________________
૧૪૦૯
જર્મનીમાં નાઝીઓને વિજ્ય થઈ પડશે. પોતાને વેઠવી પડતી વિટંબણાઓ તથા પિતાના રાષ્ટ્રના અપમાનથી (ફ્રેએ રૂર પ્રદેશને કબજે લીધે તેથી જર્મનીમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી.) તે ઉશ્કેરાઈ ગયું હતું તેમ જ જર્મનીમાં પ્રવર્તતી પરિસ્થિતિ સામે તે અતિશય ક્રોધે ભરાયા હતા. હિટલર એ એક ભારે અસરકારક વક્તા છે. પોતાના અસંખ્ય શ્રોતાજની લાગણીઓ તેણે ઉશ્કેરી મૂકી અને જર્મનીમાં જે કંઈ બની રહ્યું હતું તેને બધો દોષ તેણે માકર્સવાદીઓ અને યહૂદીઓ ઉપર ઢળે. જર્મની પ્રત્યે ક્રાંસ કે બીજી કોઈ વિદેશી સત્તાએ બૂર વર્તાવ કર્યો એ જ વસ્તુ લેકોને નાઝી પક્ષમાં જોડાવા માટે કારણરૂપ બની ગઈ, કેમ કે જર્મનીની પ્રતિષ્ઠાનું રક્ષણ કરવાને નાઝીઓને દાવ હતા. આર્થિક પરિસ્થિતિ બગડવાને કારણે પણ નાઝી દળમાં વધુ ભરતી થવા પામી.
' સામાજિક લેકશાહીવાદી પક્ષ ચેડા જ વખતમાં સરકાર ઉપરનો કાબૂ ખેઈ બેઠે અને બીજા પક્ષની એકબીજા સામેની હરીફાઈને પરિણામે કૅથલિક પક્ષના હાથમાં રાજસત્તા આવી. રિક્ટગ (જર્મનીની ધારાસભા)માંના બીજા પક્ષેની અવગણના કરી શકે એટલે સબળ કોઈ પણ એક પક્ષ નહોતો અને તેથી કરીને ત્યાં વારંવાર ચૂંટણીઓ થતી અને પક્ષ પક્ષ વચ્ચે અનેક પ્રકારના પ્રપંચે અને કાવાદાવા થયા કરતા. નાઝીઓની વૃદ્ધિથી સામાજિક લેકશાહીવાદીઓ એટલા બધા ભડકી ગયા કે તેમણે મૂડીવાદી મધ્યસ્થ પક્ષ (સેન્ટર પાટ)ને તેમ જ પ્રમુખ તરીકેની ચૂંટણીમાં વૃદ્ધ સેનાપતિ વન હિન્ડબર્ગને ટેકે આપે. નાઝી પક્ષની વૃદ્ધિ થવા છતાંયે સામાજિક લેકશાહીવાદી પક્ષ તથા સામ્યવાદી પક્ષ એ બે મજૂરોના પક્ષો બળવાન હતા. અને છેવટ સુધી તે દરેક પક્ષને ટેકે આપનારાઓ લાખોની સંખ્યામાં રહ્યા હતા, પરંતુ ઉભયની સામે ઊભા થયેલા સામાન્ય ભયની સામે પણ તેઓ સહકારથી કામ ન કરી શક્યા. ૧૯૧૮ની સાલમાં અને ત્યાર પછી જ્યારે તેઓ સત્તા ઉપર હતા ત્યારે સામાજિક લેકશાહીવાદીઓએ તેમનું દમન કર્યું હતું તેમ જ કટોકટીને હરેક પ્રસંગે તેમણે પ્રત્યાઘાતી દળોને સાથ આપ્યો હતો તેની કડવી સ્મૃતિ સામ્યવાદીઓ તાજી રાખી રહ્યા હતા. વળી સામાજિક લેકશાહીવાદી પક્ષ બ્રિટિશ મજૂર પક્ષની પેઠે બીજા આંતરરાષ્ટ્રીય સંધ સાથે જોડાયેલ હતા તેમ જ તે સાધનસંપન્ન હતા અને તેનું સંગઠન ઘણું જ વ્યાપક હતું. તે અનેક લેકને આશ્રય આપવાની સ્થિતિમાં હતા અને પિતાની પ્રતિષ્ઠા તથા સલામતી જોખમાય એવું કશુંયે કરવાનું તેને પસંદ નહોતું. કાયદા વિરુદ્ધ કશું કરવાનું તેમ જ જેને અમલી કાર્ય કહેવામાં આવે છે તેને આશરો લેવાને તેને ભારે ડર હતો. તેણે પિતાની ઘણીખરી શક્તિ સામ્યવાદીઓ જોડે લડવામાં જ ખરચી નાખી અને આમ છતાંયે એ બંને પક્ષે પિતાપિતાની રીતે માર્ક્સવાદી હતા.