________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન
જેમાં આપણે જીવીએ છીએ તે યુગ આવે છે. રાજ રાજ પરિવર્તન અને મહત્ત્વપૂર્ણ બનાવેાના, રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના ધ ગુના, મૂડીવાદ અને સમાજવાદ તથા ફ્રાસીવાદ અને લાકશાહી વચ્ચેની અથડામણુના, દિનપ્રતિદિન વધતાં જતાં ગરીબાઈ અને ક ંગાલિયતના ખબર આવતા રહે છે અને એ બધા ઉપર નિર ંતર વિસ્તરતું જતું યુદ્ધનુ ઘેરું વાદળ ઝઝૂમી રહ્યુ છે.
૧૦૯૨
ઇતિહાસના એ ભારે ખળભળાટના યુગ છે. એ યુગમાં જીવવું તથા એમાં પોતાના ફાળા આપવા એ સદ્ભાગ્યની વાત છે - પછી ભલેને એ ફાળા દહેરાદૂન જેલમાં એકાંતવાસ સેવવાના કેમ ન હોય !
――
૧૫૭, પ્રજાસત્તાક માટે આયર્લૅન્ડની લડત
૨૮ એપ્રિલ, ૧૯૩૩
હવે આપણે આ છેલ્લાં વરસેાના મહત્ત્વના બનાવાની વિગતે ચર્ચા કરીશું. આયર્લૅન્ડથી હું એને આરંભ કરીશ. જગતના છતિહાસ અને જગવ્યાપી ખળાની દૃષ્ટિએ યુરોપની છેક પશ્ચિમે આવેલા આ નાનકડા દેશનું આજે ભારે મહત્ત્વ નથી. પરંતુ એ બહાદુર અને અદમ્ય દેશ છે. આખા બ્રિટિશ સામ્રાજ્યની સમગ્ર શક્તિ પણ તેને જુસ્સો દાખી દેવાને કે તેને ગરીબ ગાય જેવા બનાવીને વશ કરી શકી નથી.
આયર્લૅન્ડ વિષેના મારા છેલ્લા પત્રમાં બ્રિટિશ પાર્લમેન્ટે પસાર કરેલા હામ લ બિલ વિષે મેં તને વાત કરી હતી. એ બિલ મહાયુદ્ધ શરૂ થયું તે પહેલાં જ પસાર કરવામાં આવ્યું હતું. અલ્સ્ટરના પ્રોટેસ્ટંટ આગેવાનીએ તથા ઇંગ્લેંડના કૉન્ઝરવેટિવ પક્ષે એની સામે વિરોધ ઉઠાવ્યા અને તેની સામે વ્યવસ્થિત અળવા ઉઠાવવાની યોજના કરવામાં આવી. એ ઉપરથી દક્ષિણ આયર્લૅન્ડના લેાકેાએ જરૂર પડે તો અલ્સ્ટર સામે લડવાને પોતાનું રાષ્ટ્રીય સ્વયંસેવક દળ ' સગઢિત કર્યું. આયર્લૅન્ડમાં આંતરયુદ્ધ અનિવાય લાગતુ હતુ. પરંતુ એ જ અરસામાં મહાયુદ્ધ ફાટી નીકળ્યું અને સૌનું બધું લક્ષ ખેલ્જિયમ તથા ઉત્તર ફ્રાંસના રણક્ષેત્ર ઉપર કેન્દ્રિત થયું. પાર્લમેન્ટમાંના આયરિશ નેતાએ યુદ્ધમાં પોતાની મદદ આપવા જણાવ્યું પરંતુ દેશ બેપરવા હતા અને યુદ્ધને વિષે જરાયે ઉત્સુક નહોતા. દરમ્યાન અલ્સ્ટરના ‘ખળવાખોરો ’ને બ્રિટિશ સરકારમાં મોટા મોટા હોદ્દાએ આપવામાં આવ્યા. એને લીધે ત આયરિશ લેાકેા વળી વધારે અસતુષ્ટ બન્યા.
•
આયર્લૅન્ડમાં અસતેષ વધી ગયા અને ઇંગ્લેંડના યુદ્ધમાં તેમણે પોતાના ભાગ ન આપવા જોઈએ એવી વૃત્તિ લેાકામાં પેદા થઈ. ઇંગ્લંડની પેઠે