________________
૧૩૩૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન
ટ્રેનિંગ સ્કૂલો, પુસ્તકાલયેા અને વાચનાલયા વગેરે પણ ઉધાડવામાં આવ્યાં હતાં. ત્યાંની પ્રજામાં જ્ઞાનની અસાધારણ ભૂખ જાગી હતી.
આ સ્થિતિમાં પડદા પાછળ સ્ત્રીઓના એકાંતવાસ ભાગ્યે જ ચાલુ રહી શકે અને એ રિવાજ ઝપાટાભેર નષ્ટ થતા જાય છે.
આ બધું આપણને લગભગ માન્યામાં ન આવે એવું લાગે છે. આ બધી ખબરો અને આંકડા મે એક અધિકારી અમેરિકન નિરીક્ષકના હેવાલમાંથી લીધા છે, તેણે ૧૯૭૨ની સાલના આરંભમાં તાકિસ્તાનની મુલાકાત લીધી હતી. ધણું કરીને ત્યાર પછી બીજા ઘણા ફેરફારો ત્યાં થવા પામ્યા છે.
એમ જણાય છે કે, સોવિયેટ રાજ્યે કેળવણીને અર્થે તેમ જ બીજી વસ્તુઓને માટે પણ તાકના તરુણ પ્રજાસત્તાકને નાણાંની મદદ કરી હતી. કારણ કે, પછાત પ્રદેશાને આગળ લાવવા એ તેની નીતિ છે. પરંતુ એ દેશમાં ખનિજ સંપત્તિ સારી પેઠે હોય એમ જણાય છે. સેાનું, તેલ અને કાલસ વગેરે ત્યાં શોધી કાઢવામાં આવ્યાં છે અને ત્યાંની ભૂમિમાં સાનાના જથે સારા પ્રમાણમાં છે એમ માનવામાં આવે છે. પ્રાચીન કાળમાં, ચંગીઝખાનના સમય સુધી ખાણામાંથી સાતું ખાદી કાઢવામાં આવતું હતું પરંતુ ત્યાર પછી એ ખાણાનું કામ બંધ પડી ગયું હોય એમ જણાય છે.
૧૯૩૧ની સાલમાં તાકિસ્તાનમાં ક્રાંતિ વિરોધી ખંડ થયું હતું. અક્બાનિસ્તાનમાં નાસી છૂટેલા ધનિક જમીનદાર લોકેાએ એ દેશ ઉપર ચડાઈ કરી હતી. પરંતુ ખેડૂતે એ એમાં મદન આપી એટલે એ બંડ આપમેળે જ બંધ થઈ ગયું.
'
આ પત્ર ધણા લાંખો અને અનેક વસ્તુના ખીચડા જેવા થઈ ગયા છે. પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં સેવિયેટની કામગીરી વિષે મારે તને થડુ કહેવું જોઈ એ. સેવિયેટ કૅલેગ કરાર ઉપર સહી કરી હતી એ તે તું જાણે જ છે. એકરાર વિષે એમ ધારવામાં આવતું હતું કે તે યુદ્ધને એકાયદા ’ રાવે છે. ૧૯૨૯ની સાલમાં સેવિયેટ અને તેના પડેાશીઓ વચ્ચે લિટવીનેવ કરાર પણ થયા. સુલેહશાંતિ જાળવી રાખવાની તેની ઇષ્ઠાને કારણે રશિયા જુદાજુદા દેશા સાથે ‘બિનઆક્રમણના કરારો કરતું જ ગયું. સેવિયેટના બધા પડેાશીઓમાંથી માત્ર એક જાપાન જ એવા કરાર કરવાની આાબતમાં સંમત ન થયું. ૧૯૩૨ની સાલના નવેમ્બર માસમાં રશિયા અને ફ્રાંસ વચ્ચે બિનઆક્રમણને કરાર થયા. જગતના રાજકારણમાં એ એક મહત્ત્વના બનાવ હતા કેમકે, એને લીધે રશિયા પશ્ચિમ યુરોપના રાજકારણમાં દાખલ થયું.
.
ચુપકીદીભરી દુશ્મનાવટના અને રાજદ્વારી સંબધા વિનાના લાંબા ગાળા પછી જાપાન તરફથી મન્ચૂરિયામાં તેના ઉપર ભારે ધ્માણ થયું ત્યારે ચીને ક્રીથી સેવિયેટ સરકારને માન્ય કરી, જાપાનને રશિયા સાથે રાજદ્વારી સંબંધો
>