________________
૧૧૮૮
જગતના ઇતિહાસનું રેખાદર્શન આ રીતે, હવે બાકી રહેલા સીરિયાને તેના કેટલાક સૌથી ફળદ્રુપ જિલ્લાઓથી વંચિત કરવામાં આવ્યું અને એથીયે વિશેષ ખરાબ તે એ હતું કે તેને સમુદ્રથી બિલકુલ અળગું કરી દેવામાં આવ્યું. હજારે વરસથી સીરિયા ભૂમધ્ય સમુદ્ર ઉપરને એક મહાન દેશ રહ્યો હતે. પરંતુ આ પ્રાચીન સંબંધ તોડી નાખવામાં આવ્યો અને હવે વેરાન રણ સાથે તેને પાનું પાડવું પડયું. આ બાકી રહેલા સીરિયામાંથી પણ એક ડુંગરાળ ટુકડે અલગ પાડીને જબલ–અદ-દ્રુજ નામનું એક જુદું રાજ્ય બનાવવામાં આવ્યું. ત્યાં આગળ કુજ જાતિના લેકે વસતા હતા. - સીરિયાના લેકે આરંભથી જ “મેન્ડેટ”ની વિરુદ્ધ હતા. ત્યાં આગળ અનેક ઝઘડાઓ થયા અને “મેન્ડેટ'ની વિરુદ્ધ ભારે દેખાવો કરવામાં આવ્યા. આ દેખાવમાં સ્ત્રીઓએ પણ ભાગ લીધે. ફ્રેંચ લોકેએ આ બધું મજબૂત હાથે દાબી દીધું. દેશના ભાગલા પાડીનાખવામાં આવ્યા તેથી તેમ જ જાણીબૂજીને ધાર્મિક તથા લધુમતીના પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા. તેથી, તે પરિસ્થિતિ વધુ બગડવા પામી અને અસંતોષ વધી ગયા. એ દાબી દેવાને માટે હિંદુસ્તાનના અંગ્રેજોની પેઠે ફેંચે એ વ્યક્તિગત તેમ જ રાજકીય સ્વાતંત્ર્ય છીનવી લીધું અને આખા દેશમાં સર્વત્ર છૂપી પોલીસ અને જાસૂસની જાળ પાથરી દીધી. સામાન્ય રીતે, જેમને તેમના દેશવાસીઓ પ્રજાદ્રોહી ગણતા હતા તથા પ્રજામાં જેમની કશીયે લાગવગ નહતી એવા “વફાદાર' સીરિયનને તેમણે પિતાના અમલદારે બનાવ્યા. અલબત, અતિશય ઉદાત્ત હેતુઓને ડાળ રાખીને આ બધું કરવામાં આવતું હતું. અને ફ્રેન્ચાએ જાહેર કર્યું કે, “સીરિયાના લેકને રાજદ્વારી બાબતે વિષે પૂરેપૂરી સમજ આપવી તથા તેમને સ્વતંત્રતાની તાલીમ આપવી એ અમારી ફરજ છે, એમ અમે માનીએ છીએ.” હિંદમાં અંગ્રેજો પણ આને મળતી ભાષામાં જ વાત કરે છે !
પરિસ્થિતિ, ખાસ કરીને જબલ–અદ-કૂજના લડાયક અને કંઈક અંશે આરણ્યક લેકમાં વિષમ થતી ગઈ. (એ લેકે હિંદના વાયવ્ય સરહદના તાયફાવાળાઓને મળતા છે.) ફ્રેંચ ગવર્નર તૂજ લેકે ના આગેવાનો સાથે અતિશય હીન પ્રકારની રમત રમે. તેણે તેમને આમંત્રણ આપ્યું અને પછી તેમને બાંયધરી તરીકે કેદ કરી લીધા. આ બનાવ ૧૯૨૫ના ઉનાળામાં બન્યો. અને એ પછી તરત જ જબલ–અદ-દ્રજમાં બળો ફાટી નીકળ્યો. આ સ્થાનિક બળ આખા દેશમાં ફરી વળ્યું અને તેણે સીરિયાની સ્વતંત્રતા તથા એકતાના બળવાનું સ્વરૂપ ધારણ કર્યું. - સીરિયાનું આ સ્વાતંત્ર્ય યુદ્ધ એ એક અદ્વિતીય ઘટના હતી. હિંદુસ્તાનના બે ત્રણ જિલ્લાઓના કદના આ નાનકડા દેશે તે વખતની દુનિયાની સૌથી બળવાન લશ્કરી સત્તા માંસ સામે લડવાને હામ ભીડી. બેશક, સીરિયન