________________
. ૧૨. જૂનાં દેવાં પતાવવાની નવી રીત
૧૫ જૂન, ૧૯૩૩ આમ, આપણને માલૂમ પડે છે કે, મહાયુદ્ધ પછી યુરોપ, અથવા કહે કે થોડેઘણે અંશે આખી દુનિયા ઊકળતી કઢાઈ જેવી બની ગઈ હતી. વસઈની સંધિ તેમ જ બીજી સંધિઓથી પરિસ્થિતિમાં કશોયે સુધારે થવા પામ્યો નહિ. પેલેંડવાસીઓ, ચેક લેકે તથા બાટિક સમુદ્ર ઉપર વસતી પ્રજાઓને સ્વતંત્ર કરીને એ પ્રમાણે યુરોપને નેવે નકશો રચીને કેટલાક પુરાણું રાષ્ટ્રીય પ્રશ્નોને ઉકેલ કરવામાં આવ્યું. પરંતુ ઓસ્ટ્રિયાનું ટરલ ઇટાલીને અને યુક્રેનને ઘેડે ભાગ પોલેન્ડને આપીને તથા પશ્ચિમ યુરોપમાં બીજી કેટલીક દુઃખદ પ્રાદેશિક વહેંચણી કરીને એની સાથે સાથે જ નવા રાષ્ટ્રીય પ્રશ્ન પેદા કરવામાં આવ્યા. અતિશય બેહૂદી અને કઠે એવી વ્યવસ્થા પિલેંડની પટી ( પિલિશ કારિડર ) અને ડાન્ઝિગની હતી. નાનાં નાનાં નવાં રાજ્ય ઊભાં કરીને મધ્ય તથા પૂર્વ યુરેપનું “બાલ્કનીકરણ કરવામાં આવ્યું. એને પરિણામે, સરહદે વધી, જકાતની દીવાલે વધી તથા પાશવી દે વધ્યા.
૧૯૧૯ની સાલની આ સંધિઓ ઉપરાંત રૂમાનિયાએ બેસાબિયા પ્રદેશ પચાવી પાડ્યો. એ પ્રદેશ દક્ષિણ-પશ્ચિમ રશિયાને એક ભાગ હતો. ત્યારથી માંડીને એ સોવિયેટ રશિયા અને સમાનિયા વચ્ચે ઝઘડા અને વાદવિવાદનો વિષય થઈ પડ્યો છે. બેસારેબિયા “નીપરને આસાસરેઈન' કહેવાવા લાગે છે.
પ્રાદેશિક ફેરફાર કરતયે ઘણે મોટો પ્રશ્ન રિપેરેશન્સ' એટલે કે પરાજિત જર્મનીએ વિજયી રાષ્ટ્રને યુદ્ધના ખરચ તથા નુકસાની પેટે આપવાની રકમને હતે. વસઈની સંધિમાં એની કઈ ચોક્કસ રકમ નકકી કરવામાં આવી નહતી પરંતુ એ પછી થયેલી પરિષદમાં યુદ્ધની નુકસાની પેટે જર્મનીએ ભરવાની ૬, ૬૦૦,૦૦૦, ૦૦૦ પાઉંડની જબરદસ્ત રકમ નક્કી કરવામાં આવી અને તે વાર્ષિક હપતાથી ભરવાની હતી. આવડી મોટી રકમ ભરપાઈ કરવાનું કોઈ પણ દેશ માટે અશક્ય હતું તે પછી હારેલા અને નાદાર થઈ ગયેલા જર્મનીની તો વાત જ શી કરવી ? જર્મનીએ એની સામે વિરોધ ઉઠાવ્યો પરંતુ તે વ્યર્થ ગયો અને હવે કોઈ પણ ઉપાય બાકી રહ્યો નહોતે, એટલે યુનાઈટેડ સ્ટેટ્સ પાસે નાણાં ઉછીનાં લઈને જર્મનીએ બે ત્રણ હપતા ભર્યા. થોડે વખત વિતાવવા માટે તથા એ પ્રશ્નની ફરીથી વિચારણું કરાવવાની આશાથી તેણે એમ કર્યું. જર્મની, તેમ જ બીજા ઘણાખરા દેશ પણ સારી રીતે જાણતા હતા કે, પેઢીઓ સુધી એ જબરદસ્ત રકમ તે ભરી શકે એમ નથી.