SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ઈગ્લેંડ અને આયર્લેન્ડ વચ્ચે સાત સદીને ઝઘડે ૯૩૩ લાવ્યાં અને ઘેરાયેલા લેકને રાહત આપી. ૧૬૯૦ની સાલમાં લિમેરિકમાં એથી ઊલટું બન્યું. એ કૅથલિક આયરિશના શહેરને અંગ્રેજોએ ઘેરે ઘાલે. આ ઘેરાને વીર યોદ્ધો પૈટ્રિક સાર્સફિલ્ડ હતું. તેણે ભારે મુશ્કેલીઓ સામે લિમેરિકને બહાદુરીપૂર્વક બચાવ કર્યો. લિમેરિકને બચાવ કરવામાં આયરિશ સ્ત્રીઓ પણ લડી હતી. અને આયર્લેન્ડનાં ગામડાંઓમાં સાર્સફિલ્ડ તથા તેના વીર લડવૈયાઓનાં ગેલિક ભાષાનાં ગીતે આજે પણ ગવાય છે. સાર્સફિલ્વે છેવટે લિમેરિક છેડી દીધું. પરંતુ અંગ્રેજો સાથે માનભરી સંધિ કર્યા પછી જ તેણે તેમ કર્યું. લિમેરિકની સંધિની એક શરત એ પણ હતી કે આયરિશ કૅથલિકાને સંપૂર્ણ નાગરિક તેમ જ ધાર્મિક સ્વતંત્રતા આપવી. અંગ્રેજોએ અથવા સાચું કહેતાં આયર્લેન્ડમાં વસતાં અંગ્રેજ જમીનદાર કુટુંબેએ લિમેરિકની સંધિને ભંગ કર્યો. આ ટૅટેસ્ટંટ કુટુંબને ઇંગ્લંડના તાબા નીચેની ડબ્લિનની પાર્લામેન્ટ ઉપર કાબૂ હતું અને લિમેરિક આગળ ગંભીરતાપૂર્વક વચન આપ્યું હોવા છતાંયે તેમણે કૅથલિકોને નાગરિક કે ધાર્મિક સ્વતંત્રતા આપવાની ના પાડી. બદલામાં કૅથલિકને શિક્ષા કરનારા તથા ઈરાદાપૂર્વક આયરિશ લેકના ઊનના વેપારનો નાશ કરનાર ખાસ કાયદાઓ તેમણે ક્ય. સાથે ખેતી કરનારા ખેડૂત વર્ગને નિર્દય રીતે કચરી નાખવામાં આબે તથા એવા ખેડૂતોને તેમની જમીન ઉપરથી હાંકી કાઢવામાં આવ્યા. યાદ રાખજે કે મોટા ભાગની વસતી સામે માત્ર મૂઠીભર પરદેશી જમીનદારોએ આ કર્યું હતું. એ વસતી પ્રધાનપણે કેથલિક સંપ્રદાયની હતી અને એના મોટા ભાગના લેક ગણોતિયા ખેડૂત હતા. પરંતુ બધી સત્તા આ અંગ્રેજ જમીનઘરેના હાથમાં હતી. એ જમીનદારે પિતાની જમીનથી બહુ દૂર રહેતા હતા અને ગણોતિયાઓને નિર્દય અને લૂંટારા આડતિયાઓ તથા ગણોત ઉધરાવનારાએના હાથમાં સોંપી જતા હતા. લિમેરિકની વાત આજે તે જૂની થઈ ગઈ છે પરંતુ ગંભીરપણે આપવામાં આવેલે કાલ તેડવામાં આવ્યું તેને કારણે જે કડવાશ અને ક્રોધ પેદા થયાં તે હજી પણ ઓછાં થયાં નથી. અને અંગ્રેજોએ આયર્લેન્ડમાં કરેલા વંચનભંગની પરંપરામાં લિમેરિકન વચનભંગ આયર્લેન્ડના રાષ્ટ્રવાદીઓના માનસમાં આજે પણ અગ્રસ્થાને રહ્યો છે. એ વખતે કરવામાં આવેલા આ કરારભંગ, ધાર્મિક અસહિષ્ણુતા અને દમન તથા જમીનદારની નિર્દયતાને કારણે સંખ્યાબંધ આયર્લેન્ડવાસીઓ પોતાનું વતન છોડીને પરદેશ ચાલ્યા ગયા. આયર્લેન્ડના ચુનંદા યુવાને પરદેશ ચાલ્યા ગયા અને ઇંગ્લેન્ડ સામે લડતા કઈ પણ દેશને તેમણે પિતાની સેવાઓ અપી. ઇંગ્લેન્ડ સામે જ્યાં જ્યાં લડાઈ ચાલતી ત્યાં ત્યાં આ આયરિશ યુવકો અચૂક હોવાના જ. “ગુલિવર્સ ટ્રાવેલ્સને લેખક જેનાથન સ્વિફટ આ કાળમાં (૧૬ ૬૭થી ૧૭૪૫) થઈ ગયું. તેણે પિતાના આયરિશ દેશબંધુઓને આપેલી સલાહ -૧૭
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy