________________
૧૦૮૮
જગતના ઇતિહાસનું રેખાદર્શન યુદ્ધનું પ્રેત વધુ ને વધુ નજીક આવતું જતું હતું. અનિવાર્ય જણાતી સાઠમારીને માટે સત્તાઓએ ફરી પાછું પિતાના સમૂહે બાંધવાનું શરૂ કર્યું.
આમ જે દરમ્યાન મૂડીવાદી સભ્યતાએ પશ્ચિમ યુરોપ તથા અમેરિકામાં પિતાની આણ વર્તાવી હતી તથા બાકીની બધી દુનિયા ઉપર પિતાનું પ્રભુત્વ જમાવ્યું હતું તે યુગના અંતની સમીપ આપણે આવી પહોંચ્યાં હેઈએ એમ લાગે છે. મહાયુદ્ધ પછીનાં પહેલાં દશ વરસ દરમ્યાન તે લાગતું હતું કે મૂડીવાદ ફરી પાછો બેઠે થશે, તથા સ્થિર થઈ જઈને લાંબા વખત સુધી ટકી રહેશે. પરંતુ છેલ્લાં ત્રણ કે ચાર વરસે એ વસ્તુને અતિશય શંકાસ્પદ કરી મૂકી છે. મૂડીવાદી સત્તાઓ વચ્ચેની હરીફાઈએ ગંભીર સ્વરૂપ ધારણ ક્યું છે એટલું જ નહિ પણ દરેક રાજ્યમાં વર્ગો વર્ગો વચ્ચેનું, માલદાર તથા જેમના હાથમાં સત્તાનાં સૂત્ર છે તે મૂડીદાર વર્ગ અને મજૂર વર્ગ વચ્ચેનું ઘર્ષણ પણ અતિશય તીવ્ર થતું જાય છે. આ સ્થિતિ વધુ પ્રમાણમાં બગડવા પામે ત્યારે સંપત્તિ ધરાવનારા વર્ગે આગળ વધતા જતા મજૂરોને કચરી નાખવાને આખરી અને મરણિયો પ્રયત્ન કરે છે. આ પ્રયત્ન ફાસીવાદનું સ્વરૂપ ધારણ કરે છે. વર્ગો વર્ગો વચ્ચેનું ઘર્ષણ જ્યાં જ્યાં ઉગ્ર બને છે તથા સંપત્તિ ધરાવનારા વર્ગો પિતાનું વિશિષ્ટ સ્થાન ગુમાવી બેસવાના જોખમમાં આવી પડે છે ત્યાં ત્યાં ફાસીવાદ દેખા દે છે.
ફાસીવાદ ઈટાલીમાં મહાયુદ્ધ પછી તરત જ શરૂ થયા. મજૂરો હાથ પરથી જતા રહેતા હતા તેવામાં મેસોલીનીની આગેવાની નીચે ફાસીવાદીઓએ સત્તા કબજે કરી. અને ત્યારથી માંડીને હજીયે તેઓ સત્તા ઉપર છે. ફાસીવાદ એટલે સરમુખત્યારશાહીનું નગ્ન સ્વરૂપ. લેકશાહીની રીતે તે છડેચોક તિરસ્કાર કરે છે. ફાસીવાદી રીતોને વત્તેઓછે અંશે યુરોપના ઘણું દેશમાં ફેલાવો થયે છે અને સરમુખત્યારશાહીની ઘટના ત્યાં આગળ સામાન્ય થઈ પડી છે. ૧૯૩૩ની સાલના આરંભમાં જર્મનીમાં ફાસીવાદનો વિજય થયો અને ૧૯૧૮ની સાલમાં સ્થાપવામાં આવેલા પ્રજાસત્તાકનો અંત આવ્યો તથા મજૂરની ચળવળને મારી નાખવા માટે હેવાનિયતભર્યા ઉપાયે લેવામાં આવ્યા હતા.
આમ યુરેપમાં ફાસીવાદ લેકશાહી તથા સમાજવાદી બળને સામને કરી રહ્યો છે અને તેની સાથે સાથે જ મૂડીવાદી સત્તાઓ એકબીજા સામે ઘુરકિયાં કરી રહી છે તથા એકબીજાની સામે લડવાને માટે તૈયારીઓ કરી રહી છે. આ ઉપરાંત મૂડીવાદ એક અવનવું દશ્ય રજૂ કરી રહ્યો છે. એક બાજુ અખૂટ સમૃદ્ધિ અને તેને જ પડખે કારમું દારિદ્ય દષ્ટિગોચર થાય છે; એક તરફ ખોરાક સડી જાય છે અથવા તેને ઈરાદાપૂર્વક ફેંકી દેવામાં આવે છે કે તેને નાશ કરવામાં આવે છે જ્યારે બીજી બાજુ પ્રજા ભૂખમર વેઠી રહી હોય છે.