________________
૧૦૫૮
જગતના ઇતિહાસનું રેખાદર્શન ચર્ચા કરવાને તે એકઠી મળી હતી. જાપાન અને ચીનની બાબતમાં, ૧૯૨૨ની વૈશિંગ્ટનની પરિષદમાંથી અનેક મહત્ત્વનાં પરિણામ આવ્યાં. જાપાન શાંટુંગ પ્રાંત પાછા આપી દેવાને કબૂલ થયું અને એ રીતે ચીની પ્રજાને અસ્વસ્થ કરી મૂકતા એક મોટા પ્રશ્નો નિવેડે આવ્યું. એ સત્તાઓ વચ્ચે મહત્ત્વના બીજા બે કરાર પણ થયા.
એમને એક, “ચાર સત્તાઓને કરાર” હતું. અમેરિકા, ઇંગ્લેંડ, જાપાન અને ફ્રાંસ વચ્ચે એ કરાર થયે હતો. આ ચાર સત્તાઓએ પ્રશાન્ત મહાસાગરમાંના પ્રત્યેક સત્તાના તાબાના મુલકની પ્રાદેશિક અખંડિતતા માન્ય રાખવાની પરસ્પર પ્રતિજ્ઞા કરી. બીજે કરાર “નવ સત્તાઓનો કરાર” તરીકે ઓળખાય છે. એ કરાર શિંગ્ટન પરિષદમાં હાજરી આપનાર નવ સત્તાઓ યુનાઈટેડ સ્ટેટ્સ, બેલ્જિયમ, ઇંગ્લંડ, ફ્રાંસ, ઈટાલી, જાપાન, હેલેંડ, પોર્ટુગાલ અને ચીન – વચ્ચે થયો હતે. એ કરારની પહેલી કલમ આ રીતે શરૂ થતી હતીઃ
ચીનનું ઐશ્વર્ય (સોવરેનટી), સ્વતંત્રતા તેમ જ તેની વહીવટી અને પ્રાદેશિક અખંડિતતા માન્ય રાખવા માટે . . ”
દેખીતી રીતે જ, ચીનને હવે વધુ આક્રમણમાંથી બચાવવાને એ બંને કરારને આશય હતે. છૂટછાટો પડાવવાની તથા મુલક ખાલસા કરવાની જે રમત બીજી સત્તાઓ આજ સુધી રમી રહી હતી તે અટકાવવાને એ કરાર કરવામાં આવ્યા હતા. પશ્ચિમની સત્તાઓ મહાયુદ્ધ પછીના પ્રશ્નોનો ઉકેલ કરવાના કાર્યમાં ગૂંથાયેલી હતી. એટલે એ ઘડીએ ચીનની બાબતમાં તેમને રસ નહોતે. એથી કરીને આત્મત્યાગના આ ઠરાવમાં એ બધી સત્તાઓએ ગંભીરતાપૂર્વક પિતાની સંમતિ આપી. એ ઠરાવ ઘણાં વરસોથી ચાલતી આવેલી જાપાનની ઈરાદાપૂર્વકની નીતિને ઘાતક હતું છતાંયે જાપાને પોતે પણ એ ઠરાવમાં પિતાની સંમતિ આપી. જાપાનની પુરાણ નીતિની વિરુદ્ધની પ્રતિજ્ઞાઓ તથા કરાર કરવામાં આવ્યા હોવા છતાં તેણે પિતાની અસલ નીતિ ચાલુ જ રાખી હતી એ વસ્તુ થોડા જ વરસોમાં સ્પષ્ટ થઈ ગઈ અને જાપાને ચીન ઉપર ચડાઈ કરી. આંતરરાષ્ટ્રીય જૂઠાણું અને પાખંડનું એ એક અજોડ અને નગ્ન દષ્ટાંત છે. પાછળથી જે બનવા પામ્યું તેની ભૂમિકા સમજાવવાને ખાતર મારે તને વૈશિંગ્ટનની પરિષદની વાત કહેવી પડી. - વૈશિંગ્ટન પરિષદના અરસામાં સાઈબેરિયામાંથી વિદેશી લશ્કરે પણ છેવટનાં ખેંચી લેવામાં આવ્યાં. જાપાને પિતાનું લશ્કર ત્યાંથી સાથી છેલ્લે ખસેડ્યું. તરત જ ત્યાં સોવિયેટ સ્થપાઈ ગયાં અને તે રશિયાના સેવિયેટ પ્રજાસત્તાકમાં જોડાયાં.
પિતાની કારકિર્દીના આરંભમાં જ રશિયાની સેવિયેટ સરકારે ચીનને જણાવ્યું કે, બીજી સામ્રાજ્યવાદી સત્તાઓની સાથે ઝારશાહી રશિયા ચીનમાં