________________
ડોલર, પાઉન્ડ અને રૂપિયા
૧૩૯૧
કાપને કારણે આટ્લાંટિકના નૌકા કાફલાના બ્રિટિશ ખલાસીઓના અલ્પજીવી ખંડથી કદાચ ગભરાઈ જઈ ને, ઇંગ્લેંડના મધ્યમ વર્ગ સમગ્રપણે કન્ઝર્વેટીવ રાષ્ટ્રીય સરકારને પડખે ઊભો રહ્યો.
આવી કટોકટી અને જોખમને પ્રસંગે પણ અમેરિકા, ઇંગ્લંડ અને ફ્રાંસ એ ત્રણ આગળ પડતાં રાષ્ટ્રો અથવા કહે કે તેના શરાફે એક સાથે મળીને સહકારથી કાય કરી શક્યા નહિ. દરેક દેશ એકલે હાથે પોતપોતાની રમત રમતા હતા અને બીજાને નુકસાન પહોંચાડીને પોતાની સ્થિતિ સુધારવાની આશા રાખતા હતા. આર્થિ ક નેતૃત્વ માટે આપસમાં ઝધડવાને બદલે સહિયારું આંતરરાષ્ટ્રીય નાણાંબજાર રચવાને તે સાથે મળીને કાર્ય કરી શકતા હતા. પણ દરેક પોતપોતાના અલગ મા લેવાનું પસંદ કર્યું. બૅક ફ્ ઇંગ્લંડ લંડને ગુમાવેલી પોતાની પ્રતિષ્ઠા કરી પાછી પ્રાપ્ત કરવાને નીકળી પડી અને હજીયે પાઉન્ડના ચલણનેા સેાનાના મૂલ્ય સાથે સંબંધ નહાતો તે છતાંયે ઘણું અંશે તે એ વસ્તુ સાધવામાં સફળ થઈ અને એ રીતે તેણે દુનિયાને ચકિત કરી મૂકી.
ઈંગ્લંડે સાનાની ચલણપદ્ધતિ છેડી દીધી ત્યારે ખીજા દેશની સરકારી બૅંકાએ (એવી બૅંકાને મધ્યસ્થ બૅંકા કહેવામાં આવે છે.) પેાતાની પાસેની પાઉંડના ચલણની હૂંડીએ તેને બદલે સેાનું મેળવવાને માટે વેચી દીધી. અત્યારસુધી તેમણે એ પાઉંડના ચલણની ક્રૂડી એટલા માટે રાખી મૂકી હતી કે, તેને બદલે ગમે તે વખતે સેાનું મેળવી શકાય એમ હતું અને એ રીતે તેને સેના તરીકે જ ગણવામાં આવતી હતી. જ્યારે આવી સંખ્યાબંધ દૂંડી એકાએક વેચી દેવામાં આવી ત્યારે પાઉન્ડના મૂલ્યમાં એકદમ ૩૦ ટકાને ઘટાડા થવા પામ્યા. પાઉંડના મૂલ્યમાં આ ઘટાડા થવાથી જેમને પાઉંડના ચલણમાં દેવું હતું તે દેવાદારા (એમાં કેટલીક સરકારો તેમ જ મેટી મેાટી વેપારી પેઢીના પણ સમાવેશ થતા હતા.) પોતાનું દેવું સેાનાથી ચૂકવવાને પ્રેરાયા કેમ કે એ રીતે હવે તેમને ૭૦ ટકા આછા ચૂકવવા પડતા હતા. આ રીતે ઇંગ્લંડમાં સાનું સારા પ્રમાણમાં આવ્યું.
Ο
પરંતુ ઇંગ્લંડમાં સેનાને ખરે પ્રવાહ તો મિસર અને હિંદુસ્તાનમાંથી વહ્યો. આ ગરીબ અને પરાધીન દેશને તવંગર ઇંગ્લેંડની વહારે પરાણે ધાવું પડયુ અને તેમની ગુપ્ત સંપત્તિના ઇંગ્લંડની નાણાંકીય સ્થિતિ સુધારવાને અર્થે ઉપયોગ કરવામાં આવ્યા. એ બાબતમાં તેમને ઝાઝો અવાજ નહાતા અને ઈંગ્લંડની જરૂરિયાતની તુલનામાં તેમની ઇચ્છા કે તેમનાં હિતા કશી વિસાતમાં નહાતાં.
હિંદના રૂપિયાની કથા હિંદની દૃષ્ટિએ અતિશય લાંખી અને દુઃખદાયક છે. બ્રિટિશ સરકાર તથા બ્રિટિશ શરાફેાનાં હિત સાધવાને અર્થે એના મૂલ્યમાં