________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન નહોતે. પ્રજાસંઘમાં, ગોળમેજી પરિષદમાં કે એવા જ કોઈ બીજા પ્રસંગે હિંદ પિતાને પ્રતિનિધિ મલે છે એમ કહેવાતું આજકાલ હિંદમાં આપણું સાંભળવામાં આવે છે. આ અર્થ વિનાની વાત છે. આવો પ્રતિનિધિ હિંદનો પ્રતિનિધિ ન કહી શકાય; હિંદની પ્રજા તેને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટી મોકલે તો જ તે તેને પ્રતિનિધિ કહેવાય. આ રીતે તે એ કહેવાતા હિંદના પ્રતિનિધિઓ હિંદની સરકારના નમેલા સભ્યો છે અને “હિંદી સરકાર ” એવું તેનું નામ હોવા છતાં વાસ્તવમાં તે તે માત્ર બ્રિટિશ સરકારનું એક ખાતું જ છે. જાપાન-રશિયા વિગ્રહ વખતે રશિયામાં આપખુદ સરકારનું શાસન હતું. ઝાર એ “સમગ્ર રશિયાને આપખુદ સમ્રાટ” હતું અને તે અતિશય બેવકૂફ આપખુદ સમ્રાટ હતો. મજૂરે તથા કિસાનોને રશિયામાં લશ્કરના જોરે દબાવી રાખવામાં આવ્યા હતા એટલું જ નહિ, પણ મધ્યમ વર્ગને પણ દેશના રાજતંત્રમાં કશોયે અવાજ નહોતો. આ જુલમી રાજતંત્રના દમનની સામે ઘણાયે રશિયન યુવકોએ પિતાનાં માથાં ઊંચાં કર્યા તેમ જ પિતાના હાથ ઉગામ્યા અને સ્વાતંત્ર્ય માટેની લડતમાં પિતાનાં જીવનની આહુતિ આપી. ઘણી કન્યાઓએ પણ એ જ માર્ગ અખત્યાર કર્યો. એટલે, જ્યારે હું “રશિયા’ આમ કરે છે તેમ કરે છે કે જાપાન સાથે લડે છે એવી એવી વાત કરું છું ત્યારે મારો કહેવાને આશય માત્ર એટલો જ હોય છે, રશિયાની ઝારશાહી સરકાર એ બધું કરે છે.
જાપાન સાથેના વિગ્રહ અને તેમાં પડેલા ભારે ફટકાઓને પરિણામે આમ જનતાને વધારે વિટંબણાઓ વેઠવાની આવી. સરકાર ઉપર દબાણ લાવવાને અર્થે કારખાનાના મજૂરે વારંવાર હડતાલ ઉપર જવા લાગ્યા. આ વિટંબણુઓમાંથી કંઈક રાહત યાચવાને અર્થે ૧૯૦૫ની સાલના ફેબ્રુઆરીની ૨૨મી તારીખે એક પાદરીની આગેવાની નીચે હજાર કિસાને અને મજૂરોનું એક શાન્ત સરઘસ કારના “શિશિર પ્રાસાદ' (વિન્ટર પૅલેસ) આગળ ગયું. તેમને શું કહેવાનું હતું એ સાંભળવાને બદલે ઝારે તેમના ઉપર ગોળીબાર કરાવ્યો. આથી ભીષણ હત્યાકાંડ થવા પામ્ય, લગભગ ૨૦૦ જેટલા માણસો મરાયા અને પીટર્સ, બને શિયાળાનો બરફ લેહીથી રાત થઈ ગયું. આ બનાવ રવિવારને દિવસે બન્યો અને ત્યારથી એ દિવસને “લેહિયાળા રવિવાર' તરીકે ઓળખવામાં આવે છે. આખા દેશમાં ભારે ખળભળાટ ભભૂકી ઊઠ્યો. કારખાનાના મજૂરેએ હડતાળે પાડી અને એને પરિણામે ક્રાંતિને માટે પ્રયાસ કરવામાં આવ્યો. ઝારની સરકારે ૧૯૦પની આ ક્રાંતિને ભારે ક્રૂરતાથી દાબી દીધી. અનેક કારણોને લઈને આપણે માટે પણ એ ક્રાંતિ રસપ્રદ છે. ૧૨ વરસ પછી ૧૯૧૭ની સાલમાં જે મહાન ક્રાંતિ થવાની હતી તેને માટે આ ક્રાંતિ એક પ્રકારની તૈયારીરૂપ હતી. ૧૯૧૭ની ક્રાંતિએ રશિયાની સૂરત બદલી નાખી. ૧૯૦૫ની આ નિષ્ફળ ક્રાંતિ દરમ્યાન ક્રાંતિકારી મજૂરેએ એક નવીન પ્રકારની સંસ્થા