________________
૧૯૩
હિન્દુનાં ગામા, ખેડૂતા અને જસીનદારા
છેલ્લાં ત્રણ મંદીનાં વરસ દરમ્યાન જોયું તેમ, કેટલીક વાર તો અસાધારણ સાર પાક પાર્ક એ જ ખેડૂતોને માટે આપત્તિરૂપ થઈ પડતું.
આમ પુરાણી ગ્રામવ્યવસ્થાના અંત આવ્યો અને પંચાયતાની હસ્તી પણ મટી ગઈ. પરંતુ એને માટે આપણે ભારે ખેદ કરવાની જરૂર નથી; કેમકે એના દિવસા યારનાયે.ભરાઈ ચૂકયા હતા અને આધુનિક સ ંજોગોમાં એને મેળ બેસી શકે એમ નહોતું. પરંતુ આ બાબતમાં પણ એવું બન્યું કે, આ પુરાણી વ્યવસ્થાને અંત આવ્યા પરંતુ એને ઠેકાણે બદલાયેલા સંજોગને અનુરૂપ નવી ગ્રામવ્યવસ્થા ઉદ્ભવી નહિ. આ નવરચના અને નવસર્જન કરવાનું કાર્ય આપણે માટે હજી બાકી જ છે.
અત્યાર સુધી આપણે બ્રિટિશ રાજનીતિને કારણે જમીન તેમ જ ખેડૂતો ઉપર થયેલી પરોક્ષ અસરાને વિચાર કર્યાં. હવે આપણે ઇસ્ટ ઇન્ડિયા ક ંપનીની જમીન અંગેની નીતિ વાસ્તવમાં શી હતી, એટલે કે જે નીતિએ ખેડૂતો તેમ જ જમીન સાથે સંબંધ ધરાવનારાઓ ઉપર સીધી અસર કરી તે તપાસીએ. મને ભય છે કે તારે માટે એ જરા ગૂંચવણ ભર્યાં અને કંઈક નીરસ વિષય છે. પણ આપણા દેશ તે આવા ગરીબ ખેડૂતને મુલક છે એટલે તેમની વિપતા અને હાડમારીઓ શી છે તથા આપણે તેમની સેવા શી રીતે કરી શકીએ અને તેમની હાલત સુધારી શકીએ એ સમજવાના આપણે યત્કિંચિત્ પ્રયાસ કરવા જોઈએ.
જમીનદારો, તાલુકદારો તથા તેમના સાંથિયા કે આસામીઓ વિષે આપણા સાંભળવામાં આવે છે. સાંથિયા અથવા આસામીએ પણ અનેક પ્રકારના હોય છે; વળી સાંથિયાઓના સાંથિયા પણ હોય છે. પરંતુ આ બધી ઝીણવટમાં હું તને ઉતારવા નથી માગતા. સામાન્ય રીતે જમીનદારો રાજ્ય અને ખેડૂતોની વચ્ચેના આડડતયા છે. ખેડૂત તેમને સાંથિયા છે અને તેમની જમીનને ઉપયેગ કરવા બદલ તે તેમને સાંથ અથવા એક પ્રકારના કર આપે છે. આ સાંથને ધણી જમીનદાર ગણાય છે. જમીનદાર આ સાંથા અમુક ભાગ પોતાની જમીનના મહેસૂલ અથવા કર તરીકે રાજ્યને ભરે છે. આમ જમીનની પેદાશ ત્રણ ભાગમાં વહેંચાઈ જાય છે. એક ભાગ જમીનદારના હાથમાં જાય છે, ખીજો રાજ્યને મળે છે અને ત્રીજો સાંથિયા ખેડૂત પાસે રહે છે. આ ત્રણે ભાગા સરખા હોય છે એમ ધારી લઈશ નહિ. ખેડૂત જમીન ઉપર મહેનત મજૂરી કરે છે અને ખેડવું, વાવવું તથા એવી ખીજી અનેક પ્રકારની તેની મજૂરીને પરિણામે જમીનમાં પાક પાકે છે. આથી દેખીતી રીતે જ તે પોતાની મજૂરીના ફળને ઉપભોગ કરવાને અધિકારી ગણાય. આખા સમાજના પ્રતિનિધિ તરીકે રાજ્યને સાર્વજનિક હિતની દૃષ્ટિએ મહત્ત્વની ફરજો બજાવવાની હોય છે. આમ તેણે રાજ્યનાં બધાં બાળકાને કેળવણી આપવી જોઈ એ, સારા રસ્તા