________________
૯૨૦
જગતના ઇતિહાસનું રેખાદર્શન દક્ષિણ સંપૂર્ણપણે થાકી ગયા પછી ૧૮૬૫ની સાલમાં આંતરવિગ્રહને અંત આવ્યો. વિગ્રહ એ કોઈ પણ સમયે ભીષણ હોય છે પણ આંતરવિગ્રહ એ તે ઘણી વાર એનાથીયે વધારે ભીષણ નીવડે છે. આ ચાર વરસના ભયંકર યુદ્ધને ઘણખરે જે પ્રમુખ લિંકને વહ્યો અને એનું જે પરિણામ આવ્યું તે અનેક નિરાશાઓ અને આફતોમાં પણ અડગ રહીને મંડયા રહેવાના તેના સ્વસ્થતાપૂર્વકના દૃઢ નિશ્ચયને આભારી હતું. કેવળ જીત મેળવવાની જ તેની નેમ નહોતી. તેની નેમ તે એવી રીતે જીત મેળવવાની હતી કે જેથી સામા પક્ષમાં ઓછામાં ઓછી બેદિલી પેદા થાય અને પરિણામે જેને માટે તે ઝૂઝતા હતા તે હાર્દિક ઐક્ય થવા પામે; બળથી આણેલું ઐક્ય નહિ. આથી યુદ્ધ જીત્યા પછી તેણે હારેલા દક્ષિણ તરફ ઉદારતાભર્યું વલણ દાખવ્યું. પરંતુ થોડા જ દિવસમાં કેઈક ચક્રમે તેને ગોળીથી ઠાર કર્યો.
બ્રહમ લિંકન અમેરિકાના સૌથી મહાન વીર પુરુષોમાંનું એક છે. તે જગતને એક મહાપુરુષ પણ છે. તે બહુ જ કંગાળ અવસ્થામાં જ હતે. તેને નહિ જેવું જ શિક્ષણ મળ્યું હતું એને જે કંઈ કેળવણી મળી એ તેના પિતાના કાર્ય દ્વારા જ મળી હતી, અને આમ છતાં પણ તે એક મહાન રાજપુરુષ અને મહાન વક્તા નીવડ્યો તથા તેણે પોતાના દેશને એક ભારે કટોકટીમાંથી ક્ષેમકુશળ પાર ઉતાર્યો.
લિંકનના મરણ બાદ અમેરિકન કોંગ્રેસે દક્ષિણના ગોરાઓ તરફ તેણે બતાવી હેત એટલી ઉદારતા ન બતાવી. આ દક્ષિણના ગેરાઓને અમુક રીતે શિક્ષા કરવામાં આવી અને કેટલાકનો તે મતાધિકાર પણ લઈ લેવામાં આવ્યો. પરંતુ હબસીઓને નાગરિક તરીકેના સંપૂર્ણ હક આપવામાં આવ્યા અને
અમેરિકાના રાજબંધારણમાં એનો સમાવેશ કરવામાં આવ્યું. વળી એવો નિયમ - પણ કરવામાં આવ્યો કે તેની જાતિ, વણું કે પહેલાંની ગુલામીને કારણે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ રાજ્ય મતાધિકારથી વંચિત ન કરી શકે.
હબસીઓ હવે કાયદાની દષ્ટિએ મુક્ત થયા અને તેમને મત આપવાને હક મળે. પણ એનાથી તેમને ઝાઝે લાભ ન થયે, કેમ કે તેમને આર્થિક દરજો તે પહેલાંના જેવો જ રહ્યો. મુક્ત કરવામાં આવેલા બધા જ હબસીઓ પાસે કશી માલમિલકત નહોતી અને તેમનું શું કરવું એ એક વિકટ પ્રશ્ન થઈ પડ્યો. કેટલાક ઉત્તરનાં શહેરોમાં ચાલ્યા ગયા પણ મોટા ભાગના હબસીઓ તે જ્યાં હતા ત્યાં જ દક્ષિણના તેમના ગોરા માલિકોના પહેલાંના જેટલા જ દબાણમાં રહ્યા. તેઓ પહેલાં જ્યાં આગળ કામ કરતા હતા તે જ ખેતરમાં મજૂરીએ જતા અને ગોરાઓ તેમને પિતાની મરજીમાં આવે એટલી જ મજૂરી આપતા. વળી દક્ષિણના ગરાઓ પણ તેમને હરેક રીતે દબાયેલા રાખવાને સંગઠિત થયા અને એને માટે તેમણે ત્રાસવાદને આશરે લીધે. “ક કલુક્ષ કલાની