________________
૧૪૮૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન
રીતાથી જાનમાલને ભારે સંહાર કરીને જાપાને ચીનને એ સામને તોડી નાખવાનો પ્રયત્ન કર્યાં. પરંતુ આ અગ્નિપરીક્ષાને પરિણામે ચીનમાં એક નવી જ પ્રજાનું ધડતર થયું અને ચીના લોકાની પુરાણી સુસ્તી તેમનામાંથી ઊડી ગઈ. જાપાનના ખેંબમારાથી ચીનનાં મેમોટાં મોટાં શહેરો રાખના ઢગલા સમાન બની ગયાં અને અસંખ્ય પ્રજાજતાના જાન ગયા. જાપાન ઉપર આ યુદ્ધની ભારે તાણ પહોંચી અને તેની નાણાંકીય તેમ જ આર્થિક વ્યવસ્થા તૂટી પડવાનાં ચિહ્નો જણાવા લાગ્યાં. સ્વાભાવિક રીતે જ હિંદના લેાકેાની સહાનુભૂતિ ચીનની પ્રજા તેમ જ સ્પેનના પ્રજાસત્તાક તરફ હતી. અને હિ ંદુસ્તાન, અમેરિકા તેમ જ બીજા દેશેશમાં જાપાનના માલના બહિષ્કાર કરવાની જબરદસ્ત ચળવળા ઊપડી.
આમ છતાંયે જાપાનનું પ્રચંડ લશ્કર ચીનમાં આગળ વધ્યું અને તેને પજવવા માટે ચીના લેકાએ ગેરીલા યુદ્ધ પદ્ધતિને આશરો લીધે. તેમની એ પહિત ભારે અસરકારક નીવડી. જાપાને શાંધાઈ તથા નાન્કિનને કબજો લીધે અને જ્યારે તેનું લશ્કર કન્ટેન અને હૈં કૈા નજીક આવી પહોંચ્યું ત્યારે ચીનાઓએ પેાતે જ આગ લગાડીને તેમનાં એ મહાન શહેશને નાશ કર્યાં. તેપોલિયને માસ્કાને કબજો લીધા હતા તેમ જાપાની સૈન્યે એ શહેરનાં બળીને ખાખ થઈ ગયેલા અવશેષોના કબજો લીધા. પરંતુ જાપાન ચીનના સામનાને કચરી શક્યું નથી; નવી નવી આફત આવી પડતાં તા ઊલટા તે વધુ ને વધુ સખત થતા જાય છે.
સ્ટ્રિયા : હવે આપણે પાછાં યુરોપ જઈ એ અને તેના કરુણ અંત સુધીની આસ્ટ્રિયાની વાત જોઈ જઈ એ. એ નાનકડું પ્રજાસત્તાક નાદાર બની ગયું હતું અને તેમાં અંદરઅંદર ભારે ફાટફૂટ હતી. વળી એક બાજુથી નાઝી જર્મની તેના ઉપર દબાણ કરતું હતું અને ખીજી બાજુથી ફાસિસ્ટ ઇટાલી, વિયેના શહેરમાં પ્રગતિશીલ અને સમાજવાદી મ્યુનિસિપાલિટી હતી પરંતુ દેશ ઉપર તેા પાદરીઓના પ્રભુત્વવાળા ફાસીવાદને દાર હતા. ડાસ ત્યાંના ચૅન્સેલર હતા અને નાઝીઓના આક્રમણ સામે ઑસ્ટ્રિયાના રક્ષણ માટે તે મુસોલિની પર આધાર રાખતા હતા. વર્સાઈની સુલેહની સંધિના ભંગ કરીને ઇટાલી ડાલ્ટ્સને હથિયા પૂરાં પાડતું હતું અને મુસેાલિની તેને સમાજવાદીઓને દાખી દેવાની સલાહ આપતા હતા. વિયેનાના આ સમાજવાદી મજૂરોને નિઃશસ્ત્ર કરવાને ડાર્ટ્સે નિણૅય કર્યાં અને એને પરિણામે ૧૯૩૪ની સાલની ફેબ્રુઆરીની પ્રતિ-ક્રાંતિ થઈ. ચાર દિવસ સુધી વિયેનામાં લડાઈ ચાલી અને તાપમા ચલાવીને અમુક અંશે મજૂરોનાં જગમશદૂર ધરાના નાશ કરવામાં આવ્યો. ડેલ્ટ્સને એમાં વિજય તે મળ્યે પરંતુ બહારના આક્રમણનો સામને કરી શકે એવા એક માત્ર સમૂહને તોડી પાડવાને ભોગે તેણે એ વિજય મેળવ્યા.