________________
* યુદ્ધકાળ
૨૦૧૫ એકેએક ઘરમાં શેકની છાયા ફરી વળી હતી. સૌ થાકથી લથપોથ થઈ ગયાં હતાં, સૌની આંખ ઊઘડી ગઈ હતી અને સૌને ભરમ ભાગી ગયું હતું. આમ છતાયે, મશાલ ઊંચી ધરી રાખ્યા સિવાય કોઈ પણ બીજું શું કરી શકે એમ હતું ? મેજર મૅક ક્રી નામના એક બ્રિટિશ અમલદારે લખેલી આ હૃદયસ્પર્શી લીટીઓ વાંચ અને યુદ્ધના એ અંધકારમય અને શેકપૂર્ણ દિવસમાં એ વાંચનાર તેની જાતિનાં સ્ત્રીપુરુષો ઉપર એની શી અસર થઈ હશે એની કલ્પના કરી છે. અને યાદ રાખજે કે, જુદા જુદા દેશમાં અને અનેક ભાષાઓમાં એના જેવી કવિતાઓ લખાઈ હતી.
અમે મૃતાત્મા ! દિન બેંક પૂર્વે હતા અમે ચેતનવંત માનવી. આસ્વાદકે સૌય હતા ઉષાના, સૂર્યાસ્તલીલા ઉર માણનારા. સ્વીકારતા પ્રેમ, વળીય અર્પતા. ને આજ સૂતા લૅન્ડર્સનાં ઉજડ ખેતરમાં. સંગ્રામ દે આદરી દુશ્મનોથી. મશાલ આ દુર્બળ હાથમાંથી ફેંકી તમારે કર. લે, ધરે ઊંચી. દેશે અને અહીંયાં મરંતને દગે તમે, તે નહિ જંપશું અમે; પુપ ખીલે છે, નહિ ઊંઘશું અમે
ફલૅન્ડર્સનાં ઉર્જા ખેતરમાં. ૧૯૧૬ની સાલના અંતમાં મિત્રરાનું પાસું ચડતું જતું લાગવા માંડયું. તેમનાં નવાં ટેકાએ પશ્ચિમ મેખરા ઉપર તેમને આગળ પગલું ભરવાની પહેલ કરવાની અનુકૂળતા કરી આપી. ઇંગ્લંડ ઉપર બૅબમારે કરનારાં ઝેપલીન હવાઈ જહાજોને અકસ્માત નડ્યા, અને જર્મન સબમરીનનું જોખમ હવા છતાંયે તટસ્થ દેશોનાં વહાણમાં પૂરતા પ્રમાણમાં ખેરાક ઈંગ્લડ પહોંચી શક્ય. ૧૯૧૬ના મે માસમાં ઉત્તર સમુદ્રમાં નૌકાયુદ્ધ થયું (જુટલેંડનું નૌકા યુદ્ધ). એમાં એકંદરે ઇંગ્લંડને વિજય થયે. દરમ્યાન નાકાબંધીને કારણે ભૂખમરે દિનપ્રતિદિન જર્મની તેમ જ એસ્ટ્રિયાની પ્રજાની વધુ ને વધુ સમીપ આવત ગયે. કાળ મધ્ય યુરોપની સત્તાઓની વિરુદ્ધ જાતે જ અને ઝડપી પરિણામે આવશે એવી ગણતરી થવા લાગી. જર્મનીએ સુલેહ માટે ઈશારે પણ કર્યો. પરંતુ મિત્રરાજ એવી કઈ પણ દરખાસ્ત સાંભળે એમ નહોતું. મિત્રરાજની