________________
મહાયુદ્ધ ૧૯૧૪૧૮
૧૦૦૭
વહેંચી ખાવાનું કામ બહુ આનંદજનક હતું. મિત્રરાજ્યાના રાજદ્વારી પુરુષોએ જાહેર રીતે કરેલાં નિવેદનથી આ ગુપ્ત સધિ સાવ વિરુદ્ધ હતી. રશિયન આલ્શેવિકાએ સત્તા હાથ કરી ત્યારે તેમણે એ સધિ પ્રસિદ્ધ ન કરી હાત તો એની કાઈ ને ખબર સરખી પણ ન પડત.
છેવટે મિત્રરાજ્યોને (ઇંગ્લંડન્ફ્રાંસના પક્ષને ટૂંકમાં હું મિત્રરાજ્યેા કહીશ) પક્ષે બાર કે એથી વધારે દેશા થયા. તે આ હતા. બ્રિટન અને તેનું સામ્રાજ્ય, ક્રાંસ, રશિયા, ઇટાલી, યુનાઈટેડ સ્ટેટ્સ, મેલ્જિયમ, સર્બિયા, જપાન, ચીન, રુમાનિયા, ગ્રીસ અને પોર્ટુગાલ, (કદાચ એક એ વધારે દેશ એ પક્ષે હશે પણ મને તે યાદ નથી). જર્મનીના પક્ષમાં જર્મની, ઑસ્ટ્રિયા, તુર્કી તથા બલ્ગેરિયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ ત્રીજે વરસે યુદ્ધમાં પડયું. અત્યાર પૂરતી તેની ગણતરી કરવી બાકી રાખીએ તોયે મિત્રરાજ્યાની સાધનસામગ્રી જર્મનીના પક્ષ કરતાં ઘણી વધારે હતી એ ઉધાડુ છે. તેમની પાસે માણસે વધારે હતા, નાણાં વધારે હતાં, હથિયારો તથા દારૂગોળા બનાવનારાં કારખાનાં વધારે હતાં અને એ બધા કરતાં વિશેષ તે એ કે દરિયા ઉપર તેમનું પ્રભુત્વ હતું. એ પ્રભુત્વને લીધે તેઓ તટસ્થ દેશોની સામગ્રી સહેલાઈથી મેળવી શકતાં હતાં. સમુદ્ર ઉપરના તેમના આ પ્રભુત્વને લીધે મિત્રરાજ્યો આમ યુનાઈટેડ સ્ટેટ્સ પાસેથી યુદ્ધ માટે જરૂરી સામાન કે ખારાક મેળવી શકતાં હતાં તથા નાણાં પણ ઉછીનાં લઈ શકતાં હતાં. જની તથા તેના મિત્રા ચારે તરફથી દુશ્મનોથી ઘેરાઈ ગયેલા હતા. તૂળી જર્મનીના મિત્રા નબળા દેશે। હતા અને તેઓ તેને ઝાઝી મદદ કરતા નહાતા. ઘણી વાર તે તે જર્મનીને એજારૂપ હતા અને તેમને ટકાવી રાખવા પડતા હતા. આમ, વાસ્તવમાં એકલા જર્મનીએ જ મેાટા ભાગની દુનિયા સામે હથિયાર ઉગામ્યાં હતાં. દરેક રીતે જોતાં એ અસમાન સાઠમારી હતી એમ લાગે છે. આમ છતાંયે, ચાર ચાર વરસ સુધી જર્મનીએ દુનિયાને ખાળી રાખી અને અનેક વાર તે વિજયની હાથવેંતમાં પહેાંચી ગયું હતું. વરસ સુધી યુદ્ધનું ભાવિ અધ્ધર તેાલાઈ રહેલું લાગ્યું. એક રાષ્ટ્રને માટે
આ ભગીરથ પુરુષાર્થ હતા અને જમનીએ ઊભા કરેલા ભવ્ય લશ્કરી યંત્રને કારણે જ એ શક્ય બન્યું હતું. છેવટ સુધી, એટલે કે જની તથા તેના મિત્રદેશેાની આખરી હાર થઈ ત્યાં સુધી હજીયે . જર્મન સૈન્ય અકબંધ હતું અને તે પરપ્રદેશ ઉપર ઊભું હતું.
મિત્રરાજ્યાના પક્ષમાં ફ્રેંચ સૈન્યને યુદ્ધના સૌથી વધારે ખાજો ઉઠાવવા પડયો અને પોતાના તરુણાના જીવનને જબરદસ્ત ભાગ આપીને ક્રાંસવાસી જ જન લશ્કરી યંત્રની સામે ટકી રહ્યા. નૌકાસૈન્યની બાબતમાં તથા દરિયા ઉપર તેમ જ મુત્સદ્દીગીરી અને પ્રચારના ક્ષેત્રામાં ઇંગ્લૐ માટી કાળા આપ્યા. પોતાના સૈન્ય ઉપર મુસ્તાક રહેલું જર્મની તટસ્થ દેશો સાથેની પોતાની