________________
જાપાનની ચીન ઉપર શિરોરી
૧૦૫૩
હજી સુધી સમગ્ર ચીન ઉપર જેની નિર્વિવાદ સત્તા હોય એવી એક પણ સત્તા હજી ઊભી થવા પામી નહતી. થોડાં વરસ સુધી ચીનમાં એ મુખ્ય સરકારી હતી; એક ઉત્તરની અને ખીજી દક્ષિણની. દક્ષિણમાં ડૉ. સુન-યાત્સેન અને તેના રાષ્ટ્રીય પક્ષ કુ-મીન-ટાંગની સત્તા સૉંપરી હતી. ઉત્તરમાં યુઆન-શી-કાઈ સત્તાધારી હતા અને તેના પછી અનેક સેનાપતિએ તે લશ્કરી પુરુષો આવ્યા. આ લશ્કરી સાહસખારાને તૂશન કહેવામાં આવતા હતા. આજે પણ તેમને એ જ નામથી ઓળખવામાં આવે છે. છેલ્લાં કેટલાંક . વરસાથી તેએ ચીન ઉપર આકૃત સમાન થઈ પડ્યા છે. ચીન આ રીતે નિરંતર પ્રવર્તતા અરાજકની દુઃખદ સ્થિતિમાં આવી પાડ્યું હતું અને ત્યાં આગળ ઉત્તર અને દક્ષિણ વચ્ચે તથા હરી તૂશના વચ્ચે વારંવાર આંતરયુદ્ધ ફાટી નીકળતું હતું. સામ્રાજ્યવાદી સત્તાઓને માટે કાવાદાવા કરવાની તથા એક પક્ષને અથવા હમણાં એક તૂશનને અને પછી ખીજાને ઉત્તેજન આપી એ રીતે આ આંતરિક મતભેદો અને ઝધડાઓનાં લાભ ઉઠાવવાને પ્રયત્ન કરવાની એ ઉમદા તક હતી. તને યાદ હશે કે, હિંદમાં પણ અંગ્રેજોએ એ જ રીતે પોતાની સત્તા જમાવી. યુરોપની સત્તાઓએ એ તકના લાભ ઉઠાવ્યા અને કાવાદાવા કરવાનું તથા એક તૂશનને ખીજા સામે લડાવી મારવાનું શરૂ કર્યું. પરંતુ તેમની પોતાની મુસીબતાએ તથા મહાયુદ્ધે થાડા જ વખતમાં દૂર પૂર્વીના દેશામાંની તેમની આ પ્રવૃત્તિઓને અંત આણ્યા.
પણ જાપાનની બાબતમાં એમ ન બન્યું. મુખ્ય લડાઈ બહુ દૂરના પ્રદેશામાં ચાલતી હતી અને ચીનમાં પોતાની જૂની પ્રવૃત્તિ નિર્વિઘ્ન આગળ ચલાવી શકાય એમ જાપાનને લાગ્યું. સાચે જ, એ ઘડીએ તે પોતાની એ પ્રવૃત્તિઓ ચલાવવાની બહુ જ અનુકૂળ સ્થિતિમાં હતું, કેમ કે બીજી સત્તા અન્યત્ર યુદ્ધમાં રેાકાયેલી હતી અને તેમના તરફથી કશીયે દખલ થવાના સંભવ નહોતા. જાપાનનૈ ચીનના કયાઉચાઉમાં જમનાને મળેલા અધિકારી છીનવી લેવા હતા અને પછીથી દેશમાં આગળ પગપેસારો કરવા હતા. માત્ર એટલા જ ખાતર તેણે જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું.
ચીન પરત્વેની જાપાનીઓની નીતિ છેલ્લા ચાર દશકાથી બિલકુલ એકધારી ચાલતી આવી હતી. પોતાના સૈન્યને આધુનિક ઢબે સજ્જ કરીને તથા પોતાના દેશનું ઉદ્યોગીકરણ આગળ ધપાવીને તરત જ તેમણે ચીન ઉપર પોતાનું પ્રભુત્વ જમાવવાના નિશ્ચય કર્યાં. ફેલાવાને માટે તથા પોતાના ઉદ્યોગો વધારવાને માટે તેમને માળાશ જોઈતી હતી. ચીન અને કારિયા એ અને દેશો તેની નજીક હતા અને કમજોર હતા. આધિપત્ય અને શેષણને માટે તે જાણે નાતરી રહ્યા હોય એમ લાગતું હતું. ૧૮૯૪-૯૫માં ચીન સાથે યુદ્ધ
તેમને