________________
આરબ દેશ -~ સીરિયા
૧૧
"
લખાયેલી હતી કેમ કે, વધારે સુગમતાથી રાજવહીવટ ચલાવવાને માટે, ભાગલા પાડવાની સામ્રાજ્યવાદી જૂની નીતિ એ દરેક મેન્ડેટ ’ની હદમાં પણ અજમાવવામાં આવી. હવે એ દરેક દેશના અલગ અલગ વિચાર કરવાનું સુગમ થઈ પડશે. આથી હવે હું ફ્રેંચ ‘મેન્ડેટ ’સીરિયાની વાત પ્રથમ કહીશ.
૧૯૨૦ની સાલના આરંભમાં હેાઝના બાદશાહ હુસેનના પુત્ર અમીર ફૈઝલના હાથ નીચે સીરિયામાં અંગ્રેજોની મદદથી આરબ સરકારની સ્થાપના કરવામાં આવી. સીરિયાની રાષ્ટ્રીય પરિષદ મળી અને તેણે સંયુક્ત સીરિયા માટે લાકશાહી રાજ્યબંધારણ ઘડી કાઢયું, પરંતુ આ તે થાડા માસના જ તમારા હતા. ૧૯૨૦ના ઉનાળામાં ફ્રેંચ પ્રજાસÛ સીરિયા માટે આપેલા મેન્ટેડ લઈને ત્યાં આવ્યા. તેમણે ફૈઝલને ત્યાંથી હાંકી કાઢ્યો અને ખળજબરીથી દેશને કબજો લીધે. સીરિયા એક નાનકડા દેશ છે અને તેની વસ્તી ત્રીસ લાખ કરતાંયે એછી છે. પરંતુ તે ફ્રેંચાને માટે સિંહની ખેડ કરતાંયે વસમા થઈ પડ્યો. કેમ કે, સીરિયાના મુસલમાન તેમ જ ખ્રિસ્તી આરએએ હવે સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવાના નિર્ધાર કરેલા હોવાથી બીજી સત્તાના આધિપત્યને સહેલાઈથી વશ થવાના તેમણે ઇન્કાર કર્યાં. ત્યાં આગળ નિરંતર તકલીફ ઊભી થયાં જ કરી; ઠેકઠેકાણે સ્થાનિક ડૈ થયાં અને સીરિયામાં પોતાના અમલ ચાલુ રાખવા માટે મોટુ ફ્રેંચ લશ્કર ત્યાં આગળ ખેલાવવાની જરૂર પડી. પછીથી ફ્રેંચ સરકારે સામ્રાજ્યવાદની હંમેશની યુકિત અજમાવી, દેશને હજી પણ વધારે નાનાં નાનાં રાજ્યામાં વહેંચી નાખીને તેમ જ ધાર્મિક તેમ જ લઘુમતીઓના મતભેદોને માટુ' સ્વરૂપ આપીને સીરિયાના રાષ્ટ્રવાદને દુળ બનાવવાના પ્રયત્ન તેમણે આયેા. ભાગલા પાડીને રાજ્ય કરા' એ તેમની છરાદાપૂર્વકની નીતિ હતી અને તેમણે તેની લગભગ સત્તાવાર જાહેરાત કરી હતી.
'
સીરિયા નાનકડા દેશ હાવા છતાંયે હવે તેને પાંચ અલગ અલગ રાજ્યમાં વહેંચી નાખવામાં આવ્યા. પશ્ચિમ તરફના સમુદ્ર કિનારા ઉપર અને લેખેનન પર્વતની નજીક લેખેનનનું રાજ્ય ઊભું કરવામાં આવ્યું. ત્યાં આગળના મોટા ભાગના લાકે મેતારાઈટ નામના ખ્રિસ્તી સંપ્રદાયના છે. સીરિયાના મુસલમાન આરાની વિરુદ્ધ તેમને પોતાના પક્ષના કરી લેવા માટે ફ્રેંચેએ તેમને ખાસ દરજ્જો અઠ્યા.
લેખેનનની ઉત્તરે, દરિયા કાંઠા ઉપર જ, પહાડામાં બીજું એક નાનકડુ રાજ્ય ઊભું કરવામાં આવ્યું. ત્યાં આગળ અલાવી નામના મુસલમાનો વસતા હતા. એની પણ ઉત્તરે ઍલેકઝાંડેટા નામનું ત્રીજું એક રાજ્ય ઊભું કરવામાં આવ્યું. એ તુર્કીની સરહદ સાથે જોડાયેલુ છે અને ત્યાં મોટે ભાગે તુ ભાષા માલનારા લોકો વસે છે.