________________
જગતના ઈતિહાસનું રેખાદર્શન પ્રસાર્યા તથા તેમને પચાવી પાડવાના, પિતાના કાબૂ નીચે રાખવાના અને સામાન્યપણે પિતાને ફાયદો થાય એ રીતે તેમના વહીવટમાં દાખલ કરવાના પ્રયાસ કર્યા. અહીં યુરોપ શબ્દ ખાસ કરીને હું પશ્ચિમ યુરોપના અર્થમાં વાપરું છું. તે ઉદ્યોગવાદમાં આગળ પડયું હતું. પણ પશ્ચિમ યુરોપના બધા દેશમાં ઇંગ્લંડ લાંબા વખત સુધી નિઃશંકપણે આગેવાન હતું. એ દિશામાં બીજા દેશેથી તે ઘણું આગળ હતું અને એને કારણે તેણે ભારે ફાયદો ઉઠાવ્ય.
ઇંગ્લંડ તેમ જ પૂર્વ યુરોપના બીજા દેશમાં આ બધા ભારે ફેરફાર થઈ રહ્યા હતા. રાજાઓ અને સમ્રાટે ૧૯મી સદીના આરંભમાં એ જોઈ શક્યા નહોતા. જે નવાં બળો પેદા થઈ રહ્યાં હતાં તેમનું મહત્ત્વ તેમને સમજાયું નહિ. નેપોલિયનને છેવટને દૂર કર્યા પછી યુરોપના રાજકર્તાઓને એક માત્ર વિચાર પિતાને અને પોતાની જાતના લેકેને હમેશને માટે ટકાવી રાખવાનો તથા દુનિયાને આપખુદી માટે સુરક્ષિત બનાવવાનો હતો. ક્રાંસની ક્રાંતિ અને નેપોલિયનની ભયંકર ભડકમાંથી હજી તેઓ પૂરેપૂરા મુક્ત થયા નહતા અને હવે તેઓ કોઈ પણ પ્રકારની ચાશ કે બારી રાખવા માગતા નહોતા. આગળના એક પત્રમાં મેં તને કહ્યું છે કે, પોતે ચાહે તે કરી શકે એટલા માટે રાજાઓને દેવી અધિકાર' જાળવી રાખવાને તથા પ્રજાને પિતાનું માથું ઊંચું કરતી અટકાવવાને યુરોપના રાજકર્તાઓએ આપસમાં અનેક વાર એક્ય કર્યું અને તે “હોલી એલાયન્સ' એટલે કે “પવિત્ર ઐક્ય'ના નામથી ઓળખાય છે. પહેલાં તેમણે અનેક વાર કર્યું હતું તેમ આ હેતુ પાર પાડવાને આપખુદ સત્તા તથા ધમેં હાથ મિલાવ્યા. રશિયાને ઝાર ઍલેકઝાંડર એ બધાં ઐકયોના પ્રાણુ સમાન હતે. ઉદ્યોગવાદ તેમ જ નવી ભાવનાને જરા સરખે પવન પણ તેના દેશમાં પહોંચ્યું નહોતું અને રશિયા હજી મધ્યયુગી અને અતિશય પછાત સ્થિતિમાં હતું. ત્યાં આગળ મોટાં શહેરે બહુ ઓછાં હતાં, વેપારને નહિ જે જ વિકાસ થયો હતો અને ઉચ્ચ કક્ષાના ગૃહઉદ્યોગે પણ ખીલ્યા નહોતા. આપખુદીને નિરંકુશ દર ત્યાં ચાલતો હતો. યુરેપના બીજા દેશમાં પરિસ્થિતિ જુદી હતી. જેમ જેમ પશ્ચિમ તરફ જઈએ તેમ તેમ મધ્યમ વર્ગ વધુ ને વધુ પ્રમાણમાં નજરે પડતું હતું. મેં તને આગળ કહ્યું છે તેમ ઇંગ્લંડમાં આપખુદી નહતી. પાર્લામેન્ટ રાજાને અંકુશમાં રાખતી હતી. પરંતુ ખુદ પાર્લામેન્ટ ઉપર મૂડીભર ધનિકાનો કાબૂ હતે. રશિયાની આપખુદ ઝારશાહી અને ઈંગ્લંડની શ્રીમંતની ધનિકશાહી વચ્ચે ભારે તફાવત હતા. પરંતુ જનતાને તથા ક્રાંતિને ડર એ એક વસ્તુ તે બંનેમાં સમાન હતી.
આમ સમગ્ર યુરોપમાં પ્રત્યાઘાતને વિજય થયો અને જે જે વસ્તુમાં કંઈક ઉદાર દષ્ટિ નજરે પડતી તેને નિર્દયપણે દબાવી દેવામાં આવતી. ૧૮૧૫ની સાલની વિયેનાની કોંગ્રેસના નિર્ણયે અનુસાર ઇટાલી તેમ જ પૂર્વ યુરોપની