________________
અમેરિકામાં આંતરવિગ્રહ
૯૧૯
થયા અને તે ચાર વરસ જેટલા લાંબા સમય સુધી ચાલ્યા. એ વિગ્રહમાં કેટલાયે ભાઈ આ ભાઈ સાથે અને મિત્રા મિત્ર સાથે લડવા. લડાઈ ચાલતી ગઈ તેમ તેમ સૈન્યો મેટાં ને મેટાં થતાં ગયાં. ઉત્તરને ધણી અનુકૂળતાઓ હતી. તેની પાસે દક્ષિણ કરતાં વધારે સાધનસામગ્રી હતી તેમ જ રેલવે પણ તેની પાસે વધુ પ્રમાણમાં હતી. પરંતુ દક્ષિણ પાસે વધુ સારા સૈનિકા અને સેનાપતિ
ખાસ કરીને સેનાપતિ લી હતા. આથી શરૂઆતમાં બધા વિજયા દક્ષિણને જ મળ્યા. પરંતુ આખરે દક્ષિણ થાકી ગયું. ઉત્તરના નૌકા કાફલાએ દક્ષિણના યુરોપ સાથે સબંધ બિલકુલ તોડી નાખ્યો. આથી તે યુરોપના બજારમાં રૂ તથા તંબાકુ મોકલી શક્યું નહિ. આથી દક્ષિણ પાંગળું બની ગયું. પરંતુ લૅ કેશાયર ઉપર પણ એની ભારે વિનાશક અસર થવા પામી. રૂને અભાવે ત્યાંની સૂતરની મિલો બંધ કરવી પડી. લેંકેશાયરમાં બેકાર બનેલા મજૂરો ભારે આપત્તિમાં આવી પડ્યા.
ઈંગ્લેંડના લેાકેાનું વલણ એક દરે દક્ષિણ તરફ્ સહાનુભૂતિનું હતું. ક નહિ તો ત્યાંના ધનિક વર્ગનું વલણ તે દક્ષિણની તરફેણનું હતું જ. પરંતુ ત્યાંના ઉદ્દામ વિચારો ધરાવનારા લેાકેા ઉત્તરની તરફેણમાં હતા.
ગુલામીની પ્રથા એ આંતરવિગ્રહનું પ્રધાન કારણ નહોતું. હું તને ઉપર કહી ગયા છું તેમ જ્યાં જ્યાં ગુલામીની પ્રથા ચાલુ હતી ત્યાં ત્યાં તેને માન્ય રાખવાની લિંકને છેવટ સુધી ખાતરી આપ્યા કરી હતી. ઉત્તર અને દક્ષિણનાં ભિન્ન અને કર્ણક અંશે પરસ્પર વિધી આર્થિક હિતેાને કારણે ખરી મુશ્કેલી તો ઊભી થવા પામી હતી અને આખરે સંયુક્ત રાજ્યેાની એકતા ટકાવી રાખવાને માટે લિંકન લગ્યો. આંતરવિગ્રહ શરૂ થયા ત્યાર પછી પણ લિંકને ગુલામીની બાબતમાં સ્પષ્ટ જાહેરાત કરી નહિ કેમ કે ઉત્તરના ગુલામીની તરફેણુ કરનારા કેટલાક લેકા એનાથી દુભાશે એવા તેને ભય હતો. પર ંતુ વિગ્રહ ચાલતા ગયા તેમ તેમ એ બાબતમાં તે વધારે ચાક્કસ થતા ગયા. પહેલાં તેણે એવી સૂચના કરી કે ગુલામેાના માલિકાને વળતર આપી. કૉંગ્રેસે ( ત્યાંની ધારાસભા ) ગુલામાને મુક્ત કરવા જોઈ એ. પરંતુ પછીથી તેણે વળતર આપવાને તેને એ વિચાર તજી દીધા અને ૧૮૬૨ની સાલના સપ્ટેમ્બર માસમાં તેણે ગુલામાની મુક્તિનું જાહેરનામું બહાર પાડયું. એમાં તેણે જાહેર કર્યું કે સરકાર સામે અળવેા કરનારાં બધાં રાજ્યામાંના ગુલામેા ૧૮૬૩ની સાલના જાન્યુઆરી માસની પહેલી તારીખથી મુક્ત થવા જોઈએ. આ જાહેરનામું બહાર પાડવાનું મુખ્ય કારણુ દક્ષિણને યુદ્ધમાં નબળું પાડવાની ઇચ્છા હતું. એ જાહેરનામાને પરિણામે ૪,૦૦૦,૦૦૦ ગુલામા મુક્ત થતા હતા. કોનફેડરેટ સ્ટેટ્સ ’માં આ મુક્ત થયેલા ગુલામે મુશ્કેલીઓ ઊભી કરશે એવી આશા ખેશક રાખવામાં
"
આવી હતી.