________________
જગતના ઇતિહાસનુ· રેખાદર્શન
હું તને આગળ કહી ગયા છું તેમ સ્પેનમાં હમણાં જ ક્રાંતિ થવા પામી છે. હજી તે સ્થિર થયું નથી અને ખીજો ફેરફાર થવાની નાખત ત્યાં વાગી રહી હૈાય એમ જણાય છે.
યુરોપની સ્થિતિ આજે કેવી વિચિત્ર પ્રકારની છે એ તને આ બધા ઉપરથી સમજાશે. તે અનેક પ્રકારના સર્યાં અને દ્વેષોથી ખદબદી રહ્યુ છે અને તેના રાષ્ટ્રોના હરીફ સમૂહો એકખીજા સામે ધૂરકિયાં કરી રહ્યા છે. ત્યાંની પ્રજા નિઃશસ્ત્રીકરણ યા શસ્ત્રસંન્યાસની વાતો કરતાં થાકતી નથી અને એમ છતાં સત્ર શસ્ત્રસજ્જ થવાની પ્રવૃત્તિ ચાલી રહી છે અને યુદ્ધ તથા સંહારનાં નવાં નવાં અને ભીષણ શસ્ત્રો શોધાતાં જાય છે. ત્યાં આગળ આંતરરાષ્ટ્રીય સરકાર માટે પણ પાર વગરની વાતો થાય છે અને અસંખ્ય પરિષદે ભરાય છે, પણ એ બધાનું પરિણામ શૂન્ય છે. ખુદ પ્રજાસ ધને પણ કરુણ નિષ્ફળતા મળી છે અને આંતરરાષ્ટ્રીય આર્થિક પરિષદમાં થયેલા બધાએ સાથે મળીને કા કરવાના છેલ્લે પ્રયાસ પણ નિષ્ફળ નીવડ્યો છે. એવી પણ એક દરખાસ્ત રજૂ કરવામાં આવી છે કે યુરોપના જુદા જુદા દેશાએ અથવા સાચુ કહેતાં રશિયા સિવાય બાકીના યુરોપે એકત્ર થઈને યુરેાપનું એક પ્રકારનું સંયુક્ત રાજ્ય સ્થાપવું. એને ‘યુરોપના એકીકરણ'ની ચળવળ કહેવામાં આવે છે પરંતુ વાસ્તવમાં એ સાવિયેટ વિરોધી સંધ સ્થાપવાનો તેમ જ ત્યાં આગળ નાનાં નાનાં અનેક રાષ્ટ્રા હેાવાને કારણે જે અનેક મુશ્કેલી અને ગૂંચવા પેદા થાય છે તે ટાળવાના પ્રયાસ છે, પરંતુ એ બધાં રાષ્ટ્રોના એકબીજા સામેના દ્વેષો એટલા બધા પ્રબળ છે કે એવી દરખાસ્ત તરફ કાઈ પણ રાષ્ટ્ર નજર સરખી પણ કરે એમ નથી.
વાત તો એમ છે કે દરેક દેશ દિનપ્રતિદિન ખીજાથી વધુ ને વધુ દૂર જતો જાય છે. વેપારની મંદી તથા જગવ્યાપી આર્થિક કટોકટીએ દરેક દેશને આર્થિક રાષ્ટ્રવાદની નીતિ અખત્યાર કરવાની ક્રજ પાડીને આ પ્રક્રિયાને વેગ આપ્યા છે. દરેક દેશ જકાતની ઊંચી દીવાલો ઊભા કરીને એઠે છે અને પરદેશી માલ આવતા અટકાવવાના બનતા બધા પ્રયાસેા કરી રહ્યો છે. એશક પરદેશી માલની આયાત તે સંપૂર્ણ પણે તે રોકી શકે એમ નથી, કેમ કે કાઈ પણ દેશ સ્વયંપૂર્ણ નથી એટલે કે પોતાને જોઈતી બધી જ વસ્તુઓ પેદા કરતા નથી. આબેહવાને કારણે પણ કેટલીક વસ્તુ તે પેદા ન કરી શકે. દાખલા તરીકે, ઈંગ્લંડ કપાસ, શણ, ચા, કૉફી તેમ જ જેને માટે ગરમ આખાહવા જરૂરી હોય એવી બીજી ઘણી વસ્તુઓ પેદા કરી શકે નહિ. એને અર્થ એ થયા કે ભવિષ્યમાં વેપાર મુખ્યત્વે કરીને જુદી જુદી આબેહવાવાળા અને ભિન્નભિન્ન વસ્તુઓ પકવનારા દેશ વચ્ચે મર્યાદિત રહેશે. એક જ પ્રકારના માલ ઉત્પન્ન કરનાર દેશને એકબીજાની વસ્તુની ભાગ્યે જ કશી જરૂર રહેશે.
૧૪૫૯