________________
૧૧૫ર જગતના ઇતિહાસનું રેખાદર્શન પ્રત્યે હમદર્દી અને પ્રેમની લાગણ બતાવતી બ્રિટિશ સરકારનું અદ્વિતીય દશ્ય તાજેતરમાં જોવામાં આવ્યું હતું. બ્રિટિશ સરકાર આજે જ્યાં ત્યાં પ્રત્યાઘાતી બળને, સંકુચિત ધર્માધતાને તથા અવળે રસ્તે ચડેલા સ્વાર્થને ટેકે શોધી રહી છે.
સામુદાયિક ચળવળને એક મોટામાં મોટો લાભ છે. આમજનતાને રાજકીય શિક્ષણ આપવાને એ ઝડપીમાં ઝડપી અને સર્વોત્તમ માર્ગ છે. હા,
એ માર્ગ જરા કષ્ટદાયી છે ખરે. કેમ કે આમજનતાને “મહાન બનાવના શિક્ષણની જરૂર હોય છે. લોકશાહી દેશમાં થતી ચૂંટણી જેવી શાંતિકાળની સામાન્ય પ્રવૃત્તિ સાધારણ માણસના મગજમાં ગોટાળે ઊભે કરે છે. એવે પ્રસંગે વિસ્તૃત્વથી ભરપૂર વ્યાખ્યાનના ધેધ વહે છે અને દરેક ઉમેદવાર તરેહ તરેહનાં મીઠાં મધુરાં વચનો આપે છે. આથી ગરીબ બિચારે મત આપનાર અથવા કહે કે ખેતરે, કારખાનાંઓ કે દુકાનોમાં કામ કરનાર મજૂર ગોટાળામાં પડી જાય છે. તેને સ્પષ્ટપણે સમજાઈ જાય એવો ભેદ બે પક્ષે વચ્ચે હેત નથી. પરંતુ સામુદાયિક ચળવળમાં અથવા ક્રાંતિને વખતે જાણે વીજળીએ બધું પ્રકાશિત કરી દીધું ન હોય તેમ સાચી પરિસ્થિતિ બિલકુલ સ્પષ્ટ થઈ જાય છે. આવી કટોકટીની ઘડીએ, સમૂહ, વર્ગો કે વ્યકિતએ પિતાની ખરી લાગણી કે સાચું સ્વરૂપ છુપાવી શકતાં નથી. એ વખતે સત્ય બહાર પડી જાય છે. ક્રાંતિકાળમાં ચારિત્ર્ય, ધૈર્ય, સહનશીલતા અને નિઃસ્વાર્થતાની કસોટી તે થાય છે જ પરંતુ એ ઉપરાંત મીઠા મીઠા તથા અસ્પષ્ટ શબ્દોના છળથી ઢાંકી રાખવામાં આવતું ભિન્ન ભિન્ન વર્ગો અને સમૂહો વચ્ચેનું ઘર્ષણ પણ એ કાળમાં ઉઘાડું પડે છે.
હિંદની સવિનય ભંગની લડત એ રાષ્ટ્રીય લડત હતી; એ કઈ એક વર્ગની લડત ખસૂસ નહતી. એ મધ્યમ વર્ગની લડત હતી અને તેને ખેડૂતોને પીઠબળ હતું. એથી કરીને વર્ગીય ચળવળમાં બને છે તેમ ભિન્ન ભિન્ન વર્ગોને એણે જુદા અથવા અળગા ન પાડ્યા. અને આમ છતાયે, આ રાષ્ટ્રીય ચળવળમાં પણ કંઈક અંશે ભિન્ન ભિન્ન વર્ગોની જુદી જુદી કતારો બની ગઈ. રાષ્ટ્રની
સ્વતંત્રતા કરતાં પિતાપિતાના વર્ગનું હિત વધારે વહાલું કરીને જુનવાણી રાજા- રજવાડા, તાલુકદારે અને મેટા જમીનદારો વગેરે કેટલાક લોક સંપૂર્ણપણે સરકારના પક્ષમાં ભળી ગયા.
મહાસભાની આગેવાની નીચે થયેલા રાષ્ટ્રીય ચળવળના વિકાસને પરિણામે ખેડૂતસમુદાય મહાસભામાં જોડાય તથા પિતાની અનેક હાડમારીઓના નિવારણ અર્થે તે તેના તરફ નજર કરવા લાગ્યા. આ વસ્તુએ મહાસભાના બળમાં ઘણે વધારે કર્યો તેમ જ સાથે સાથે તેણે એને સામુદાયિક દૃષ્ટિ પણ આપી. મહાસભાની આગેવાની મધ્યમ વર્ગના હાથમાં રહી એ ખરું, પરંતુ નીચેના