________________
નાણાંના વિચિત્ર વ્યવહાર
૧૨૪૫
આ રીતે, પોતાનું નેતૃત્વ તથા સામ્રાજ્ય ટકાવી રાખવાને માટે ઇંગ્લ ંડું ભગીરથ પ્રયત્ન કર્યાં. પરંતુ એ પ્રયત્ન બહુ જ મેાંધા પડ્યો અને તેની નિષ્ફળતા અનિવાયૅ હતી. બ્રિટિશ સરકાર, યા તો કાઈ પણ બીજી સરકાર, આર્થિક પ્રગતિના અનિવાય ભાવી ઉપર પોતાને કાબૂ ન રાખી શકે. પાંડે, થોડા વખત માટે તે પોતાની આગળની આંટ પ્રાપ્ત કરી પરંતુ એથી કરીને ઉદ્યોગ દિનપ્રતિદિન સ્થગિત થતા ગયા. દેશમાં એકારી વધી ગઈ અને ખાસ કરીને કાલસાના ઉદ્યોગ ઉપર ભારે ફટકા પડયો. પાઉન્ડનું આ ‘ ડિલેશન ’એટલે કે સાનાને ધોરણે પાઉન્ડના મૂલ્યમાં કરવામાં આવેલા વધારા ઘણે અંશે એને માટે જવાબદાર હતા. એમ થવાનાં બીજાં કારણા પણ હતાં. યુદ્ધ નુકસાનીની રકમ પેટે જમની પાસેથી, તેને થોડા કાલસા પણ લેવામાં આવ્યો હતો. આથી બ્રિટિશ કાલસાની ખપત ઘટી અને પરિણામે કાલસાની ખાણામાં વળી વધારે એકારી પેદા થઈ. આ રીતે, લેણદાર અને વિજેતા દેશને પ્રતીતિ થઈ કે હારેલા દેશ પાસેથી આ પ્રકારની ખંડણી લેવી એ લાભકારક જ હોય છે એમ નથી. આ ઉપરાંત ઇંગ્લેંડને કૈાલસાના ઉદ્યોગ બહુ જ સુવ્યવસ્થિત નહતા. તે નાની નાની સેકડે! ક ંપનીઓમાં વહેંચાઈ ગયેલા હતા અને યુરોપ ખંડની તથા અમેરિકાની વધારે માટી અને સુવ્યવસ્થિત કંપની સાથે હરીફાઈમાં સહેલાઈથી ટકી શકે એમ નહોતું.
,
કાલસાના ઉદ્યોગની સ્થિતિ ઉત્તરોત્તર બગડતી ગઈ એટલે ખાણાના માલિકાએ પોતાના મજૂરોની મજૂરીના દરો ઘટાડવાના નિર્ણય કર્યાં. ખાણના મજૂરોએ એની સામે સખત વિરોધ ઉઠાવ્યો અને તેમને એમાં બીજા ઉદ્યોગોના મજૂરાનો ટેકા મળ્યો. બ્રિટનની સમગ્ર મજૂર ચળવળ ખાણિયાઓના વતી લડી લેવાને કટિબદ્ધ થઈ અને એને માટે સંગ્રામ–સમિતિ ' નીમવામાં આવી. એ પહેલાં, જેમાં તાલીમ પામેલા અને સુસગતિ લાખા મજૂરોને સમાવેશ થતા હતા એવાં ત્રણ મોટાં મજૂર મહાજનનું — ખાણિયાનું મહાજન, રેલવે મજૂરનું મહાજન તથા વાહનવ્યવહારના મજૂરોનું મહાજન—બળવાન ‘ ત્રિવિધ ઐક્ય ' સાધવામાં આવ્યું હતું. મજૂર વર્ગના આ ઉગ્ર વલણથી સરકાર ભડકી ગઈ અને ખાણના માલિકા બીજા એક વરસ સુધી મજૂરીના આગળના દરો ચાલુ રાખી શકે એટલા માટે તેમને આર્થિક મદદ આપીને તેણે કટોકટી તે વખત પૂરતી તેા ટાળી. એક તપાસ સમિતિ પણ નીમવામાં આવી. પરંતુ એ બધાનું કશુંયે પિરણામ ન આવ્યું અને ખાણના માલિકાએ ક્રીથી મજૂરીના દરા ઘટાડવાની કેાશિશ કરી ત્યારે એક વરસ પછી ૧૯૨૬ની સાલમાં કટાકટી ફરી પાછી ઊભી થઈ. આ વખતે સરકાર મજૂરા સાથે લડવાને તૈયાર થઈ ને ખેડી હતી. પાછળના મહિનામાં તેણે એને માટેની બધી તૈયારી કરી રાખી હતી.