________________
રાહત માટે રૂઝવેલ્ટના પ્રયાસે
૧૪૩૫
જોઈ ને બેઠા છે. થાડા જ મહિનાઓમાં પરિસ્થિતિમાં ભારે સુધારા થવા ન પામે તો, પ્રજામત રૂઝવેલ્ટની વિરુદ્ધ થઈ જશે એમ ધારવામાં આવે છે અને એ પ્રસંગે મોટા વ્યવસાયે મેદાને પડશે.
ધૃણા અધિકારી નિરીક્ષકા ધારે છે કે પ્રમુખ રૂઝવેલ્ટ નેવનાં પાણી મેાભે ચડાવવાને મથી રહ્યો છે અને એમાં એ સફળ થઈ શકે એમ નથી. તેને નિષ્ફળતા મળતાં મેટા વ્યવસાયા ફરી પાછા સર્વાંપરી ખનશે. પહેલાં કરતાંયે તે વધારે બળવાન અને એવા સંભવ રહે છે કેમ કે રૂઝવેલ્ટે ઊભા કરેલા સરકારી સમાજવાદના તંત્રને ઉપયાગ પછીથી મોટા વ્યવસાયાના વ્યક્તિગત કાયદાને અર્થે કરવામાં આવશે. અમેરિકામાં મજૂર ચળવળ બહુ બળવાન નથી અને તેને સહેલાઇથી કચરી શકાય એમ છે.
નોંધ : કટોકટીને પહેાંચી વળવા માટેના તેમ જ મૂડીવાદને નવી પરિસ્થિતિ સાથે મેળ બેસાડવાના પ્રમુખ રૂઝવેલ્ટના ભગીરથ પ્રયત્નને અમુક અંશે સફળતા મળી, જોકે એથી કશાયે મૂળભૂત ફેરફાર થવા પામ્યા નહિ. એથી કરીને પરિસ્થિતિમાં ઘેાડેાધણા સુધારા થયા ખરા. રાહત માટેની મોટી મેટી યોજના તથા પગાર વધારવાનું તથા કામના કલાકેા ઘટાડવાનું માલિકાને સમજાવીને ઉદ્યોગાના થડે નફા મજૂરાને આપવામાં આવ્યેા એ એ વસ્તુઓ ઉપર વાસ્તવમાં એ પ્રયત્નનું મંડાણ હતું. માલિકાએ અને ખાસ કરીને ફાડે, એને પેાતાની સ્વતંત્રતા ઉપરના હુમલા તરીકે ગણીને એને વિરોધ કર્યાં. ઉદ્યોગો તથા ખેતીને અંગે કરાવવામાં આવેલા નિયમે નિષ્ફળ નીવડચા અને અનેક હડતાલ પડી. પરંતુ એને લીધે અમેરિકાના મજૂર વધારે બળવાન બન્યા, તે વધારે વર્ગ-જાગ્રત બન્યા અને તેમનામાં નવે જ જુસ્સા પેદા થયા. મજૂર મહાજનના સભ્યાની સંખ્યામાં ભારે વધારે થવા પામ્યા.
આર્થિક સ્થિતિ સુધરતી ગઈ તેમ તેમ મેટા વ્યવસાયાએ વધુ ને વધુ ઉગ્ર વલણ ધારણ કર્યું અને તે રૂઝવેલ્ટના સામના કરવા લાગ્યા. રૂઝવેલ્ટના એ પ્રધાન કાયદાઓની અસરકારક કલમા રાજબંધારણની વિરુદ્ધ છે એમ ઠરાવીને વડી અદાલતે તેમને નિરુપયેગી બનાવી દીધી. આ રીતે રૂઝવેલ્ટના નવા કાર્યક્રમ ' ( ન્યૂ ડીલ )ને પાંગળા બનાવી દેવામાં આવ્યા.
"
૧૯૩૬ની સાલમાં રૂઝવેલ્ટને બહુ મોટી બહુમતીથી ખીજી વાર પ્રમુખ ચૂંટી કાઢવામાં આવ્યેા. મેાટા વ્યવસાયા સામેની તેની ઝુંબેશ હજી ચાલુ જ છે. કોંગ્રેસ ઉપર હવે તેનું પહેલાં જેટલું પ્રભુત્વ રહ્યું નથી અને તેણે ઘણી બાબતમાં તેને વિરાધ કર્યાં છે.