________________
પેલેસ્ટાઈન અને ટ્રાન્સ-ડેન
૧૧૯૧ ઇન્કાર કરનાર તેઓ એટલા જ અણનમ અને આગ્રહી વાટાઘાટ કરનારાઓ. પણ છે એમ સીરિયન લેકેએ બતાવી આપ્યું.
૧૯૩૩ના નવેમ્બર માસમાં ફ્રેએ સીરિયાની ધારાસભા સમક્ષ સંધિ માટે દરખાસ્ત કરી. એમાં ચ સરકારની તરફેણ કરનારા સભ્યોની બહુમતી હતી. આમ છતાંયે ધારાસભાએ એ સંધિને ફેંકી દીધી. એમ કરવાનું કારણ એ હતું કે એ સીરિયાના પાંચ રાજ્યોમાં પાડી નાખવામાં આવેલા મેજૂદ ભાગલાઓ કાયમ રાખવાની તેમ જ ત્યાં આગળ છાવણીઓ, બરાકે, એમ તથા લશ્કર ટકાવી રાખવાનો આગ્રહ રાખે. નંધ: ( કટોબર) ૧૯૩૮ :.
ચેલૈવાકિયા ઉપર જર્મનીએ મેળવેલે વિજય તથા યુરોપ ઉપર ઉત્તરોત્તર વધતા જતા જર્મનીના પ્રભુત્વ તથા સંસ્થાને માટેની તેની માગણીઓ આખી દુનિયામાં નવી જ પરિસ્થિતિ ઉત્પન્ન કરી છે. ફ્રાંસ ફરી પાછું બીજા દરજજાનું રાજ્ય બની ગયું છે અને તે પિતાનું દરિયાપારનું વિશાળ સામ્રાજ્ય લાંબા વખત સુધી ભાગ્યે જ ટકાવી રાખી શકે એમ છે. પેલેસ્ટાઈનમાં ઊભી થયેલી મુશ્કેલ પરિસ્થિતિને લીધે સીરિયા, પેલેસ્ટાઈન અને ટ્રાન્સ-જોર્ડનનું બનેલું એક આરબ સમવાયતંત્ર ઊભું કરી શકાય એવી સૂચનાઓ થવા લાગી છે.
૧૬૭. પેલેસ્ટાઈન અને ટ્રાન્સ-જોર્ડન
ર૯ મે, ૧૯૩૩ * સીરિયાની અડોઅડ પેલેસ્ટાઈન આવેલું છે અને તેને માટે પ્રજાસંધ તરફથી બ્રિટિશ સરકારને મેન્ડેટ' મળેલે છે. એ તે વળી સીરિયાથીયે વધારે નાને દેશ છે અને તેની વસતી દશ લાખ કરતાંયે ઓછી છે. પરંતુ એના પ્રાચીન ઇતિહાસ તથા સંબંધને કારણે લેકેનું ધ્યાન એના તરફ સારી પેઠે ખેંચાય છે. કેમ કે પેલેસ્ટાઈન એ યહૂદીઓ, ખ્રિસ્તીઓ તથા કંઈક અંશે મુસલમાની પણ પવિત્ર તીર્થભૂમિ છે. ત્યાં આગળ મુખ્ય વસતી મુસલમાન આરબની છે અને તેઓ સ્વતંત્રતાની તેમ જ સીરિયાના પિતાના આરબ બંધુઓ સાથે ઐક્યની માગણી કરે છે. પરંતુ બ્રિટિશ રાજનીતિએ ત્યાં આગળ યદી લેકની લઘુમતીને ખાસ પ્રશ્ન ઊભું કર્યો છે. યહૂદી લેકે અંગ્રેજોની તરફેણ કરે છે અને પેલેસ્ટાઈનની સ્વતંત્રતાને તેઓ વિરોધ કરે છે કેમ કે એથી તે ત્યાં આગળ આરબ લેકોને અમલ થશે એ તેમને ડર રહે છે. આરબે તેમ જ યહૂદીઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં ખેંચાખેંચ કરે છે અને એને કારણે અચૂકપણે ઝઘડા થયા કરે છે. આરબંને પક્ષે સંખ્યાબળ છે અને