________________
૮રર
જગતના ઇતિહાસનું રેખાદર્શન એ નફાને જાજ હિસ્સો મળ્યો. પરંતુ એને મોટે હિસ્સે દેશની બહાર કંપનીના શેર ધરાવનારાઓને હાથ ગયે. બ્રિટિશ સરકાર એ કંપનીનો એક મોટામાં મોટે ઍર ધરાવનાર છે. ઈરાનની આજની સરકાર તીવ્રપણે રાષ્ટ્રવાદી છે અને વિદેશીઓ પિતાના દેશનું શોષણ કરે એની સામે તેને ભારે વિરોધ છે. જેની રૂએ “એંગ્લે-પર્શિયન કંપની” કામ કરતી હતી તે ૧૯૦૧ની સાલને ૬૦ વરસનો દીઆઈ સાથેને જૂને કરાર તેણે રદ કર્યો. એથી કરીને બ્રિટિશ સરકાર અતિશય છેડાઈ પડી અને તેણે ઈરાનની સરકારને ધાકધમકી આપીને ડરાવવાનો પ્રયત્ન કર્યો, તે ભૂલી ગઈ કે સમય બદલાયો છે અને એશિયાની પ્રજાને ધમકાવી ખાવી એ હવે સહેલ વાત નથી*
પરંતુ હું તે આ ભવિષ્યના ઈતિહાસની વાત કરી રહ્યો છું. જેમ જેમ સામ્રાજ્યવાદ ઈરાનને ડરાવતે ગયે તથા શાહ તેના હાથમાં વધારે ને વધારે હથિયારરૂપ બનતો ગયો તેમ તેમ અનિવાર્યપણે ત્યાં આગળ રાષ્ટ્રવાદને ઉદય થતો ગયો. પરિણામે ત્યાં એક રાષ્ટ્રીય પક્ષની સ્થાપના થઈ. એ પક્ષે વિદેશીઓની દખલગીરી તથા શાહની આપખુદી સામે એકસરખો તીવ્ર વિરોધ ઉઠાવ્યું. તેણે પ્રજાકીય રાજબંધારણ અને આધુનિક સુધારાઓની માગણી કરી. દેશના રાજવહીવટ ખરાબ હતું અને ઉપર કરને ભારે બેજે હતે. વળી રશિયનો તેમ જ અંગ્રેજો રાજવહીવટમાં નિરંતર દખલ
ર્યા કરતા હતા. અમુક પ્રમાણમાં સ્વતંત્રતા માગતી પિતાની પ્રજા કરતાં આ વિદેશી સરકાર સાથે પ્રત્યાઘાતી શાહને વધારે ફાવતું. પ્રજાકીય રાજબંધારણ માટેની આ માગણી મુખ્યત્વે કરીને નવા ઊભા થયેલા મધ્યમ વર્ગ અને બુદ્ધિપ્રધાન લેકે તરફથી આવી. ઝારશાહી રશિયા ઉપરના ૧૯૦૪ની સાલના જાપાનના વિજયે ઈરાનના રાષ્ટ્રવાદીઓ ઉપર ભારે અસર કરી અને તેમને ઉત્તેજિત કરી મૂક્યા. એનું કારણ એ હતું કે એ યુરોપની સત્તા ઉપર એશિયાની સત્તાને વિજય હતો તથા ઝારશાહી રશિયા આક્રમણકારી અને તેમને તકલીફ આપનાર તેમનું પાડોશી રાષ્ટ્ર હતું. ૧૯૦૫ની રશિયાની ક્રાંતિ જો કે નિષ્ફળ નીવડી અને તેને નિર્દયતાપૂર્વક દાબી દેવામાં આવી હતી, છતાં તેણે ઈરાનના રાષ્ટ્રવાદીઓના ઉત્સાહમાં તથા આગળ પગલાં ભરવાની તેમની ઇચ્છામાં ઉમેરે કર્યો. શાહ ઉપર દબાણ એટલું બધું વધી ગયું કે, ૧૯૦૬ની સાલમાં નિરુપાયે તે પ્રજાકીય બંધારણ આપવાનું કબૂલ થયો. “મજલીસ” એટલે કે ધારાસભા સ્થાપવામાં આવી અને ઈરાનની ક્રાંતિ સફળ થતી હોય એમ લાગ્યું.
પરંતુ મુશ્કેલીઓ હજી આગળ પડેલી હતી. પિતાની જાતને ભૂંસી નાખવાને શાહનો ઇરાદે નહોતું અને બળવાન તથા ઉપાધિરૂપ થઈ પડે એવા પ્રજાકીય
જ છેવટે બ્રિટિશ સરકાર તથા કંપનીને ઈરાનની સરકારને ઘણો લાભદાયી એ કરાર સ્વીકાર પડ્યો.