ! સઈ લે તે પુનરપિ વધુ દિવ્ય ને સારવાન. હૈયે તારે ચણતર રચી દે તું એ ઉચ્ચ ભવ્ય,
તવ પુનરપિ પ્રાણુ તે ધાર નવ્ય. ઉલ્લાસે તું ફરીથી ચરખે સંસ્કૃતિને ચલાવ,
ઉચ્ચ ને શાન્તભાવ.
૧૩૦. ડાર્વિન અને વિજ્ઞાનને વિજય
૩ ફેબ્રુઆરી, ૧૯૩૩ કવિઓને છેડીને હવે આપણે વૈજ્ઞાનિકની વાત ઉપર જઈએ. કવિઓ હજી પણ કાંઈક અંશે બિનઅસરકારક લેખાય છે પરંતુ વૈજ્ઞાનિકે તે આજના જાદુગર છે અને જગતમાં તેમને પ્રભાવ તથા માન છે. ૧૯મી સદીમાં આમ નહોતું પહેલાંની સદીઓમાં યુરોપમાં વૈજ્ઞાનિકનું જીવન હમેશાં જોખમમાં રહેતું. અને કેટલીક વાર તેને જીવતે બાળી મૂકવામાં પણ આવતો. રોમમાં બ્રોને ચર્ચે કેવી રીતે બાળી મૂકયો હતો તે હું તને આગળ કહી ગયો છું. ૧૭મી સદીમાં, થોડાં વરસ બાદ, પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે એ કહેવા માટે ગેલીલિયે મરતે ભરત બા હતું. આ પ્રકારની નાસ્તિકતા બતાવવા માટે તેને જીવતે બાળી મૂકવામાં આવત પણ તેણે માફી માગી લીધી અને પિતાનાં આગળનાં વચનો પાછા ખેંચી લીધાં. આ રીતે ચર્ચ યુરોપમાં વિજ્ઞાન સાથે હમેશાં અથડામણમાં આવતું હતું અને નવા વિચારને દાબી દેતું હતું. સંગઠિત ધર્મને લગતી યુરોપમાં તેમ જ અન્યત્ર કેટલીક કટ્ટર માન્યતાઓ હેય છે અને તેના અનુયાયીઓએ કશા પ્રશ્ન કે શંકા કર્યા વિના તેને સ્વીકાર કરવાનું હોય છે. પરંતુ વિજ્ઞાનની દૃષ્ટિ એથી જુદા જ પ્રકારની હોય છે. કઈ પણ વસ્તુ તે એમ ને એમ માની લેતું નથી, તેની કઈ કટ્ટર માન્યતા હેતી નથી અથવા કહે કે હોવી જોઈએ નહિ. એ મન ખુલ્લું રાખવાને ઉત્તેજન આપવા માગે છે અને ફરી ફરીને પ્રયોગ કરી તે દ્વારા સત્યને પામવાનો પ્રયત્ન કરે છે. દેખીતી રીતે જ આ દષ્ટિ ધાર્મિક દૃષ્ટિથી બિલકુલ ભિન્ન છે અને ભૂતકાળમાં એ બંને વચ્ચે અનેક વાર અથડામણ થવા પામી, એમાં કશું