________________
૧૪૩૦
જગતના ઇતિહાસનુ” રેખાદર્શન
આવતી હતી તેને પરિણામે ગુનેગાર ટોળીઓ ઊભી થવા પામી. આમ મદ્યનિષેધથી એક બાજુએ મજૂર વર્ગ તે તેમ જ ગ્રામવિભાગામાં વસતા લકાને લાભ થયા, જ્યારે ખીજી બાજુએ એને પરિણામે ભારે નુકસાન પણ થયું અને ગેરકાયદે સરના દારૂના વેપાર કરનારાઓના એક બળવાન સ્વાર્થ ઊભા થયા. આખા દેશ મદ્યનિષેધની તરફેણ કરનારા અને તેના વિરોધ કરનારા એવા બે પક્ષોમાં વહેંચાઈ ગયા. મદ્યનિષેધની તરફેણ કરનારા લાકા ‘ સૂકા ' અને તેના વિરોધીઓ
ભીના ' કહેવાતા હતા.
<
સંગઠિત ટાળીના ગુનામાં નાણાં પડાવવા માટે નિંકાનાં બાળકાને ઉઠાવી જવાના ગુના અતિશય ભયાનક અને કમકમાટીભર્યાં હતા. થાડા વખત ઉપર લિંડબર્ગના બાળક પુત્રને ઉઠાવી જવામાં કરપીણ રીતે મારી નાખવામાં આવ્યો હતો. એ ચોંકી ઊઠી હતી.
આવ્યા હતા . અને તેને બનાવથી આખી દુનિયા
આ બધાને કારણે તેમ જ એ ઉપરાંત વેપારની મંદીને લીધે તથા . ઘણાખરા મોટા મોટા અમલદારા અને મોટા મોટા વેપારીઓ અપ્રામાણિક અને આવડત વિનાના છે એવી લેાકેાને ખાતરી થવાથી અમેરિકાની પ્રજા પેાતાની માનસિક સમતા ખોઈ બેઠી. ૧૯૩૨ના નવેમ્બર માસમાં થયેલી પ્રમુખની ચૂંટણીમાં તે તેમને કંઈક રાહત આપશે એવી આશાથી અમેરિકાના લોકા લાખોની સંખ્યામાં રૂઝવેલ્ટ તરફ વળ્યા. રૂઝવેલ્ટ ‘ ભીના ' એટલે મનિષેધની વિરુદ્ધ હતા અને તે ‘ ડેમે!ક્રેટિક ’ અથવા લોકશાહી પક્ષના હતા. એ પક્ષના સભ્ય કવચિત જ યુનાઇટેડ સ્ટેટ્સને પ્રમુખ થયેા છે.
તેમનાં વિશિષ્ટ લક્ષણા ખ્યાલમાં રાખીને ભિન્ન ભિન્ન દેશની તુલના કરવી એ હમેશાં રસપ્રદ અને ફાયદાકારક હેાય છે. એથી કરીને યુનાઈટેડ સ્ટેટ્સમાં તાજેતરમાં બનેલા બનાવાને જર્મની અને ઇંગ્લેંડમાં બનેલા બનાવા સાથે સરખાવવાના મતે લાભ થઈ જાય છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને જર્મની વચ્ચે પ્રમાણમાં સમાનતા વધારે છે કેમ કે એ બંને દેશ અતિશય ઔદ્યોગિક હોવા છતાંયે તે 'તેમાં મેાટી ખેડૂતોની વસતી પણ છે. જર્મનીમાં તેની કુલ વસ્તીના ૨૫ ટકા જેટલા ખેડૂતો છે; યુનાઇટેડ સ્ટેટ્સમાં ખેડૂતે તેની વરતીના ૪૦ ટકા જેટલા છે. એ બંને દેશોમાં રાષ્ટ્રની નીતિ નિર્માણ કરવામાં ખેડૂતોની અસર પડે છે. ઇંગ્લંડમાં એમ નથી. ત્યાં આગળ ખેડૂતાનું પ્રમાણ બહુ જૂજ છે અને તેમની ઉપેક્ષા કરવામાં આવે છે. જોકે હવે તેમની ઉન્નતિ કરવાનો થાડા પ્રયત્ન કરવામાં આવે છે.
નીચલા થરના મધ્યમ વર્ગના લેકે `અકિંચન બની ગયા અને એવા લેકાની સંખ્યા ઘણી જ વધી એ જર્મનીમાં નાઝી ચળવળ પેદા થવાનું એક પ્રધાન કારણ હતું. જમનીમાં ચલણને ફુલાવા થયા પછી એ સંખ્યામાં