________________
૧૪૫૭
યુદ્ધની છાયા મધ્ય યુરોપનાં નાનાં નાનાં રાષ્ટ્ર મંદીના પંજામાં સપડાયાં છે અને મહાયુદ્ધની અસરને કારણે ભારે હાડમારીઓ વેઠી રહ્યાં છે. અને હવે તેઓ હિટલર તથા તેના નાઝીઓના ડરથી અસ્વસ્થ બની ગયાં છે અને ભડકી ઊઠ્યાં છે. આ બધાયે મધ્ય યુરોપના દેશોમાં અને ખાસ કરીને ઐસ્ટ્રિયાની પેઠે
જ્યાં જર્મનની વસ્તી છે ત્યાં નાઝી પક્ષે ઊભા થઈ રહ્યા છે. પરંતુ સર્વત્ર નાઝીવિરોધી લાગણી પણ પેદા થઈ રહી છે એને પરિણામે ઝઘડાઓ અને અથડામણ થવા લાગ્યાં છે. ઓસ્ટ્રિયા હાલ એવા પ્રકારના ઝઘડાઓનું પ્રધાન ક્ષેત્ર બની ગયું છે.
થોડા જ વખત ઉપર, મને લાગે છે કે, ૧૯૩૨ની સાલમાં મધ્ય યુરોપના ડાન્યુબ પ્રદેશનાં ચેકોસ્લોવાકિયા, રૂમાનિયા અને યુગોસ્લાવિયા એ ત્રણ ક્રાંસનાં પક્ષકાર રાજ્યોએ પિતાને એક સંધ ઊભો કર્યો હતો. મહાયુદ્ધ પછી થયેલા સમાધાનથી એ ત્રણે રાજ્યને લાભ થયે હતું અને તેમને જે મળ્યું હતું તે તેઓ જાળવી રાખવા માગતાં હતાં. એ હેતુને અર્થે તેમણે પિતાને સંધ સ્થાપે. વાસ્તવમાં તેમને એ સંધ યુદ્ધ માટેને સંધ અથવા જોડાણ હતું. એને “લિટલ એન્ટેન્ટ” એટલે કે “નાને સંઘ” કહેવામાં આવે છે. ત્રણ રાજ્યોને બનેલે આ “લિટલ એન્ટેન્ટ' અથવા નાન સંધ વાસ્તવમાં યુરોપમાં ઊભી થયેલી એક નવી સત્તા છે. એ સત્તા ફ્રાંસની પક્ષકાર અને જર્મનીની વિરોધી છે. ઇટાલીની રાજનીતિની પણ તે વિધી છે.
જર્મનીમાં નાઝીઓને થયેલે વિજય એ આ “નાના સંધ’ માટે તેમ જ પિલેંડ માટે પણ ભયસૂચક ચિહ્ન હતું, કેમકે નાઝીઓ વસઈની સુલેહની સંધિમાં ફેરફાર કરાવવા ચહાતા હતા (એ ફેરફાર તે બધાયે જર્મને માગે છે.) એટલું જ નહિ પણ તેઓ એવી ભાષામાં વાત કરતા હતા કે જેને લીધે યુદ્ધ નજીક આવતું જણાતું હતું. નાઝીઓની ભાષા તથા તેમની કાર્યપદ્ધતિ એટલી બધી ઉગ્ર અને જલદ હતી કે સુલેહની સંધિમાં ફેરફાર કરાવવા માગતા ઑસ્ટ્રિયા અને હંગરી જેવાં રાજ્યો પણ એથી ભડકી ઊઠયાં. “નાને સંઘ” પિલેંડ, એસ્ટ્રિયા, હંગરી વગેરે રાજ્ય તથા બાલ્કનનાં રાજ્ય જે આજ સુધી એકબીજાને તીવ્રપણે ધિક્કારતાં આવ્યાં હતાં તે બધાં હિટલરવાદ તથા તેના ડરનાં માર્યા એકબીજાની વધારે નજીક આવ્યાં. તેમની વચ્ચે આર્થિક ક્ય કરવાની વાત પણ થવા લાગી છે. જર્મનીમાં નાઝીઓને ઉપદ્રવ ફાટી નીકળે ત્યાર પછી આ બધા દેશે અને ખાસ કરીને પોલેંડ તથા ચેકોસ્લોવાકિયા રશિયા તરફ પણ વધારે મિત્રતાભર્યું વલણ દાખવવા લાગ્યાં છે. એને પરિણામે ચેડાં અઠવાડિયાં ઉપર એ બધા દેશે અને રશિયા વચ્ચે પરસ્પર બિનઆક્રમણને કરાર પણ થયું છે.