________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન ભલે કહે; અગ્નિમાં પડેલા પોતાના બાળકને ધીમે આસ્તે ખેંચી કાઢવાનું કોઈ માતાને ભલે કહો પણ આજના આ ધ્યેયની બાબતમાં મર્યાદાશીલ થવાનું મહેરબાની કરીને આપ મને નહિ કહેશે. હું સમસમી રહ્યો છું – હું ગોળ ગોળ વાત નથી કરવાનો – હું એક ઇંચ પણ પાછા હઠવાને નથી – અને મને સાંભળવો જ પડશે.”
પરંતુ માત્ર મૂઠીભર માણસે જ આવું વીરતાભર્યું વલણ ધરાવતા હતા. ગુલામીને વિરોધ કરનારા મોટા ભાગના લેકે તે ગુલામી જ્યાં ચાલુ હતી ત્યાં તેમાં દખલ કરવા ચહાતા નહતા. પણ આમ છતાં ઉત્તર અને દક્ષિણ વચ્ચે તંગદિલી વધતી જ ગઈ. તેમનાં આર્થિક હિતે ભિન્ન હતાં એ એનું કારણ હતું. ખાસ કરીને જકાતના પ્રશ્ન ઉપર એ હિતે એકબીજા સાથે અથડામણમાં આવતાં હતાં.
૧૮૬૦ની સાલમાં એબ્રાહમ લિંકન યુનાઈટેડ સ્ટેટ્સને પ્રમુખ ચૂંટાયે. એની ચૂંટણી દક્ષિણ માટે સંયુક્ત રાજ્યમાંથી છૂટા પડી જવાના સૂચનરૂપ થઈ પડી. લિંકન ગુલામીની વિરુદ્ધ હતા પરંતુ એમ છતાંયે તેણે એ સ્પષ્ટ કર્યું કે જ્યાં આગળ ગુલામી પ્રથા ચાલુ છે ત્યાં તેમાં દાખલ કરવામાં નહિ આવે. પરંતુ નવાં ઊભાં થતાં રાજ્યમાં તે વિસ્તરે એવું તે નહોતે ચહાતે તેમ જ ત્યાં તેને કાયદેસર કરવા પણ તે ન માગો. ગુલામીની બાબતમાં તેણે આપેલી ખાતરીથી દક્ષિણના લેકે શાંત ન પડ્યા અને એક પછી એક રાજ્ય સંયુક્ત રાજ્યમાંથી છૂટું પડવા લાગ્યું. આ રીતે યુનાઈટેડ સ્ટેટ્સ છિન્નભિન્ન થવાની અણી ઉપર આવી પહોંચ્યું. એ નવા પ્રમુખને માથે આવી ભયંકર પરિસ્થિતિને સામને કરવાની જવાબદારી આવી પડી. દક્ષિણના લેકને મનાવી લેવાનો અને સંયુક્ત રાજ્યને ભાગી પડતું અટકાવવાને લિંકને બીજે એક પ્રયત્ન કર્યો. ગુલામીની પ્રથા ચાલુ રહેવા દેવાની તેણે તેમને અનેક પ્રકારે ખાતરી આપી. તેણે તેમને એટલી હદ સુધી કહ્યું કે જ્યાં આગળ ગુલામીની પ્રથા ચાલુ છે ત્યાં આગળ તે કાયમી રહે એને માટે રાજબંધારણમાં તેની જોગવાઈ કરવાને પણ પોતે તૈયાર છે. સાચે જ, શાંતિ જાળવવા માટે ગમે તે કરવા લિંકન તૈયાર હતું પરંતુ સંયુક્ત રાજ્ય ભાંગી પડે એ એક વાત તે કઈ પણ ભોગે સ્વીકારવા માગતે નહે. કોઈ પણ રાજ્યને સંયુક્ત રાજ્યમાંથી છૂટા પડી જવાને હક માન્ય રાખવાની તેણે સાફ ના પાડી.
આંતરવિગ્રહ ટાળવાના લિંકનના બધા પ્રયાસ નિષ્ફળ નીવડ્યા. દક્ષિણે છૂટા થઈ જવાનું નકકી જ કર્યું હતું અને ૧૧ રાજ્ય એ રીતે યુનાઈટેડ સ્ટેટસમાંથી
ટાં પડ્યાં પણ ખરાં. વળી તેમની સરહદ ઉપરનાં બીજાં કેટલાંક રાજ્ય તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતાં હતાં. છૂટાં પડેલાં રાજ્યો પિતાને “કૌનફેડરેટ સ્ટેટ્સ” તરીકે ઓળખાવવા લાગ્યાં અને જેફરસન ડેવિસને તેમણે પિતાને પ્રમુખ ચૂંટી કાઢ્યો. ૧૮૬૧ની સાલના એપ્રિલ માસમાં આંતરવિગ્રહ શરૂ