________________
અમેરિકનું અણછનું સામ્રાજ્ય
૯૨૫ તેણે બહાર પિતાની નજર દોડાવવા માંડી. સ્વાભાવિક રીતે જ લેટિન અમેરિકા ઉપર તેની દૃષ્ટિ પ્રથમ પડી. સામ્રાજ્ય ઊભું કરવાને માટે પહેલાંના સમયને માર્ગ તેણે અખત્યાર ન કર્યો – તેણે આ લૅટિન અમેરિકાના એક પણ દેશને કબજો લેવાનો પ્રયાસ ન કર્યો. તેણે ત્યાં પિતાને માલ મોકલવા માંડ્યો અને ત્યાંનાં બજારે કબજે કર્યો. વળી તેણે એ દેશમાં રેલવે, ખાણે તેમ જ એવાં બીજા સાહસોમાં પોતાની મૂડી પણ રેકી. તેણે તે દેશની સરકારને પણ નાણાં ધીર્યા અને કેટલીક વાર તે ક્રાંતિને સમયે એક જ દેશમાં સામસામા લડતા પક્ષોને પણ નાણું ધીર્યા. આ બધી મૂડી તથા નાણું તે યુનાઈટેડ સ્ટેટ્સના મૂડીદારે અને શરાફનાં હતાં પરંતુ તેમની પાછળ અમેરિકાની સરકાર હતી
અને તે તેમને સહાય કરતી હતી. દક્ષિણ તથા મધ્ય અમેરિકાનાં અનેક નાનાં રાજ્ય ઉપર ત્યાં આગળ નાણું ધીરનાર કે મૂડી રોકનાર શરાફેએ ધીમે ધીમે પિતાનો કાબૂ જમાવ્યું. એક પક્ષને આગળથી નાણાં કે હથિયારે આપીને તથા બીજા પક્ષને તે ન આપીને આ શરાફે ત્યાં ક્રાંતિઓ પણ કરાવી શકતા. એ શરાફે તથા મૂડીદારની પાછળ યુનાઈટેડ સ્ટેટ્સની મહાન સરકાર હતી એટલે દક્ષિણ અમેરિકાના નાના અને કમજોર દેશે શું કરી શકે? કેટલીક વાર તે વ્યવસ્થા જાળવવાને બહાને કેઈક રાજ્યમાં એક પક્ષને મદદ કરવાને યુનાઈટેડ સ્ટેટ્સ પોતાનું લશ્કર પણ એકલતું.
આ રીતે અમેરિકાના મૂડીદારેએ દક્ષિણના નાના નાના દેશે ઉપર પિતાનો સચેટ કાબૂ જમાવ્યું. ત્યાં આગળ તેઓ પિતાની બેંકે, રેલવેએ તેમ જ ખાણ વગેરે ઉદ્યોગો ચલાવવા લાગ્યા અને એ રીતે પિતાના લાભમાં તેમણે એ દેશનું શેષણ કરવા માંડ્યું. લૅટિન અમેરિકાના મોટા દેશમાં પણ તેમનાં રેકાણુ તથા નાણાંના કાબૂને કારણે તેમની ભારે લાગવગ હતી. આને અર્થ એ કે યુનાઈટેડ સ્ટેટ્સ આ દેશની સંપત્તિ અથવા કહો કે તેમની મોટા ભાગની સંપત્તિ ખાલસા કરી. આ વસ્તુ ખાસ લક્ષમાં રાખવા જેવી છે કેમ કે સામ્રાજ્યને એ નવીન પ્રકાર છે અથવા કહે કે એ તેને આધુનિક પ્રકાર છે. આ જાતનું સામ્રાજ્ય અછતું અને આર્થિક હોય છે અને નજરે પડે એવાં બહારનાં કશાં ચિન વિના તે શેષણ કરે છે અને આધિપત્ય ભેગવે છે. દક્ષિણ અમેરિકાનાં પ્રજાસત્તાક રાજ્યો રાજકીય તેમ જ આંતરરાષ્ટ્રીય દષ્ટિએ સ્વાધીન અને સ્વતંત્ર છે. નકશા ઉપર તે તેઓ વિશાળ દેશે જણાય છે અને તેઓ કોઈ પણ રીતે સ્વતંત્ર નથી એવું દર્શાવનાર તેમાં કશું નથી. અને આમ છતાંયે એમાંના ઘણા ખરા દેશો ઉપર યુનાઈટેડ સ્ટેટ્સનું સંપૂર્ણ પ્રભુત્વ છે.
ઇતિહાસની આ રૂપરેખામાં જુદા જુદા યુગમાં સામ્રાજ્યવાદના અનેક પ્રકારે આપણે જોઈ ગયા છીએ. છેક આરંભના સમયમાં એક પ્રજા ઉપર