________________
જૂનાં દેવાં પતાવવાની નવી રીત
૧૨૪૧
તેમ જ ઘણી વાર તે કાયદાના ભંગ પણ કરતી.. આ · માટી મોટી વેપારી પેઢીઓ 'માં ભારે સડા વ્યાપેલા હતા. પરંતુ જ્યાં સુધી સાČત્રિક આબાદી પ્રવર્તતી હતી ત્યાં સુધી અમેરિકન પ્રજાને તેની પરવા નહાતી.
હિંદુસ્તાન તથા ચીન જેવા બિનઔદ્યોગિક અને પછાત દેશને મુકાબલે આધુનિક ઔદ્યોગિક સુધારા એક દેશને કેટલી હદ સુધી ઊ ંચે લઈ જઈ શકે છે તે બતાવવાને તેમ જ એ પછીનાં વરસેામાં આવેલી આર્થિક કટોકટી અને અનાવસ્થા જેને વિષે હું હવે પછી તને કહેવાને છું તેની — સાથે એની તુલના કરવાને માટે ૧૯૨૦થી ૩૦નાં વરસો દરમ્યાનની અમેરિકાની આ સમૃદ્ધિના આંકડા તને કહ્યા છે.
આ આર્થિક કટોકટી થાડાં વરસો પછી આવવાની હતી. એશિયા અને યુરોપ જે મુસીબતો અને વિટંબણા ભગવી રહ્યા હતા તેમાંથી અમેરિકા છેક ૧૯૨૯ની સાલ સુધી બચી ગયેલું લાગતું હતું. પરાજિત દેશેાની સ્થિતિ તે અતિશય ખરાબ થઈ ગઈ હતી. જર્મનીની વિટબણાઓ વિષે હું તને થાડુ કહી ગયા છું. મધ્ય યુરાપના ઘણાખરા દેશ, અને ખાસ કરીને ઓસ્ટ્રિયાના અતિશય ખૂરા હાલ થયા હતા. ઑસ્ટ્રિયા તેમ જ પાલેંડને પણ ચલણી નાણાંના ફુલાવાની આપત્તિ વેવી પડી હતી અને એ બન્ને દેશને પોતાની ચલણપદ્ધતિમાં ફેરફાર કરવા પડયો હતો.
---
પરંતુ કેવળ પરાજિત દેશેા જ આ આપત્તિના ભાગ બન્યા હતા એવું નથી. વિજેતા દેશે। પણ ધીમે ધીમે એમાં સપડાયા. દેવાદાર હોવું એ ખરાબ છે એ તો જાણીતી વાત છે. પરંતુ હવે એક નવી જ અને અજબ જેવી પ્રતીતિ થઈ અને તે એ કે લેદાર હોવું એ પણ એટલું સારું નથી ! કેમ કે, જેમને જમની પાસે નુકસાની લેવાની હતી તે વિજેતા દેશા, એ નુકસાનીની રક્રમા લેવાની હોવાને કારણે ભારે મુશ્કેલીમાં આવી પડયા અને એ વસુલ કરવા જતાં તે વળી વધારે મુસીબતમાં આવી પડયા. એ વિષે હું તને હવે પછીના પત્રમાં કહીશ.