________________
૧૨૪૮. જગતના ઇતિહાસનું રેખાદર્શન દેશમાં બનેલા બનાવની અસર બાકીના બધા ઉપર થાય છે. દુનિયાના બધા દેશે વચ્ચે આ આંતરરાષ્ટ્રીય સંબંધ હોવા છતાયે તેમની સરકારે તથા એ સરકારની નીતિઓ હજી અતિશય સંકુચિત અર્થમાં રાષ્ટ્રીય રહી છે. ખરેખર, મહાયુદ્ધ પછીનાં વરસમાં આ સંકુચિત રાષ્ટ્રીયતાની ભાવનાએ વધારે ખરાબ અને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને દુનિયામાં આજે તેણે પિતાની આણ વર્તાવી છે. એનું પરિણામ એ આવ્યું છે કે, દુનિયાની આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને સરકારની આ રાષ્ટ્રીયતા–પ્રધાન નીતિ વચ્ચે નિરંતર ઘર્ષણ ચાલ્યા જ કરે છે. એમ ધાર કે આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિઓ સમુદ્ર તરફ વહેતી નદી છે અને રાષ્ટ્રીય નીતિઓ એ તેને રોકી રાખવાના, બંધ બાંધીને તેનું પાણી સંઘરી રાખવાના, તેને પ્રવાહ બીજી બાજુએ વાળવાના અને કેટલીક વખત તે તેને ઊલટી દિશામાં વહેવડાવવાના પ્રયાસ છે. એ તે દેખીતું છે કે નદીને પ્રવાહ ઊલટી દિશામાં વહેવા નથી તેમ જ તે અટકવાને પણ નથી. હા, એમ બને ખરું કે પ્રસંગોપાત્ત તેને બીજી બાજુએ વાળવામાં આવે અથવા તે બંધ બાંધવાથી તેમાં પૂર પણ આવે. આમ આ રાષ્ટ્રીયતાની ભાવનાઓ નદીના એકધારા વહેણમાં અંતરાયે નાખી રહી છે અને એ રીતે તેમાં ક્યાંક પૂર, ક્યાંક ખાડી અને ક્યાંક બંધિયાર ખાબોચિયાઓ પિદા કરી રહી છે પરંતુ એના વહેણની છેવટની ગતિ તેમનાથી રોકી શકાવાની નથી.
વેપારજગાર તથા આર્થિક ક્ષેત્રમાં જેને “આર્થિક રાષ્ટ્રવાદ” કહેવામાં આવે છે તે પ્રવર્તે છે. દેશે ખરીદવા કરતાં વેચવું વધારે અને વાપરવા કરતાં ઉત્પન્ન વધારે કરવું એ એને અર્થ થાય છે. દરેક રાષ્ટ્ર પિતાનો માલ વેચવા ચાહે છે; તે પછી ખરીદવું કેણે? કારણ કે દરેક વેચાણ માટે વેચનાર તેમ જ ખરીદનાર એ બંને હોવા જોઈએ. દુનિયા વેચનારાઓની જ હોય એમ ધારવું એ દેખીતી રીતે જ બેહૂદું છે. અને આમ છતાંયે આર્થિક રાષ્ટ્રવાદ એ માન્યતાના આધાર ઉપર નિર્ભર છે. દરેક દેશ જકાતની દીવાલે એટલે કે, પરદેશી માલ દેશમાં આવતે રેકવા આર્થિક અંતરાયે ઊભા કરે છે અને એની સાથે સાથે જ તે પિતાને પરદેશે સાથે વેપાર ખીલવવાની અપેક્ષા રાખે છે. જેના ઉપર આધુનિક દુનિયા રચાયેલી છે તે આંતરરાષ્ટ્રીય વેપારના માર્ગમાં આ જકાતની દીવાલે બાધા નાખે છે અને તેને હણે છે. વેપાર ક્ષીણ થવાથી, ઉદ્યોગોને હાનિ પહોંચે છે અને બેકારી વધે છે. આને પરિણામે, પરદેશી માલ દેશમાં આવતા અટકાવવાના વળી વધારે ઝનૂની પ્રયત્ન કરવામાં આવે છે કેમ કે, એ દેશના ઉદ્યોગના માર્ગમાં આડે આવે છે એમ માનવામાં આવે છે અને તેથી જકાતની દીવાલે વળી વધારે ઊંચી કરવામાં આવે છે. આમ આંતરરાષ્ટ્રીય વેપારને હજી વધારે ને વધારે નુકસાન થાય છે અને એ અનિષ્ટની પરંપરા ચાલ્યા જ કરે છે.