________________
૧૧૪૮
જગતના ઇતિહાસનું રેખાદર્શન
આવ્યા તથા જેલમાં ભારે કડકાઈભર્યું વર્તન દાખવવામાં આવ્યું. દેશમાં એક બાજુ ઑર્ડિનન્સીના કારડા વીઝાતા હતા અને બીજી બાજુએ દૃઢતાથી અને વ્યવસ્થિત રીતે એ ઑર્ડિનન્સીના ભંગ કરવામાં આવતા હતા. વળી વિદેશી કાપડ અને બ્રિટિશ માલના બહિષ્કાર કરવામાં આવ્યો. લગભગ એક લાખ જેટલા માણુસા જેલમાં ગયા અને થાડા વખત માટે તે આ શાંત અને અડગ લડતે આખી દુનિયાનું લક્ષ પોતાના તરફ ખેંચી રાખ્યું.
આ લડતની ત્રણ હકીકતા તરફ હું તારું લક્ષ ખેંચવા માગું છું. સરહદ પ્રાંતમાં આવેલી ભારે રાજકીય જાગ્રતિ એ એમાંની પ્રથમ હકીકત છે, લડતના છેક આરંભના સમયમાં, ૧૯૩૦ની સાલના એપ્રિલ માસમાં પેશાવરમાં શાંત ટાળા ઉપર ભીષણુ ગોળીબાર કરવામાં આવ્યા અને આખા વરસ દરમ્યાન આપણા સરહદના દેશબંધુઓએ તેમના પ્રત્યે દાખવવામાં આવેલે અજબ હેવાનિયતભયાઁ વર્તાવ ભારે વીરતાપૂવ ક સહન કર્યાં. આ વસ્તુ બે રીતે આશ્રય કારક હતી કેમ કે સરહદના લેાકેા બિલકુલ શાંત વૃત્તિના નથી અને સહેજ પણ કારણ મળતાં તેઓ ઉશ્કેરાઈ જાય છે. અને આમ છતાં પણ તેમણે શાંતિ જાળવી રાખી. લડતમાં એકદમ મેખરે આવી જવુ અને આવા વીરતાભર્યાં ભાગ ભજવવે એ વસ્તુ પડાણા જેવા રાજકીય ક્ષેત્રમાં નવા આવનારાઓની બાબતમાં અતિશય પ્રશંસનીય અને હેરત પમાડનારી છે
હિંદી સ્ત્રીઓમાં આવેલી અપૂર્વ જાતિ એ ખીજી એક નોંધપાત્ર હકીકત છે. ખરેખર, એ મહાન વરસને એ સૌથી મહત્ત્વને બનાવ છે. લાખાની સ ંખ્યામાં જે રીતે તેમણે પોતાના પડદો ફગાવી દીધા તથા પોતાના ઘરની સુરક્ષિતતા છેાડી પોતાના ભાઈ એની પડખે રહીને લડતમાં ભાગ લેવાને મેદાને પડી અને વીરતામાં ઘણી વાર પુરુષોને ઝાંખા પાડી દીધા એ બધું જેમણે સગી આંખે ન જોયું હોય તેમને માટે માનવું મુશ્કેલ હતું.
ત્રીજી નોંધપાત્ર હકીકત એ છે કે, ચળવળ વિકસતી ગઈ તેમ તેમ, ખેડૂતોના સબંધમાં આર્થિક ખળા પોતાના ભાગ ભજવવા લાગ્યાં. ૧૯૩૦ની સાલ એ જગદ્જ્ગ્યાપી મહાન કટોકટીનું પહેલું વરસ હતું અને ખેતીની પેદાશના ભાવા એકદમ ગગડી, ગડ્યા. આથી ખેડૂતો ભારે નુકસાનમાં આવી પડ્યા, કેમ કે ખેતીની પેદાશના વેચાણુ ઉપર જ તેમની આવકના આધાર હેાય છે. તેમની આ મુસીબત સાથે નાકરની લડત બંધ બેસતી આવી અને સ્વરાજ એ કેવળ તેમનું દૂરનું રાજકીય ધ્યેય નહિ પણ તેમને તાત્કાલિક આર્થિક પ્રશ્ન બની ગયા. અને આ વસ્તુ વધારે મહત્ત્વની હતી. આ રીતે, ચળવળ તેમને માટે વધારે અથવાળી બની. એમાં જમીનદાર તથા ગણાતિયાએ વચ્ચેના વર્ગવિગ્રહનું તત્ત્વ દાખલ થવા પામ્યું. ખાસ કરીને યુક્તમાંતા તથા પશ્ચિમ હિંદમાં આમ બનવા પામ્યું.