________________
ફિલિપાઈન ટાપુઓ અને યુનાઇટેડ સ્ટેટ્સ ७६७ કહેવામાં આવે છે. નકશા ઉપર એનું દર્શન થતું નથી. ભૂગોળનું પુસ્તક જોતાં કે જંકશે તપાસતાં કોઈ દેશ આપણને સ્વાધીન અને સ્વતંત્ર જણાય. પરંતુ પડદા પાછળ નજર કરતાં તે બીજા દેશના સકંજામાં અથવા કહો કે બીજા દેશના બેંકરે અને મેટા મોટા વેપારીઓના સકંજામાં છે એમ આપણને માલૂમ પડશે. યુનાઈટેડ સ્ટેટ્સ પાસે આપણી નજરે ન પડે એવું અણછતું યા અગોચર સામ્રાજ્ય છે. અને ઇંગ્લંડ જ્યારે ઉપલક નજરે જોતાં રાજકીય તંત્ર ઉપર કાબૂ દેશની પ્રજાને સોંપી દે છે ત્યારે તે હિંદમાં તેમ જ અન્યત્ર આ અગોચર અથવા નજરે ન પડે એવું પરંતુ પૂરેપૂરું અસરકારક સામ્રાજ્ય પિતાને માટે જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યું હોય છે. એ બહુ જોખમકારક વસ્તુ છે અને આપણે એનાથી સાવધ રહેવું જોઈએ.
પરંતુ આ તબકકે આપણે આ અણુછતા યા અગોચર સામ્રાજ્ય તરફ નજર કરવાની જરૂર નથી, કેમકે ફિલિપાઈન ટાપુઓ એ તે ગેચર એટલે કે નજરે દેખી શકાય એવા સામ્રાજ્યનો એક ભાગ છે. ફિલિપાઈન ટાપુઓમાં આપણું રસને માટે એક ગૌણ અને કંઈક આપણી લાગણીને સ્પર્શે એવું કારણ પણ છે. આજે તેમની સૂરત સ્પેનિશ–અમેરિકન છે પરંતુ તેમની પુરાણું સંસ્કૃતિની સમગ્ર ભૂમિકા તેમને હિંદ તરફથી મળી હતી. જાવા અને સુમાત્રા મારફતે હિંદી સંસ્કૃતિ ત્યાં પહોંચી હતી અને એણે ત્યાંના જીવનના સામાજિક, ધાર્મિક અને રાજકીય એમ દરેક અંગને સ્પર્શ કર્યો હતે. પ્રાચીન હિંદની પૌરાણિક કથાઓ, વાર્તાઓ અને આપણું કેટલુંક સાહિત્ય ત્યાં પહોંચ્યું હતું. ત્યાંના લેકની ભાષામાં ઘણું સંસ્કૃત શબ્દ છે. તેમની કળા ઉપર તેમ જ તેમના કાયદા અને ગૃહઉદ્યોગ ઉપર પણ હિંદની અસર છે. તેમના પહેરવેશ અને ઘરેણાંઓ ઉપર સુધ્ધાં આ છાપ દૃષ્ટિગોચર થાય છે. સ્પેનવાસીઓએ ૩૦૦ વરસના તેમના શાસન દરમ્યાન ફિલિપાઈન ટાપુઓમાંથી આ પ્રાચીન હિંદી સંસ્કૃતિનું નામનિશાન ઉખેડી નાખવાનો પ્રયાસ કર્યો, એટલે હવે ત્યાં એ સંસ્કૃતિ નહિ જેવી જ રહી છે.
છેક ૧૫૬૫ની સાલથી પેને આ ટાપુઓને કબજે લેવાની શરૂઆત કરી હતી. એશિયામાં યુરેપે પહેલવહેલે પગપેસારે આ ટાપુઓમાં કર્યો. પોર્ટુગીઝ, બ્રિટિશ કે ડચ વસાહત કરતાં આ ટાપુઓનો રાજવહીવટ જુદી જ રીતે ચલાવવામાં આવતું. વેપારને ત્યાં આગળ ઉત્તેજન આપવામાં આવતું નહોતું. સરકારની પાછળ ધર્મની ભૂમિકા રહેલી હતી અને મોટા ભાગના સરકારી અમલદારો મિશનરીઓ તથા ચર્ચાના અધિકારીઓ હતા. એને “મિશનરીઓનું સામ્રાજ્ય' એ નામથી ઓળખવામાં આવતું. પ્રજાની સ્થિતિ સુધારવાને કશોયે પ્રયત્ન કરવામાં આવતું નહેતે તથા ત્યાં આગળ ગેરવહીવટ અને દમનને દેર પ્રવર્તતાં હતાં. પ્રજા ઉપર કરને ભારે બે લાદવામાં આવ્યું