________________
૯૨૮
જગતના ઇતિહાસનું રેખાદર્શન મુક્ત કરી અને નહેરની આસપાસના પ્રદેશને રોગરહિત કર્યો. એ નહેર પનામાના નાનકડા પ્રજાસત્તાક રાજ્યમાં આવેલી છે પરંતુ નહેર તેમ જ એ નાનું પ્રજાસત્તાક યુનાઈટેડ સ્ટેટ્સના કાબૂમાં છે. યુનાઈટેડ સ્ટેટ્સને માટે તે એ નહેર ભારે આશીર્વાદરૂપ છે કારણ કે એના વિના તે વહાણોને છેક દક્ષિણ અમેરિકાની ફરતે ફરીને આવવું પડતું હતું.
આમ યુનાઈટેડ સ્ટેટ્સ દિનપ્રતિદિન વધારે ને વધારે બળવાન અને સમૃદ્ધ થતું ગયું. તે વધુ ને વધુ પ્રમાણમાં ઉત્પાદન કરતું ગયું અને બીજી અનેક વસ્તુઓની સાથે તેણે અનેક કેટયાધિપતિઓ અને ગગનચુંબી ઇમારતે પેદા કર્યા. તેણે યુરોપને ઘણી બાબતમાં પકડી પાડયું અને તેની આગળ પણ નીકળી ગયું. હુન્નરઉદ્યોગેની બાબતમાં તે દુનિયાની અગ્રેસર પ્રજા બની ગઈ અને તેના મજૂરેના જીવનનું ધોરણ દુનિયાના બીજા કોઈ પણ દેશ કરતાં ઊંચું થયું. ૧૯મી સદીમાં ઇંગ્લંડમાં બન્યું હતું તેમ આવી આબાદીને કારણે સમાજવાદ અને બીજા ઉદ્દામ સિદ્ધાંતને ત્યાં આગળ બહુ ટેકે ન મળે. ઘેડા અપવાદો બાદ કરતાં અમેરિકાના મજૂરે નરમ વલણના અને સ્થિતિચુસ્ત હતા. પ્રમાણમાં તેમને સારી રોજી મળતી હતી તે પછી ભવિષ્યમાં પ્રાપ્ત થનારી સારી સ્થિતિ જેવી અદ્ભવ વસ્તુને ખાતર આજનાં ધુવ આરામ અને સુખસગવડ શાને જોખમમાં નાખવાં? મુખ્યત્વે કરીને ઇટાલિયને અને એવા બીજાઓને એ મજૂરવર્ગ બનેલું હતું અને તુચ્છકારપૂર્વક તેમને
ગોઝકહેવામાં આવતા. તેઓ કમજોર અને અસંગઠિત હતા અને તેમને હલકા ગણી ધુત્કારી કાઢવામાં આવતા હતા. સારી રેજી મેળવનાર નિપુણ મજૂરે પણ આ “ડેગેઝથી પિતાને જુદા વર્ગના માનતા.
અમેરિકાના રાજકારણમાં રિપબ્લિકન અને ડેમોક્રેટિક એવા બે પક્ષે ઊભા થયા. ઇંગ્લંડની પેઠે જ, અથવા તેના કરતાં પણ વધારે પ્રમાણમાં એ બંને પક્ષે ધનિકવર્ગનું પ્રતિનિધિત્વ ધરાવે છે અને એ ઉભયના સિદ્ધાંતમાં ઝાઝે તફાવત નથી,
મહાયુદ્ધ આવ્યું અને અમેરિકા આખરે લડાઈના વમળમાં સપડાયું તે વખતે ત્યાં આ સ્થિતિ વર્તતી હતી.