________________
૯૦૦
જગતના ઇતિહાસનુ" રેખાદર્શન
તુ લેકા તેનાથી ગાંજ્યા જાય એવા નહેતા. પરંતુ હવે તુ લકા નબળા પડી ગયા હતા અને જેને માટે રશિયા તલસતું હતું તે અમૂલ્ય વસ્તુ તેમના હાથમાં આવીને પડે એમ લાગતુ હતુ. રશિયાએ તે લઈ લેવાના પ્રયાસ કર્યાં. પણ એમાં ઇંગ્લેંડ વચ્ચે પડયું અને કેવળ સ્વાર્થી હેતુને ખાતર તે તુર્કીનું પક્ષકાર બન્યું. ૧૮૫૪ની સાલમાં ક્રિમિયાના વિગ્રહથી અને ત્યાર પછી પણ ખીજો વિગ્રહ કરવાની ધમકીથી તેણે રશિયાને ઠેકાણે રાખ્યું.
૧૮૫૪–૫૬ના આ ક્રિમિયન વિગ્રહમાં ફ્લોરેન્સ નાઇટિંગેલ પોતાની સ્વયંસેવિકાના દળને લઈને યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકાની સારવાર કરવા માટે ગઈ હતી. તે સમયને માટે તો એ એક અસાધારણ વસ્તુ હતી કેમ કે, વિકટેરિયા યુગના મધ્યમવર્ગની સ્ત્રી તે ધરકૂકડીઓ હતી. લૉરેન્સ નાઇટિ ંગેલે તેમની સમક્ષ સક્રિય સેવાનું દૃષ્ટાંત રજૂ કર્યું અને એ રીતે ઘણી સ્ત્રીઓને પોતાના ઘરની બહાર કાઢી. આ રીતે, સ્ત્રીઓની હિલચાલના વિકાસમાં તેનું સ્થાન મહત્ત્વનું છે.
બ્રિટનના રાજ્યતંત્રનું સ્વરૂપ જેને ‘બંધારણીય રાજાશાહી' અથવા ત - તાજધારી પ્રજાતંત્ર ( ક્રાઉન્ડ રિપબ્લિક ) કહેવામાં આવે છે તે પ્રકારનું હતું. એનો અર્થ એ કે, તાજ ધારણ કરનારના હાથમાં કશી સાચી સત્તા નહોતી પરંતુ તે કેવળ પામેન્ટના વિશ્વાસ ધરાવનારા પ્રધાનાનું વાજિંત્ર હતા. રાજકીય દૃષ્ટિએ તો તે પ્રધાનોના હાથમાં એક પૂતળા સમાન ગણાતા હતા અને તે ‘રાજકારણથી પર' છે એમ કહેવામાં આવતું હતું. પણ ખરી વાત એ છે કે કાઈ પણ બુદ્ધિશાળી કે સંકલ્પબળવાળા માણસ કેવળ પૂતળા સમાન રહી શકે નહિ અને અંગ્રેજ રાજા કે રાણીને જાહેર બાબતોમાં માથુ મારવાની કે દખલ કરવાની પુષ્કળ તક હોય છે. સામાન્ય રીતે એ વસ્તુ પડદાની પાછળ થતી હોય છે અને પ્રજાને એની ભાગ્યે જ જાણ થાય છે અને જાણુ થાય છે તો પણ બહુ લાંબા સમય પછી. દખલ છડેચોક કરવામાં આવે તો તેની સામે ભારે અસ ંતોષ ફેલાવાના સંભવ રહે અને કદાચ તેથી રાજ્યાસન પણ જોખમમાં આવી પડે. બંધારણીય રાજાનામાં સૌથી માટે ગુણુ કળ અથવા આવડતના હોવા બેઈ એ. તે એ ગુણ તેનામાં હોય તો તે પોતાનું કાર્ય આગળ ધપાવી શકે અને અનેક રીતે અસરકારક પણ થઈ શકે.
બંધારણ અને કાયદાની રૂએ પ્રજાતંત્રના પ્રમુખાને (યુનાઈટેડ સ્ટેટ્સના પ્રમુખની પેઠે ) પાર્લમેન્ટવાળા દેશોના તાજધારી રાજા કરતાં ઘણી વધારે સત્તા હોય છે. પરંતુ પ્રજાત ત્રાના પ્રમુખો તો વારંવાર બદલાયા કરે છે જ્યારે રાજાએ તા લાંબા વખત સુધી રહે છે અને ચૂપચાપ પણ નિર ંતર અમુક ચોક્કસ દિશામાં રાજકાજ ઉપર પોતાની અસર પાડતા રહે છે. વળી રાજાને સામાજિક દબાણુ વાપરવાની તેમ જ કાવાદાવા કરવાની ખીજી પણ અનેક તકા