________________
૧૧૯૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન ઊતરશે અને દેશના આર્થિક સ્વામી બની જશે; યહૂદીઓ તેમના મોંમાંથી રિટલે તેમ જ ખેડૂતો પાસેથી જમીન પડાવી લેશે એ તેમને ડર લાગે.
ત્યાર પછીને પેલેસ્ટાઈનનો ઈતિહાસ એ આરબ અને યહૂદીઓ વચ્ચેના ઝઘડાઓને ઈતિહાસ છે. એમાં બ્રિટિશ સરકાર પ્રસંગ અનુસાર કઈ વાર યહૂદીઓનો તે કઈ વાર આરબંને પક્ષ કરતી, પરંતુ એકંદરે જોતાં તે યહૂદીઓને ટેકો આપતી. પરાધીન બ્રિટિશ વસાહતની પેઠે એ દેશ પ્રત્યે વર્તાવ રાખવામાં આવ્યું છે. ખ્રિસ્તીઓ તેમ જ યહૂદી સિવાયના બીજા લેકેના ટેકાથી આરબે આત્મનિર્ણય અને પૂર્ણ સ્વતંત્રતાની માગણી કરે છે. “મેન્ડેટ”ની સામે તેમ જ નવા આવતા વસાહતીઓ સામે તેમણે સખત વાંધો ઉઠાવ્યા છે તેમનું કહેવું એવું છે કે, હવે વસવાટ માટે ત્યાં અવકાશ રહ્યો નથી. જેમ જેમ નવા યહૂદી વસાહતીઓ ત્યાં આવતા ગયા તેમ તેમ તેમને ભય અને ક્રિોધ વધતાં ગયાં. તેમણે (આરબોએ) જણાવ્યું કે, “ઝિનિઝમ એ તે બ્રિટિશ સામ્રાજ્યવાદને મળતિ છે. જવાબદાર ઝિનિસ્ટ આગેવાને હમેશાં એ વસ્તુ ઉપર ભાર મૂક્તા આવ્યા છે કે, બળવાન “યહૂદી રાષ્ટ્ર” એ હિંદ જતા માર્ગનું રક્ષણ કરવામાં અંગ્રેજોને ભારે મદદરૂપ નીવડશે; કેમ કે એ આરબની રાષ્ટ્રીય આકાંક્ષાઓને સામને કરનારું બળ થઈ પડશે.” કેવી અણધારી જગ્યાઓએ હિંદુસ્તાન ફૂટી નીકળે છે!
આરબની પરિષદે બ્રિટિશ સરકાર સાથે અસહકાર કરવાને તથા અંગ્રેજો છ રહ્યા હતા તે ધારાસભાની ચૂંટણુને બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો. એ બહિષ્કાર બહુ જ સફળ નીવડ્યો અને ધારાસભા ઊભી કરી શકાઈ નહિ. * અમુક પ્રકારને અસહકાર ઘણાં વરસો સુધી ચાલુ રહ્યો, પછીથી તે અમુક - અંશે શિથિલ થયે અને કેટલાક લેકે એ અંગ્રેજોને થોડા પ્રમાણમાં સહકાર આપે. આમ છતાંયે, અંગ્રેજો ચૂંટાયેલી ધારાસભા તે ન જ ઊભી કરી શક્યા અને હાઈ કમિશનર સર્વસત્તાધીશ સુલતાનની પેઠે ત્યાં શાસન કરવા લાગે.
૧૯૨૮ની સાલમાં આરબના જુદા જુદા પક્ષે આરબ પરિષદમાં ફરી પાછા એકત્ર થયા અને તેમણે “પિતાના જન્મસિદ્ધ હકક તરીકે” લેકશાહી તથા ધારાસભા દ્વારા ચાલતી બંધારણીય સરકારની માગણી કરી. આ ઉપરાંત તેમણે દઢતાપૂર્વક જણુવ્યું કે, “પેલેસ્ટાઈનના લેકે આજની આપખુદ સાંસ્થાનિક સરકાર ચલાવી લઈ શકે એમ નથી તેમ જ તેઓ તેને ચલાવી લેનાર પણ નથી.” રાષ્ટ્રવાદના આ નવા મોજાનું એક જાણવા જેવું લક્ષણ એ હતું કે એમાં આર્થિક પ્રશ્ન ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યું હતું. સાચી પરિસ્થિતિની સમજ ઉત્તરોત્તર વધતી જાય છે એ વસ્તુ એ હમેશાં સૂચવે છે.
૧૯૨૯ના ઑગસ્ટ માસમાં યહૂદીઓ અને આરબે વચ્ચે મોટું રમખાણ ફાટી નીકળ્યું. યહૂદીઓની દિનપ્રતિદિન વધતી જતી સંપત્તિ તથા