________________
- બ્રહદ્ ભારત અને ઈસ્ટ ઈન્ડિઝ કસેટી કરે છે. ચીન તથા ડૉ. સુનની સ્વાતંત્ર્યયાત્રા હજી અધૂરી હતી –– હજી તેમને ઘણો માર્ગ કાપવાનો હતો. વરસ સુધી ચીનના બાલ પ્રજાસત્તાકને પિતાનું જીવન ટકાવી રાખવા મૂકવું પડયું, વીશ વરસ પછી આજે જ્યારે તે પુખ્ત વયનું થવું જોઈતું હતું ત્યારે પણ તેનું ભાવી કેવું હશે તે હજી નિશ્ચિતપણે કહી શકાતું નથી.
મંચૂઓએ તે ગાદીત્યાગ કર્યો પરંતુ યુઆન હજી પ્રજાસત્તાકના માર્ગમાં અંતરાયરૂપ થઈને ઊભે હતું અને તે શું કરશે એની કોઈને પણ ખબર નહોતી. ચીનના ઉત્તર ભાગમાં યુઆનનો કાબૂ હત; પ્રજાસત્તાકને દક્ષિણ ભાગમાં. સુલેહશાંતિ સ્થાપવાને તથા આંતરવિગ્રહ ટાળવાને ખાતર ડૉ. સુનયાત સેને પિતાની જાતને ભૂંસી નાખી, પ્રમુખપદ ઉપરથી તે નિવૃત્ત થયો અને યુઆનશહ-કાઈને પ્રમુખ ચૂંટવામાં આવ્યો. પરંતુ યુઆન પ્રજાસત્તાકને ઉપાસક નહતો. પિતાની મેટાઈ વધારવાને તેને તે ગમે તે રીતે સત્તા મેળવવી હતી. પ્રમુખ ચૂંટીને તેનું બહુમાન કરનાર ખુદ પ્રજાસત્તાકને જ કચરી નાખવાને તેણે વિદેશી સત્તાઓ પાસેથી નાણાં ઉછીનાં લીધાં. તેણે પાર્લમેન્ટને બરતરફ કરી અને કુ-મિંગ-ટાંગ પક્ષને વિખેરી નાખે. એને પરિણામે ભાગલા પડ્યા અને દક્ષિણમાં ડો. સુનની આગેવાની નીચે વિરોધી સરકારની સ્થાપના કરવામાં આવી. પિતાની સમગ્ર શક્તિથી ડૉ. સુને ભાગલા પડતા ટાળવા ભગીરથ પ્રયત્ન કર્યો પણ તેની મુરાદ પાર ન પડી અને ભાગલા તે પડ્યા જ. પરિણામે મહાયુદ્ધ શરૂ થયું ત્યારે ચીનમાં બે સરકારે હતી. યુઆને સમ્રાટ બની બેસવાને પ્રયાસ કર્યો પણ તેમાં તે ન ફાવ્યું અને થોડા જ વખતમાં તે મરણ પામ્યો.
૧૧૯. બૃહદ્ ભારત અને ઈસ્ટ ઈન્ડિઝ
૩૧ ડિસેમ્બર, ૧૯૩૨ અત્યાર પૂરતી તે દૂર પૂર્વના દેશોની વાત આપણે પૂરી કરી છે. ૧૯મી સદીના કાળના હિંદ વિષે પણ આપણે થોડું જાણી લીધું. અને હવે આપણે પશ્ચિમ દિશામાં યુરોપ, આફ્રિકા તથા અમેરિકા તરફ નજર કરવી જોઈએ. પરંતુ એ લાંબો પ્રવાસ આપણે આરંભીએ તે પહેલાં એશિયાના અગ્નિ ખૂણાના પ્રદેશની ઝાંખી કરીને એ તરફના મુલક વિષેનું આજદિન સુધીનું જ્ઞાન આપણે મેળવી લઈએ એમ હું ઈચ્છું છું. એ મુલકો વિષે મારા આગળના પત્રમાં
મેં અસ્પષ્ટપણે અને જુદા જુદા નામથી ઉલ્લેખ કર્યો છે. મલેશિયા, ઈન્ડોનેશિયા, - ઈસ્ટ ઈન્ડિઝ, “ફાધર ઇન્ડિયા” એટલે કે બૃહદ્ ભારત આવાં અનેક નામોથી મેં