________________
૯૨૨
જગતના ઇતિહાસનું રેખાદર્શન બીજી પ્રજા યુદ્ધમાં વિજય મેળવે એને અર્થ એ થોં કે વિજયી પ્રજા જિતાયેલા મુલક તથા પ્રજાનું ચાહે તે કરી શકે. વિજેતાઓ જિતાયેલા મુલક તથા લેકને ખાલસા કરતા એટલે કે પરાજિત લેકે ગુલામ બનતા. આ સામાન્ય રિવાજ હતું. બાઈબલમાં આપણે વાંચવામાં આવે છે કે, યહૂદીઓ યુદ્ધમાં હાર્યા હતા તેથી તેઓને બૅબિલેનના લેકે પકડી ગયા હતા. આવા બીજા અનેક દાખલાઓ મળી આવે છે. ધીમે ધીમે બીજા પ્રકારના સામ્રાજ્યવાદે એનું સ્થાન લીધું. એમાં માત્ર જિતાયેલે મુલક જ ખાલસા કરવામાં આવતો અને ત્યાંના લોકોને ગુલામ બનાવવામાં આવતા નહિ. બેશક, એ વખતે એવું શેધી કાઢવામાં આવ્યું હતું કે તેમના ઉપર કર નાખીને તથા બીજી રીતે તેમનું શોષણ કરીને પિસે પેદા કરવાનું કામ વધારે સહેલું છે. બ્રિટિશ હિંદના જેવું આ જ પ્રકારનું સામ્રાજ્ય હજી આપણામાંના ઘણાખરા લેકેના ખ્યાલમાં છે. અને આપણે ધારીએ છીએ કે હિંદ ઉપર વાસ્તવમાં અંગ્રેજોને રાજકીય કાબૂ ન હોય તે હિંદ સ્વતંત્ર બને. પરંતુ એ પ્રકારના સામ્રાજ્યના દિવસે તે વીતી જવા આવ્યા છે અને તેને વધારે વિકસિત અને પૂર્ણ પ્રકાર તેનું સ્થાન લઈ રહ્યો છે. સામ્રાજ્યને આ છેલ્લે પ્રકાર મુલક પણ ખાલસા કરતું નથી. એ તો માત્ર દેશની સંપત્તિ કે સંપત્તિ-ઉત્પાદક તને ખાલસા કરે છે. આમ કરવાથી તે પિતાને ફાયદો થાય એવી રીતે દેશનું સંપૂર્ણપણે શેષણ કરી શકે છે તેમ જ ઘણે અંશે તેના ઉપર પિતાનો કાબૂ પણ રાખી શકે છે અને છતાં તે દેશનું શાસન કરવાની કે તેનું દમન કરવાની જવાબદારી તેને વહેરવી પડતી નથી. પરિણામે સહેજ પણ મુશ્કેલી કે તકલીફ વિના તે દેશ તથા ત્યાં વસતા લેકે ઉપર તેનું પ્રભુત્વ જામે છે તથા ઘણે અંશે તે તેમના કાબૂ નીચે પણ આવે છે.
આમ, વખત જતાં સામ્રાજ્યવાદ ઉત્તરોત્તર પૂર્ણતા પ્રાપ્ત કરતે ગયે અને સામ્રાજ્યને આધુનિક પ્રકાર એ અણુછતું આર્થિક સામ્રાજ્ય છે. જ્યારે ગુલામીની પ્રથા રદ કરવામાં આવી અને ત્યાર પછી ક્યાલ પ્રકારની સફે અથવા દાસ પદ્ધતિ બંધ કરવામાં આવી ત્યારે એમ માનવામાં આવતું હતું કે હવે મનુષ્ય સ્વતંત્ર થશે. પરંતુ થોડા જ વખતમાં માલુમ પડયું કે જેમના હાથમાં ધનની સત્તા હતી તેઓ માણસો ઉપર હજી પ્રભુત્વ ભોગવતા હતા અને તેમનું શોષણ કરતા હતા. ગુલામ કે સર્કને બદલે માણસે હવે મજૂર ગુલામ બન્યા. સ્વતંત્રતા તેમને માટે હજી બહુ દૂર હતી. માણસની બાબતમાં બન્યું તેવું જ દેશોની બાબતમાં પણ બન્યું. લેકે ધારે છે કે એક દેશ ઉપર બીજા દેશનું રાજકીય આધિપત્ય હેય તે જ એક આફત છે અને એને જે દૂર કરવામાં આવે તે સ્વતંત્રતા તે આપમેળે જ આવી જાય. પરંતુ એ દેખાય એટલી સરળ વસ્તુ નથી. અને રાજકીય દૃષ્ટિએ સ્વતંત્ર