________________
૧૩૭૦
જગતના ઇતિહાસનું રેખાદર્શન બીજું પરિણામ એ આવ્યું કે, એને લીધે ગુજરાનનું ખરચ વધી ગયું. કેમ કે, ખેરાકીની વસ્તુઓની તેમ જ જકાતથી જે વસ્તુઓને રક્ષિત કરવામાં આવી હતી તે બધી વસ્તુઓની કિંમત વધી ગઈ. જકાતે રાષ્ટ્રીય ઇજારે ઊભો કરે છે અને બહારની હરીફાઈને અટકાવે છે અથવા તે તેને અતિશય મુશ્કેલ કરી મૂકે છે. ઈજારે હોય ત્યાં વસ્તુના ભાવ વધ્યા વિના રહે જ નહિ. જકાતથી સુરક્ષિત કરવામાં આવેલા કોઈ એક ઉદ્યોગને ફાયદો થાય અથવા સાચું કહેતાં એવા સંરક્ષણથી એ ઉદ્યોગના માલિકોને ફાયદો થાય, પરંતુ ઘણે અંશે તે એ માલ ખરીદનારાઓને ભોગે તેમને ફાયદો થાય છે કેમ કે તેમને એ માલ માટે વધારે કિંમત આપવી પડે છે. જકાતે આ રીતે અમુક વર્ગોને રાહત આપે છે અને એ રીતે તે સ્થાપિત હિતે પેદા કરે છે, કેમ કે જકાતને કારણે ફાયદો મેળવનારા ઉદ્યોગે એ જકાત કાયમ રાખવા માગે છે. આ રીતે, હિંદના કાપડના ઉદ્યોગને જાપાન સામે ભારે રક્ષણ આપવામાં આવ્યું છે. હિંદી મિલમાલિકને માટે એ અતિશય ફાયદાકારક છે, કેમ કે એ સિવાય તેઓ જાપાનની હરીફાઈ સામે ટકી શકે એમ ન હતું. વળી એ હરીફાઈમાંથી મુક્તિ મળવાને કારણે તેઓ કાપડની કિંમત વધારે લે છે. અહીંના ખાંડના ઉદ્યોગને પણ રક્ષણ આપવામાં આવેલું છે અને એને પરિણામે હિંદભરમાં અને ખાસ કરીને યુક્તપ્રાંતે તથા બિહારમાં ખાંડનાં સંખ્યાબંધ કારખાનાંઓ ઊભાં થયાં છે. આ રીતે બીજું એક સ્થાપિત હિત ઊભું થયું છે અને ખાંડ ઉપરની જકાત કાઢી નાખવામાં આવે તે એ હિતને નુકસાન થાય અને નવાં ઊભા થયેલાં ઘણાં ખાંડનાં કારખાનાઓ પડી ભાગે.
બે પ્રકારના ઈજારાઓ વધવા પામ્યા : બહારના ઈજારા અથવા તે જકાતની સહાયથી ઊભા થયેલા રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના ઈજારા; અને દેશની અંદરના નાના નાના રોજગારને હડપ કરી જનારા મોટા રોજગારના આંતરિક ઈજારાઓ. અલબત, ઈજારાઓને વિકાસ એ કંઈ નવી વસ્તુ નહોતી. ઘણાં વરસેથી, મહાયુદ્ધ પહેલાંના સમયથી પણ ઈજારાઓ શરૂ થઈ ગયા હતા. પણ હવે એ વધારે ઝડપી બન્યા. ઘણા દેશોમાં જકાતે પણ ચાલુ થઈ ગઈ હતી. હજી સુધી મેટા દેશમાં ફક્ત એક ઈંગ્લેંડ જ અબાધિત વેપારની નીતિને વળગી રહ્યું હતું અને તેણે જાતે નાખી નહતી. પરંતુ હવે તેને પોતાની જૂની પરંપરાનો ત્યાગ કરવાની ફરજ પડી અને જકાત નાખીને તેને પણ બીજા દેશોની હરોળમાં જોડાઈ જવું પડયું. એનાથી તેના કેટલાક ઉદ્યોગને થોડી તાત્કાલિક રાહત મળી.
આ બધી વસ્તુઓએ સ્થાનિક અને ચેડા વખત પૂરતી રાહત આપી એ ખરું પરંતુ એકંદરે આખી દુનિયાની સ્થિતિ તે વાસ્તવમાં તેમણે બગાડી મૂકી. એમણે આંતરરાષ્ટ્રીય વેપારમાં વળી વિશેષ ઘટાડો કર્યો એટલું જ નહિ