________________
અંગ્રેજોના છત્ર નીચેની સવતંત્રતા કેવી હેય ૧૧૭૩ આ ઝઘડાને પરિણામે ફાઉદ ફરી પાછો સરમુખત્યાર બન્યું. તેના રાજ્યકાળની આ ત્રીજી સરમુખત્યારી હતી. ધારાસભાને બરખાસ્ત કરવામાં આવી, વદ પક્ષનાં છાપાઓ બંધ કરી દેવામાં આવ્યાં અને સામાન્ય રીતે સરમુખત્યારીએ કડક હાથે કામ લેવા માંડયું. ધારાસભાનાં બંને ગૃહોના એટલે કે “ચેમ્બર” અને “સેનેટ’ના બધાયે સભ્યોએ રાજમહેલની સરકારનો સામનો કર્યો અને ધારાસભાના ગૃહમાં બળજબરીથી પેસી જઈને ત્યાં આગળ પિતાની બેઠક ભરી. ૧૯૩૦ના જૂન માસની ૨૩મી તારીખે તેમણે રાજ્યબંધારણને વફાદાર રહેવાના ગંભીરતાપૂર્વક સોગંદ લીધા અને છેવટ સુધી તેનું રક્ષણ કરવાની તેમણે પ્રતિજ્ઞા કરી. દેશભરમાં ઠેર ઠેર ભારે દેખાવો થયા. લશ્કરે એ બધાને બળપૂર્વક વિખેરી નાખ્યા અને એમ કરતાં સારા પ્રમાણમાં લેહી પણ વહેવડાવવામાં આવ્યું. ખુદ નાહશ પાશાને પણ ઈજા થઈ. આ રીતે, સમગ્ર પ્રજાને અકારી થઈ પડેલી સરમુખત્યારશાહીને બ્રિટિશ અમલદારેના હાથ નીચેનાં લશ્કર તથા પોલીસોએ ટકાવી રાખી. માત્ર મૂઠીભર અમીર ઉમરાવો તથા શ્રીમંત લેકે રાજાને વળગી રહ્યા હતા. વદ પક્ષ સિવાયના બીજાઓ, હિંદની પઠે પ્રજા તરફથી કઈ પણ આકરું પગલું ભરવામાં આવે તેને વિરોધ કરનારા “મેડરેટે' અને “લિબરેલોએ પણ એ સરમુખત્યારી સામે પિતાને વિરોધ દર્શાવ્યું.
એ જ વરસમાં, એટલે કે ૧૯૩૦ની સાલમાં થોડા વખત પછી રાજાએ નવા રાજ્યબંધારણની જાહેરાત કરતે એક હુકમ બહાર પાડ્યો. એમાં ધારાસભાની સત્તા ઓછી કરી નાખવામાં આવી અને પિતાની વધારી દેવામાં આવી ! આમ કરવું એ રમત વાત હતી. બસ, એક જાહેરાત બહાર પાડી એટલે પત્યું, કેમ કે રાજાની પાછળ એક સામ્રાજ્ય સત્તાની ઉગ્ર છાયા રહેલી હતી.
૧૯૨૨થી ૧૯૭૦ સુધીનાં આ નવ વરસની મિસરની હકીકત મેં તને કંઈક વિગતે કહી; કેમ કે મને એ વાત અતિશય આશ્ચર્યકારક લાગી છે. ૧૯૨૨ની સાલના ફેબ્રુઆરીની ઇગ્લેંડની જાહેરાત મુજબ એ મિસરની
સ્વતંત્રતાનાં વરસે હતાં. મિસરની પ્રજાને શું જોઈતું હતું એ વિષે કશીયે શંકાને સ્થાન નથી. જ્યારે જ્યારે એમ કરવાની તક મળી ત્યારે ત્યારે મિસરની પ્રજાના બહુ જ મોટા ભાગે – મુસલમાને તેમ જ કષ્ટ લેકેએ –વફદ પક્ષના માણસોને ચૂંટી મોકલ્યા છે. અને મિસરવાસીઓ પરદેશીઓની અને ખાસ કરીને અંગ્રેજોની પિતાના દેશનું શેષણ કરવાની સત્તા ઘટાડવા માગતા હતા એટલા ખાતર બધાયે પરદેશી સ્થાપિત હિતેએ અનેક રીતે – બળ અને હિંસાથી પ્રપંચ અને કાવતરાંથી – તેમને સામને કર્યો તથા પિતાનું ધાર્યું જેની પાસે કરાવી શકાય એ પૂતળાસમાન રાજા તેમના ઉપર ઠેકી બેસાડ્યો.
–રૂર