________________
પ્રકાશકનું નિવેદન પં. જવાહરલાલજીના જગતના ઈતિહાસનો આ બીજો ખંડ ધાર્યા પ્રમાણે પૂરો કરીને વાચકને પહોંચાડી શકાય છે, તેથી આનંદ અને કૃતાર્થતા અનુભવીએ છીએ. પહેલા ભાગમાં જણાવ્યું હતું તેમ, આ દળદાર ગ્રંથનું છાપકામ ૧૯૪રમાં ચાલુ કર્યું હતું. એટલે કે, ૧૯૩૦-૨ની લડત વખતે લખાયેલા આ પુસ્તકને આપણે દસે વરસે જ્યારે એ લડતમાં નવો યુગ શરૂ થયો છે, ત્યારે બહાર પાડીએ છીએ. એમાં એક પ્રકારની શિથિલતા રહેલી છે, તે બીજી બાજુએથી જોતાં અમુક કારણ પણ બતાવી શકાય છે.
આ પુસ્તક પંડિતજીએ જેલની “નવરાશ અને તટસ્થવૃત્તિમાં લખ્યું. કદાચ એ જ એને માટે યોગ્ય વાતાવરણ હતું. ત્યાં જ જોઈતી નવરાશ મળી રહે એ તે ઉઘાડું છે.
આ ગુજરાતી અનુવાદ જોડે પણ જેલની સંધિ થયેલી છે. ૧૯૪રમાં જ્યારે એનું છાપકામ શરૂ કર્યું ત્યારે શરૂ થડક ભાગ જ તૈયાર હતા. પછી જેલયાત્રા શરૂ થઈ. અનુવાદકને એ સમય રૂડે ખપ લાગી ગયા. થોડાક મહિનાની અંદર તેમણે બાકીનું – લગભગ પોણું ઉપરનું કહીએ તોય ચાલે – કામ જેલની નિરાંત અને નવરાશમાં પતાવ્યું. આથી જ આ પુસ્તક આટલું જલદીથી આપી શકાયું એમ કહેવાય. જેલ આપણું સમગ્ર રાષ્ટ્રીય જીવનમાં એક જરૂરી ભાગ બની ગઈ લાગે છે આ પુસ્તકને માટે તેની સંધિ એક ઉચિત સંસ્મરણ કહેવાય.
આ ગ્રંથમાં જગતને ઇતિહાસ પંડિતજી લગભગ ૧૯૩૮ સુધી આલેખે છે. ત્યાર બાદ તે આપણું દેશ માટે જ નહિ, આખા જગત ને માનવજાતને માટે એક ભારે મંથન-કાળ ને મારામારી આવી લાગ્યાં છે, ને હજી એ પૂરાં થયાં નથી. એ વર્ષોને જ ઈતિહાસ એક મેટા ગ્રંથ જેટલી જગા માગી લે એ મહાન છે. એવા કાળે “જગતના ઈતિહાસકાર” જેલમાં હોય એ પણ એ જ મહાન ઘટનાની જ એક કથા છે. આ જેલમાં તેમણે આ વર્ષોનાં પ્રકરણે લખ્યાં હશે ? એને માટે ઢગબંધ નેધ અને બળબળતા વિડ્યારે તે જરૂર એકઠાં થયેલાં જ. એ બધું આ પુસ્તક જોડે આવી ન શકે; આ પુસ્તકને સંકલ્પ તે આ ભાગ છાપવાની સાથે પૂરો થાય છે.