________________
શસ્ત્રસંન્યાસ
૧૪૨૩ ફ્રાંસ ઉપર જર્મનીએ ભૂતકાળમાં કરેલા હુમલાઓનું સ્મરણ તેને તાજું જ હતું એટલે તે તે હમેશાં “સલામતી’ ઉપર જ ખાસ ભાર મૂકતું. તેની કહેવાનો મતલબ એ હતી કે આક્રમણ અથવા હુમલે કરવાનું સાવ અશક્ય નહિ તે મુશ્કેલ પણ બની જાય એવી કંઈક ગોઠવણ કરવી જોઈએ. તેણે એવું સૂચવ્યું કે, હુમલાખોરની સામે જેને ઉપયોગ કરી શકાય એવું આંતરરાષ્ટ્રીય સૈન્ય પ્રજાસંધના આશરા હેઠળ ઊભું કરવું અને દરેક રાત્રે માત્ર હળવી શસ્ત્રસામગ્રીવાળું નાનું સરખું સૈન્ય રાખવું. બધાંયે હવાઈ દળો માત્ર પ્રજાસંધના અંકુશ નીચે જ રાખવાં. પરંતુ એ રીતે તે પ્રજાસંધ ઉપર કાબૂ ધરાવનારાં મહાન રાષ્ટ્રના હાથમાં જ બધી સત્તા જતી રહે અને વાસ્તવમાં આખાયે યુરોપ ઉપર ફ્રાંસનું પ્રભુત્વ જામે એ મુદ્દા ઉપર એ દરખાસ્તનો વિરોધ કરવામાં આવ્યું.
હુમલાખોર કોને કહે ? એ એક મુશ્કેલ પ્રશ્ન છે કારણ કે હુમલે કરનાર દરેક રાષ્ટ્ર એ રીતે પોતે સંરક્ષણાત્મક પગલાં લઈ રહ્યું છે એમ જ હમેશાં કહે છે. તેઓ હુમલાખોરો છે એમ જાપાને મંચૂરિયામાં કે ઇટાલીએ એબિસ નિયામાં કબૂલ નહોતું કર્યું. મહાયુદ્ધમાં દરેક રાષ્ટ્ર પિતાના દુશ્મનને હુમલાખોર જ કહેતું હતું. આથી તેની સામે જે પગલાં લેવાં હોય તે હુમલાખોરની ચોક્કસ અને સ્પષ્ટ વ્યાખ્યા કરવાની જરૂર હતી. સેવિયેટ રશિયાએ રજૂ કરેલી વ્યાખ્યા પ્રમાણે જે કોઈ પણ રાષ્ટ્ર પોતાની સરહદ ઓળંગીને પિતાનું સશસ્ત્ર સન્ય બીજા દેશોમાં મોકલે અથવા તે બીજા દેશના દરિયાકાંઠાની નાકાબંધી કરે તે તે હુમલાર રાષ્ટ્ર બને છે. પ્રમુખ રૂઝવેલ્ટ અને પ્રજાસંઘની એક સમિતિએ પણ “હુમલાખોર'ની એવી જ મતલબની વ્યાખ્યા કરી હતી. રશિયા અને તેના પાડોશીઓ વચ્ચે થયેલા બિનઆક્રમણના કરારેમાં “હુમલાખોરની” સેવિયેટે કરેલી વ્યાખ્યાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ફ્રાંસ સહિત નાનીમેટી ઘણીખરી સત્તાઓએ પણ એ વ્યાખ્યા માન્ય રાખી હતી. બેશક જાપાન એ વ્યાખ્યાથી ભારે મૂંઝવણમાં પડી ગયું અને ઈંગ્લડે તે માન્ય રાખવાની ના પાડી. તે તે એ વસ્તુ અસ્પષ્ટ જ રાખવા માગતું હતું. એમાં ઈટાલીએ તેને ટેકે આપો.
શસ્ત્રસંન્યાસ માટેની ઇગ્લેંડની દરખાસ્તનો મુદ્દો એ હતો કે બ્રિટનને તેની શસ્ત્રસામગ્રી તથા સૈન્ય ઘટાડવાની જરૂર નથી; બીજાં રાષ્ટ્રએ જ નિઃશસ્ત્ર થવાનું હતું. હવાઈ બૅબમારે સદંતર બંધ કરી દેવાની બાબતમાં સૌ કોઈ . સંમત થયું પરંતુ “બહારના પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુને અર્થે કરવામાં આવે તે બાદ કરતાં” એ બ્રિટને તેમાં સુધારો મૂક્યો. એને અર્થ એ હતું કે સામ્રાજ્યના ભાગમાં બૅબમારે કરવાની તેને છૂટ જોઈતી